________________ . 13 ર૯૮ તેના ઉપર રાગી બનેલા પિતાના પતિને જોઈ બીજી પત્નીઓ ઘણી દુઃખી થઈ એકાન્તમાં ભેગી થઈ એક બીજાને સ્પષ્ટ રૂપમાં કહેવા લાગી. 29 જાજ્વલ્યમાન મોટા અગ્નિકુંડમાં પ્રવેશ કરે સારે, વળી મોટા મગરમચ્છોથી ભરેલા ઉછાળા મારતા સમુદ્રમાં પડવું સારૂં, ક્રોધી બનેલા આશીવિષ સર્પના મુખમાં હાથ નાખ સારે, પરંતુ ક્યના અપમાનથી દુઃખીઆરી સ્ત્રીઓનું જીવન સારૂં નથી. 300 જ્યાં સુધી આ જીવતી છે ત્યાં સુધી સ્વામિસંગનું સુખ આપણને મળશે નહીં સ્વામિ વિનાનું સૌદર્ય તથા આ જીવન નકામું છે. તે તેને કેઈ ઉપાયે શક્યએ ઝેર અપાવ્યું અને રૌદ્રધ્યાનથી તે મરી ગઈ. 301 પૂર્વે કરેલાં પાપોથી તે ચેથી નારકીમાં ઉત્પન્ન થઈ ત્યાંથી નીકળી આ દુખથી ભરેલા સંસારમાં ભમશે. વિષય ભેગવાળા જીવોને સર્વ જગ્યાએ દુઃખ મળે છે. એમ જાણું હે કુરચંદ્ર રાજા! તે વિષયને સ્વાધીન બનાવી કલ્યાણનું સેવન કર. - 302 આ લેકનો અર્થ પૂર્વ પ્રમાણે છે. આ 16 સર્ગ પન્યાસ શ્રી પ્રિયંકર વિજયજી ગણિ વર્ષે બાલજીવોને સુગમતાથી સમજાય તેથી ગુજરાતી ભાષામાં અર્થ રૂપે લખ્યું છે. * સર્ગ 17 1. ચારે ગતિના મહાન દુઃખેને શમાવવામાં અમૃતની વાવડી જેવી શીતલ વાણી ભગવાને શાંતિનાથની દેશના તમારા કલ્યાણ માટે થાવ. 2. જ્ઞાનરૂપી સૂર્યને ઢાંકવામાં નવા મેઘજેવા ક્રોધ, માન, માયા, લેભ વગેરે ચારે કષાયે દુર્ગતિના મિત્રો છે. 3. જે કષા સાથે સંબંધ રાખે તે તપ નિયમથી સર્યું. ને તેની સાથે સંબંધન રાખો તો પણ તપ નિયમથી સયું.. 4. જે અજ્ઞાની જ કષાયોને સેવે છે. તે આ લેકમાં અને પરલોકમાં અગ્નિશર્મા બ્રાહ્મણની જેમ દુઃખી થાય છે. તે વાત કહે છે. - પ. આ ભારતક્ષેત્રમાં કાશીદેશને શોભાવનાર ઘણું ધાન્યની ઉત્પત્તિ થતી હોવાથી મનહર શ્રી પુંડ્રવર્ધન નામનું ગામ છે. 6. ત્યાં યજ્ઞ કરવામાં તત્પર યજ્ઞદત્ત નામને બ્રાહ્મણ છે. ચંદ્રના જેવા મુખવાળી સમા નામની તેની સ્ત્રી હતી. ( 7. તે બન્નેને પુત્ર અગ્નિશમાં કલાઓમાં કુશલ હતું. તેના પિતાએ વિજળીના જેવા ગૌરવર્ણવાળી સત્યા નામની સ્ત્રી સાથે તેને પરણજો. 8. યજ્ઞદત્તના ઘરે કુંડ જેવા ઊધવાળી ચંદ્રા નામની ગાય હતી. તેનું દૂધ તે દરરોજ દેહતે હતે.