Book Title: Shantinath Mahakavyam Part 03
Author(s): Vijaydarshansuri
Publisher: Nemidarshan Gyanshala

View full book text
Previous | Next

Page 405
________________ 38 58 આ દેખાવડા રાજકુમારને છેડી હું બીજા કોઈ પતિને વરીશ નહીં. આ પ્રમાણે વિચાર કરતી તે બલાત્કારથી સખિઓ વડે મહેલમાં લઈ જવાઈ પ૯ તે કન્યા પણ રાજપુત્રના મન રૂપી હંસને હરણ કરી ઘરે લઈ જતી છતાં કેઈએ જોઈ નહીં. વગર શીખે કેવી ચતુરાઈ છે? 60 કોઈ મહર્ષિના શાપ વડે ઈદ્રાણી દેવકથી શું આવી છે? અથવા શું ઉર્વશી છે? , આ પ્રમાણે વિચાર કરતે રાજકુમાર પણ પિતાના મહેલમાં ગયે. 61 કામદેવના પાંચ બાણ વડે પિતાની ઈદ્રિયનું રક્ષણ કરતા ગુણવર્માકુમારે તેણીનું સ્મરણ કરતાં દિવસ પસાર કર્યો. 62 રાત્રિને પ્રથમ પહેર વીત્યા બાદ અત્યંત રાગ ધારણ કરતી કનકાવતીએ દાસીઓ સાથે કઈ વૃદ્ધાને મોકલાવી. 63 દ્વારપાલ વડે જણવાયેલી કઈ વૃદ્ધા સ્ત્રીએ કુમારની નજીક જઈને તેના હાથમાં આશ્ચર્યના સ્થાન રૂપ એ ચિત્રપટ ભેટ આપો. - 64 જુદા જુદા પ્રકારના વૃક્ષોના સમૂહથી શોભતી એવી એક નગરી જેવી હંસીને જોઈ અને તેની નીચે એક ગ્લૅક જે. 65 સ્વામીને જોવાના સમયે ઉત્પન્ન થયેલ અત્યંત રાગવાળી આ કલહંસિકા બેદિત થયેલી તેને નહિ જેવાથી ફરી જેવા ઈચ્છે છે. 66 દાસીની વિનંતીથી આ કુમારે તે કુમારીને અભિપ્રાય સમજી તેણે હંસી જેવું જ રાજહંસનું રૂપ આલેખી તે જ લેક નીચે લખે. 17 પ્રિયાને તે જ ક્ષણે જોવાથી ઉત્પન્ન થયેલા અત્યંત રાગવાળે આ હંસ હંમેશા ઈચ્છિત સુખને મેળવવા ઈચ્છે છે. 68 તે ચિત્રપટ લઈને વૃદ્ધ સ્ત્રીએ કુમારને તાંબુલ પુષ્પ વિગેરે વસ્તુ રાજકુમારીએ મિકલાવી હતી તે આપી. 69 પિતાની વહાલી પત્નીએ વસ્તુ એકલી હોવાથી રાજપુત્ર પિતે ગ્રહણ કરી. રાગથી વિહલ બનીને તાંબુલ આદિ ખાઈને કૃતાર્થ કર્યું. 70 તેના ચિત્તની પ્રસન્નતા માટે કુમારે પણ પિતાને હાર તે દાસીને આપે ત્યારે દાસી બેલી, તમારે કન્યાને કાંઈ કહેવું છે? - 71 કામદેવ સરખા કુમારે આંખથી સંકેત કરવાથી લોક ચાલી ગયા પછી હોંશિયાર તે વૃદ્ધાએ સંપૂર્ણ વાત કહી. - 72 હે દેવ! રાજકુમારીએ વાણી વડે ને મારા દ્વારા બન્ને રીતે કહ્યું છે કે હે રક્ષક પહેલી ક્ષણે મારું ચિત્તરત્ન હરણ કરીને તું નાસી ગયે છું 73 વરમાલા વડે તમને બાંધીશ. પરંતુ હે પ્રાજ્ઞ? જેટલામાં મારી પ્રતિજ્ઞા પરિપૂર્ણ અહીં થાય નહીં. 74 તેટલામાં તમારે કાંઈ પણ ભોગ વાળી વાણી બોલવી નહીં. તે પ્રમાણે વૃદ્ધ સખી વડે કહેવાયેલી અને કુમાર વડે સ્વીકારાયેલી તે સરલદાસી પિતાને સ્થાને ગઈ.

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452