________________ 1. તે કહે છે–દક્ષિણ ભારતમાં સમૃદ્ધિથી ભરપુર પૃથ્વીતિલક નામનું નગર હતું. ત્યાં પૃથ્વીની ઉપર ચંદ્ર સરખો, પૃથ્વીચંદ્ર નામને રાજા પ્રજાને રંજન કરનારો હતે. 11 દેવકની દેવાંગના જેવી અને ગુણોથી ભરપુર એવી તેને સુરસુંદરી નામે રાણી હતી. જેનું રૂપ જોવા માટે હજાર નેત્રવાળે ઈન્દ્ર ઉત્સુક ચિત્તવાળો થયા હતા. 12 તેજ નગરમાં માનનીય, ધનાઢય એવા શ્રી ચંદ્ર મહારાજ નામને કુલપુત્રક હતા. તેને ચંદ્રકાન્તા નામે સ્ત્રી હતી, અને તેમને સ્કેન્દિલ નામે પુત્ર હતા. 13 તે પછી માતાપિતાએ સ્કંદિલને સ્કન્દશ્રી નામની સરખી ઉંમરવાળી કન્યા સાથે પરણાવ્યું. તે પછી થોડા સમયમાં ચંદ્ર જેવી ઉજજવલ કીર્તિવાળે તેને પિતા ચંદ્ર રાજા મૃત્યુ પામ્યા. 14 એક દિવસ તેના દુર્ભાગ્યના ઉદયે મદિરાપાનમાં તે વ્યસની બને.ખરેખર મનુષ્યને કુકમના ઉદયથી દુખે કરીને નાશ થાય એવું વ્યસન ઉત્પન્ન થાય છે. 15 તેને ઉગ્રવ્યસની જાણીને પત્ની વડે સ્નેહભરી વાણીથી, અનેક સજજને વડે પ્રયત્નોથી નિવાર્યા છતાં દુર્વ્યસનથી તે અટક્યો નહિ. 16 વડો વિનાને નિરંકુશ વ્યસની બની સોનું, ધાન્ય, ગાય અને ઘોડાઓ વિગેરે વેચી નાખ્યું. છેવટે ઘર પણ વેચ્યું. 17 સજજન પુરુષે વડે પિતાની જ્ઞાતિમાંથી દૂર કરાયે. કોઈએ તે પાપીને સંઘર્યો નહિ. તે પણ કાંઈક ધન મેળવીને વ્યસનમાં ઉગ્રચિત્તવાળે તે મદિરા પીવા લાગે. 18 એક દિવસે રસ્તામાં ખરાબ વિચારવાળા ને મદિરા પીધેલા એવા તે ઋન્ટિલના રસ્તામાં આનંદ પ્રમોદ માટે જ તે એ રાજા સામે મળે. 19 રાજાના માણસોએ સામે રહેલા અને મદિરા પીધેલા એવા તેને જણાવ્યું કે અહિં રાજા આવે છે. માટે અહિંથી દૂર ખસી જા.” 20 રાજાના માણસની વાણી મદોન્મત્ત સ્કેન્દિલે સાંભળી નહિ. તેથી રાજાના કેઈ સેવકે રોષથી તેને હાથ પકડી ખસેડ. 21 તેણે દારૂના નશામાં કોધી બની રોષથી તીક્ષ્ણ છરી કાઢીને સેવકને મારી નાખ્યા. આ વાત સાંભળી નીતિવાન રાજાએ તે ઋન્દિલને હણે જેથી તે મરી ગયો. 22 મરણ પામી તે નરકમાં ઉત્પન્ન થયે. ત્યાં અત્યંત દુઃખો ભેગવી ધાન્ય તિલક ગામમાં ગૃહસ્થ શિરોમણિ એવા શ્રી સંખદત્ત શેઠના ઘરમાં, - ર૩ મધુર વાણી બોલનારી એવી માધવીકા નામની સ્ત્રીની કુક્ષિએ વસંત નામને પુત્ર થયું. ત્યાં પણ તેણે જીદગીપર્યત મદિરાનું વ્યસન છેડયું નહીં. 24 દર્શન કરવા લાયક એવા તે ગામના ઠાકોર માર્ગમાં જતાં તે મદિરા પીધેલા વસંત વડે જેવાયા. ત્યાં તે વસંતે ગાળો આપી. જેથી રાજા કોધિત થયો. | 25 તે રાજા વડે તુરત જ હણાયો, જેથી તે મરીને તિર્યંચ યોનિમાં જન્મ લઈ લઈ ફેર ભવ પામી મદિરા પીનારો દેવદત્ત થયો.