________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર
એ આ બાળક ગુણો વડે શેભી રહ્યો છે. પ્રદ્યુમ્ન અનંગ (અશરીરી) થઈને બીજાઓને વિકાર કરાવનાર છે. છતાં પોતાના અદ્દભુત રૂપથી શરીરી એવો તે બીજાઓને આહ્લાદ આપનાર છે. રી-પુરૂષોના ચિત્ત અને ચક્ષુનું હરણ કરવાથી બાલ્યકાળથી પ્રદ્યુમ્નનું રૂ૫ ચેર જેવું બન્યું. જેમ જેમ બાળકની વય વધતી જાય છે તેમ તેમ માતા-પિતાના ઘરમાં અખૂટ ધન-ધાન્યના ભંડાર ધતા જાય છે. પંડિતની પાસે શસ્ત્રકલા અને શાસ્ત્રકલા ગ્રહણ કરતા પૂર્ણિમાના ચંદ્રની જેમ સર્વકલામાં સંપન્ન બન્ય. માતા-પિતાને પ્રાણથી પણ અધિક પ્રિય એ પ્રદ્યુમ્નકુમાર પોતાના ભાગ્ય અને સૌભાગ્યથી આખાયે નગરમાં સર્વમાન્ય બની ગયે. વિકાર આદિ દૂષણથી મુક્ત પ્રદ્યુમ્ન સઘળાએ સ્ત્રી-પુરૂષને આશ્ચર્યકારી યુવાવસ્થા પ્રાપ્ત કરી. તેના લાવણ્ય, સૌન્દર્ય અને તારૂણ્યને સ્ત્રીઓ અનિમેષ નયને જોઈ રહેતી, છતાં સ્વયં વિકારથી રહિત રહેતો. ભુજાબેલ વડે ક્રોડા સુભટોથી અજેય એવા પરાક્રમી પ્રદ્યુમ્નની સાથે યુદ્ધ કરવા કેઈ તૈયાર થતું નહી. તેથી બલવાન એવા શત્રુ રાજાઓ પણ સવે તેના પ્રભાવથી મિત્રરૂપે આવીને રહ્યા. અને જે અભિમાની રાજાઓ હતા, તે બધાને પણ પોતાની કલાથી જીતીને વશ કર્યા. નજીકમાં રહેલા સઘળા શત્રુરાજાઓને વશ કરી પિતાની આજ્ઞાને સ્વાધીન ર્યા, અને દૂર દૂર રહેલા શત્રુઓને જીતવા માટે પિતાની આજ્ઞાથી મેટું સૈન્ય લઈને પ્રયાણ કર્યું. શૂરવીર, રણવીર અને પરાક્રમી એવા વિદ્યાધર રાજાઓને પણ જીતીને શત્રુરાજાના દેશમાં પિતાની આજ્ઞાન વિજયધ્વજ ફરકાવી યશસ્વી એવો પ્રદ્યુમ્નકુમાર પિતાની રાજધાની પાસે આવ્યો.
समागच्छंतमाकर्ण्य, कृत्वा दिग्विजयं वरं । द्रंग शृगारयित्वा तं, प्रावेशयत्पितोत्सवैः ॥१७॥ कालसंवरभूपेन, वीक्ष्यांगजचित्यत । मयास्य जातमात्रस्य, यौवराज्यं पुरार्पितं ।१८। अथातुलेषु भूपेषु, नागरेषु नरेषु च । वीक्षमाणेषु हर्षेण, तत्पदं प्रददाम्यहं ।१९। परिकल्प्येति भूपालः, प्राह प्रद्युम्नमंगजं । दत्तमासीत्पुरा बाल्ये, यौवराज्यं मया तव ।२०। साक्षिकं भूरिभूपानां, सांप्रतं त्वं गृहाण तत् । इत्युक्तोऽवक्सुतो ह्रीमान्, योग्यस्य तत्प्रदीयतां।। महीपालोऽवदत्पुत्र ! योग्यस्यैव प्रदीयते । कथयित्वेति तद्दत्तं, महैः पश्यत्सु राजसु ।२२। यौवराज्यं सुते दत्वा, दानानि याचकेषु च । भूपेषु बहुमानानि, मुमुदे कालसंवरः ।२३। तारुण्ये यौवराज्येऽपि संप्राप्ते निजताततः। चित्रं कस्यापि जातो न, प्रद्युम्नो विकृतिप्रदः ।२४। प्रद्युम्नः प्रायसश्चित्तभवो भवति भूपृशां । एश्वर्य प्रबले प्राप्ते सोऽभवत्स्वांतसंस्थितः ।२५। प्रद्युम्नस्योपरि प्रायः, स्नेहिनो देहिनोऽवनौ । पदव्यामुपलब्धायां, संजाता तन्मयी पुरी ॥२६॥ निकेतनेषु हट्टेषु, मार्गेषु च चतुःपथे । स्वाध्याये क्रियते लोकैस्तस्यैव भाग्यवर्णनं ।२७।
દિગ્વિજય કરીને આવેલા પુત્રને કાલસંવર રાજાએ નગર શણગારીને મહોત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્યો. વિજયી પુત્રને જોઈને પ્રસન્ન થયેલા રાજાએ વિચાર્યું કે “આ પુત્રને મેં જન્મતાં જ યુવરાજની પદવી આપી છે, તે હવે બધાએ રાજાઓ અને નગરવાસીઓ સમક્ષ મહોત્સવપૂર્વક યુવરાજપદ આપું. એમ વિચારીને પ્રદ્યુમ્નને કહ્યું: “મેં તને બાલપણમાં યુવરાજપદ આપ્યું હતું,