Book Title: Shadavashyak Balavbodha
Author(s): Merusundar Gani, Niranjana Vora
Publisher: Niranjana S Vora

View full book text
Previous | Next

Page 8
________________ નિવેદન ગુજરાતી સાહિત્યપરિષદમાં, સાહિત્યકોષના સંપાદનકાર્ય નિમિત્તે જૈનસાહિત્યનો અને વિશેષ રીતે હસ્તપ્રતસાહિત્યનો અભ્યાસ કરવાની તક મળી. પ્રાકૃતાદિ ભાષાઓમાં જૈનદર્શનના નિરુપણના સંદર્ભમાં વિપુલ સાહિત્ય રચાયેલું છે. મધ્યકાળના ગુજરાતી સાહિત્યમાં જૈનોનું પ્રદાન અનેક દૃષ્ટિએ નોંધપાત્ર છે. મધ્યકાલીન હસ્તપ્રતોમાં, રાસ, ચોપાઈ, આખ્યાનો, સજઝાયો, ચરિત્રકથાઓ વગેરે પ્રકારોમાં જૈન સાહિત્ય સચવાયેલું છે. પદ્યસાહિત્યની સાથે સાથે વ્યુત્પન્ન જૈનપંડિતો દ્વારા રચાયેલા બાલાવબોધ, સ્તવક ટબા વગેરેમાં ગદ્યસાહિત્યના પ્રકારો પણ જોવા મળે છે. ગૂજરાત વિદ્યાપીઠમાં, આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્રમાં રિસર્ચ એસોસિએટ તરીકે સંશોધનકાર્ય કરવાની તક મળી ત્યારે બાલાવબોધ-સાહિત્યનો વિશેષ અભ્યાસ કરવાનું વિચાર્યું. મેરુસુંદરગણિના પડાવશ્યક બાલાવબોધ'નું સંપાદન-સંશોધન એ અભ્યાસક્રમનો મુખ્ય વિષય રહ્યો. આવશ્યક' આગમોનું બીજું મૂળસૂત્ર છે. તેમાં નિત્ય કર્મના પ્રતિપાદક આવશ્યક ક્રિયા-અનુષ્ઠાનરૂપ કર્તવ્યોનો ઉલ્લેખ છે તેથી તેને આવશ્યક કહેવામાં આવે છે. “પડાવશ્યકસૂત્ર” માં જૈન આગમોમાં નિર્દેશિત છ આવશ્યક કર્મોનું નિરૂપણ છે. સામયિક, સ્તવન, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. આ સૂત્ર વિશે અનેક ચૂર્ણિઓ, વ્યાખ્યાઓ, ટીકાઓ અને બાલાવબોધ લખાયા છે. મૂળ ગ્રંથના રહસ્યોદ્દઘાટન માટે તેના પર રચાયેલી વિવિધ વ્યાખ્યાઓ કે ટીકાઓનું અધ્યયન આવશ્યક છે. મૂળ ગ્રંથના ગૂઢ રહસ્યને અને તેની વિશેષતાઓને ફૂટ કરવા માટે વ્યાખ્યાત્મક સાહિત્ય રચવાની ભારતીય ગ્રંથકારોની પુરાણી પરંપરા છે. ગ્રંથકારના અભીષ્ટ અર્થને પ્રગટ કરીને વ્યાખ્યાકાર તેને વાચકો માટે સુબોધ અને સુગ્રાહ્ય બનાવે છે. પ્રાચીન જૈન વ્યાખ્યાત્મક સાહિત્યમાં આગમિક વ્યાખ્યાઓનું અતિ મહત્વપૂર્ણ સ્થાન છે. તેમાં નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, સંસ્કૃત ટીકાઓ અને લોકભાષાઓમાં રચિત વ્યાખ્યાઓ- કે જે બાલાવબોધ નામે પ્રસિદ્ધ છે - તેનો સમાવેશ થાય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 162