Book Title: Shadavashyak Balavbodha Author(s): Merusundar Gani, Niranjana Vora Publisher: Niranjana S Vora View full book textPage 7
________________ આપેલા હોય છે. મેરુસુંદરગણિનો આ પડાવશ્યક બાલાવબોધ મધ્યકાલીન ગુજરાતી ભાષા અને સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. એનું અભ્યાસપૂર્ણ અને સમીક્ષાત્મક સંપાદનકાર્ય કરીને ડૉ. નિરંજનાબહેને મધ્યકાલીન ગુજરાતી ભાષા અને સાહિત્યના ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ અને વિશિષ્ટ પ્રદાન કર્યું છે. ખાસ કરીને મધ્યકાલીન ગુજરાતી ભાષાની હસ્તપ્રતોનો મૂળસ્વરૂપે અભ્યાસ કરનાર અને એની લિપિને ઉકેલનાર વિદ્વાનો આંગળીને વેઢે ગણી શકાય તેટલા છે, તેવા સંજોગોમાં ડૉ. વોરાએ મૂળ હસ્તપ્રતનું વિદ્વત્તાપૂર્ણ સંપાદન કર્યું છે એ બદલ એમને ધન્યવાદ ઘટે છે. અને મધ્યકાલીન ગુર્જર ભાષાની આ સંપાદિત કૃતિ સાચા અર્થ તે ક્ષેત્રના અભ્યાસીઓને સવિશેષ ઉપયોગી નીવડશે એવી દઢ શ્રદ્ધા ધરાવું છું. વિ.સં. ૨૦૬૨, જયેષ્ઠ વદિ ૧૨, તા. ૨૨ જૂન, ૨૦૦૬ ભારતી શેલત પૂર્વ નિયામક, ભો. જે. વિદ્યાભવન અમદાવાદ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 162