Book Title: Sanyamni Suvas Author(s): Vimalsagar Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિવરને આચાર્ય પદવી અર્પણ કરવાનો અવસર એ જૈન શાસનને માટે હર્ષ અને ગૌરવને પ્રસંગ છે. આચાર્યપદ પ્રદાન કરવાના શુભ પ્રસંગે વંદના સાથે તેઓને શતાયુ ઈચ્છીએ, એ જ ભાવના. તા. ૨૨–૧૧–'૭૬ શ્રેણિક કસ્તુરભાઈ પૂ. પંન્યાસ મુનિશ્રી પદ્મસાગરજી મહારાજે પોતાની સાધુતા, વિદ્વત્તા અને ભગવત્પરાયણતાની પ્રજા પર એવી ઊંડી અસર જમાવી છે કે એમનાં વ્યાખ્યાને ચૂકવાનું શ્રોતાઓને દુઃખ લાગે છે. એમની પ્રેરક વાણી, સકળ જગતના જ્ઞાન-વિજ્ઞાનના સંદર્ભમાં, જૈનધર્મના સનાતન સિદ્ધાન્તોને વાચા આપે છે. પરિણામે ભણેલા-અભણ સૌને એમાંથી માર્ગદર્શન અને સંતોષ મળે છે. આવા સમ્યજ્ઞાન ધરાવતા મુનિશ્રી ગુજરાતમાં વિહાર કરે છે તે ગુજરાતની પ્રજાનું હું અહોભાગ્ય સમજુ છું. એ અહોભાગ્ય દીર્ઘ કાળ ટકે તેવી પરમ કૃપાળું જિન પ્રભુને હું પ્રાર્થના કરું છું. પૂ. મુનિશ્રીની ઉપદેશવાણુની અમૃતગંગા અહોનિશ વહેતી રહે ! અમદાવાદ ઈશ્વરભાઈ પટેલ ૧૨–૧૧–૭૬ (ગુજરાત યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર) પ. પૂ. પંન્યાસજી મહારાજ શ્રી પદ્મસાગરજી ગણિની સાથે છેલ્લાં પાંચેક વરસથી ઘનિષ્ઠ આત્મીય સંબંધમાં આવેલ હોવાથી તેમના વ્યક્તિત્વ અંગે અને મારા તેમની સાથેના કેટલાક પરિચય-પ્રસંગે અંગે ઘણું લખી શકાય તેમ હોવા છતાં, પ્રસંગને ધ્યાનમાં રાખી, હું મારું મંતવ્ય ટૂંકમાં રજૂ કરીશ. સને ૧૯૭૨ની સાલનું ચેમાસું પદ્મસાગરજી મહારાજ નવરંગપુરા ઉપાશ્રયમાં ગાળતા હતા. તે વખતે “હીરસૌભાગ્ય કાવ્ય” નામના પુસ્તકનું ઉદ્દઘાટન તામિલનાડુના રાજ્યપાલ શ્રી કે. કે. શાહના હસ્તે એક શુભ દિને For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28