Book Title: Sanyamni Suvas
Author(s): Vimalsagar
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્ય પદવી આપવ્વાની જોરદાર વિનંતિ કરવામાં આવી હતી, પણ એ માટે સમય હજુ પાયો ન હતો. ચોમાસા બાદ મહારાજશ્રી વિહાર કરીને પાલીતાણું ગયા અને ગિરિરાજના યાત્રા કરીને, પિતાની દાદાગુરુ તથા ગુરુવયના પગલે પગલે, જામનગર ગયા. જામનગરમાં આચાર્ય ભગવંત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં ત્રણ ધમપ્રસંગે ઉજવાયા: પંન્યાસજી મહારાજ શ્રી કલ્યાણસાગરજી ગણિને આચાર્ય પદવી આપવામાં આવી; મુનિરાજ શ્રી પદ્મસાગરજી ગણિને પંન્યાસ પદવી આપવામાં આવી; અને કેલ્હિાપુરનિવાસી ભાઈ દિલીપકુમારને દીક્ષા આપવામાં આવી અને એમનું નામ મુનિ દેવેન્દ્રસાગરજી રાખવામાં આવ્યું. જામનગરમાં ઊજવવામાં આવેલ આ દીક્ષા મહોત્સવ મુંબઈના પાટી જૈન સંધ તરફથી ઊજવવામાં આવ્યો હતો, એ આ મહોત્સવની વિશેષતા હતી; અને એ શ્રી પદ્મસાગરજી મહારાજે આ સંઘની કેટલી પ્રીતિ અને ભક્તિ સંપાદન કરી હતી એની સાક્ષી પૂરતી હતી. આ ઉત્સવ દરમ્યાન જ આચાર્ય મહારાજ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજે પોતાના વ્યાખ્યાનમાં જાહેર કર્યું હતું કે વિ. સં. ૨૦૩રનું ચોમાસું પૂરું થયા બાદ, પોતાના પ્રશિષ્ય પદ્મસાગરજી ગણિને મહેસાણાના શ્રી સીમંધરસ્વામી તીર્થમાં, આચાર્ય પદવી આપવામાં આવશે. આ વાત જાણીને સૌ ખૂબ રાજી થયા હતા. આ પછી પંન્યાસ શ્રી પદ્મસાગરજી ગણિ વિ. સં. ૨૦૩રના ચોમાસા માટે અમદાવાદ પધાર્યા હતા અને એ ચોમાસું ઉસ્માનપુરામાં કર્યું હતું. ઉસ્માનપુરા જૈન સંઘ, અમદાવાદના સંધના ભાઈઓ-બહેનેએ તેમ જ અમદાવાદની જાહેર જનતાએ મહારાજશ્રીની હૃદયસ્પર્શી ધર્મદેશનાને ખૂબ લાભ લીધો હતોઅને આ ચોમાસા દરમ્યાન વધુમાં વધુ શાસનપ્રભાવના થાય એ માટે ઉસ્માનપુરા સંઘના પ્રમુખ શ્રી હરિભાઈ ધરમચંદ, શ્રી શાંતિલાલ મેહનલાલ, શ્રી અમૃતલાલ કેલ્હાપુરવાળા, શ્રી ભીખાભાઈ ફૂલચંદ, શ્રી કાંતિભાઈ નરેડાવાળા વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28