________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય પદવી આપવ્વાની જોરદાર વિનંતિ કરવામાં આવી હતી, પણ એ માટે સમય હજુ પાયો ન હતો.
ચોમાસા બાદ મહારાજશ્રી વિહાર કરીને પાલીતાણું ગયા અને ગિરિરાજના યાત્રા કરીને, પિતાની દાદાગુરુ તથા ગુરુવયના પગલે પગલે, જામનગર ગયા. જામનગરમાં આચાર્ય ભગવંત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં ત્રણ ધમપ્રસંગે ઉજવાયા: પંન્યાસજી મહારાજ શ્રી કલ્યાણસાગરજી ગણિને આચાર્ય પદવી આપવામાં આવી; મુનિરાજ શ્રી પદ્મસાગરજી ગણિને પંન્યાસ પદવી આપવામાં આવી; અને કેલ્હિાપુરનિવાસી ભાઈ દિલીપકુમારને દીક્ષા આપવામાં આવી અને એમનું નામ મુનિ દેવેન્દ્રસાગરજી રાખવામાં આવ્યું.
જામનગરમાં ઊજવવામાં આવેલ આ દીક્ષા મહોત્સવ મુંબઈના પાટી જૈન સંધ તરફથી ઊજવવામાં આવ્યો હતો, એ આ મહોત્સવની વિશેષતા હતી; અને એ શ્રી પદ્મસાગરજી મહારાજે આ સંઘની કેટલી પ્રીતિ અને ભક્તિ સંપાદન કરી હતી એની સાક્ષી પૂરતી હતી.
આ ઉત્સવ દરમ્યાન જ આચાર્ય મહારાજ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજે પોતાના વ્યાખ્યાનમાં જાહેર કર્યું હતું કે વિ. સં. ૨૦૩રનું ચોમાસું પૂરું થયા બાદ, પોતાના પ્રશિષ્ય પદ્મસાગરજી ગણિને મહેસાણાના શ્રી સીમંધરસ્વામી તીર્થમાં, આચાર્ય પદવી આપવામાં આવશે. આ વાત જાણીને સૌ ખૂબ રાજી થયા હતા.
આ પછી પંન્યાસ શ્રી પદ્મસાગરજી ગણિ વિ. સં. ૨૦૩રના ચોમાસા માટે અમદાવાદ પધાર્યા હતા અને એ ચોમાસું ઉસ્માનપુરામાં કર્યું હતું. ઉસ્માનપુરા જૈન સંઘ, અમદાવાદના સંધના ભાઈઓ-બહેનેએ તેમ જ અમદાવાદની જાહેર જનતાએ મહારાજશ્રીની હૃદયસ્પર્શી ધર્મદેશનાને ખૂબ લાભ લીધો હતોઅને આ ચોમાસા દરમ્યાન વધુમાં વધુ શાસનપ્રભાવના થાય એ માટે ઉસ્માનપુરા સંઘના પ્રમુખ શ્રી હરિભાઈ ધરમચંદ, શ્રી શાંતિલાલ મેહનલાલ, શ્રી અમૃતલાલ કેલ્હાપુરવાળા, શ્રી ભીખાભાઈ ફૂલચંદ, શ્રી કાંતિભાઈ નરેડાવાળા વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી.
For Private And Personal Use Only