Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જી.)
NEW
માં
*
*
E
જીજે-30 Google
સંયનની સુવાસ
FEIER
શ્રી સીમંધરસ્વામિ જિનમ દિર
ખાતાના ઉપાસકેગણુ. મહેસાણા (ઉ. ગુજરાત).
In..
Fા
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
www.kobatirth.org
વાત્સલ્યસિધુ પરમસાધક ચારિત્રમૂર્તિ
શાસન પ્રભાવક આચાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. 6 0 % weણું
પરમાત્મભકિતના પરમઉપાસક પ. પૂ. આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી મ. સા.
પ્રવચનકુશલ આચાર્ય શ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ. સા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિ. સં. ૨૦૩૩, માગસર વદિ ૩, તા. ૯-૧૨-૧૯૭૬, ગુરુવારના શુભ દિને પરમપૂજય પંન્યાસ શ્રી પદ્મસાગરજી ગણિવરને
આચાર્ય પદવી અર્પણ કરવા માટે મહેસાણુ શ્રી સીમંધરસ્વામી તીર્થમાં યોજાયેલ
સમારોહ પ્રસંગે વિનમ્ર પ્રશસ્તિ
સં ય મ ની સુવાસ
Muni Vimal Sagar
શ્રી સીમંધરસ્વામી જિનમંદિર ખાતાના ઉપાસકગણુ
મહેસાણું
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પૂ. પદ્મસાગરજી મહારાજ સાહેબને આચાર્ય પદ પ્રદાન કરવાના પ્રસંગે તેમના વ્યક્તિત્વ વિષેની પ્રશસ્તિનું સંકલન કરી પત્રિકા પ્રગટ કરવા વિચાર્યું છે, તે ઉચિત છે. અમદાવાદ, તા. ૪–૧૧–૭૬
કસ્તુરભાઈ લાલભાઈ
સુજ્ઞ વાચકો પ્રતિ
જ્ઞાન, સાધના અને પ્રભાવક વકૃતત્વકશલ્યને ત્રિવેણીસંગમ જેમના ઉન્નત વ્યક્તિત્વમાં દષ્ટિમાન થાય છે, તેવા ધર્મ આરાધક પૂ. પં. શ્રી પદ્મસાગરજી મહારાજના જીવન અંગે સૌકોઈને જિજ્ઞાસા થાય તે સ્વાભાવિક છે. તેથી તેમને કે પરિચય બહાર પાડવાને વિચાર કરેલ. આ ભાવનાને કાર્યાન્વિત કરવા તેમની સાથે ભક્તિપૂર્વક સંસર્ગ સાધી તેમના પૂર્વજીવનની માહિતી મેળવવા ઇચ્છા પ્રદર્શિત કરી, ત્યારે તેમણે ખૂબ જ સોમ્ય ભાવે, પોતાના સાધુજીવનની મર્યાદાને ઉલ્લેખ કરી, ગુરુઆજ્ઞાનુસાર, એ માટે અનિચ્છા વ્યક્ત કરી.
- તેથી અમારા પોતાના સંતોષ ખાતર, પૂ. મહારાજ સાહેબના ધર્મપ્રશંસક સંભાવિત સંગ્રહસ્થાના અનુમોદનાયુક્ત પ્રશસ્તિભાવ વ્યક્ત કરતી એક નાની સરખી પુસ્તિકા તૈયાર કરી પૂ. મહારાજશ્રીના આચાર્યપદ પ્રદાન પ્રસંગે પ્રગટ કરવાનું પ્રલોભન અમે ન રોકી શક્યા, તેથી આ પુસ્તિકા પ્રગટ કરી અને ધન્યતા અનુભવીએ છીએ.
આશા છે કે પૂ. મહારાજશ્રીના વાત્સલ્યસભર વ્યક્તિત્વનું યત્કિંચિત દર્શન કરાવવામાં આ પુસ્તિકા ઉપયોગી થશે.
સમાજના વિભિન્ન ક્ષેત્રના પ્રતિનિધિ તરીકે જે જે શ્રેષ્ઠીઓ તથા મોવડીઓના ઊર્મિભાવે આ પુસ્તિકા માટે મળ્યા છે, એ સૌ પ્રત્યે અમે આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ.
પ્રકાશક
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
GOVERNOR OF GUJARAT
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Raj Bhavan Ahmedabad-380004 December 1, 1976
MESSAGE
I am happy to know that Shri Padmasagarji who is known for his learned discourses on Jainism is being conferred Acharyapad on December 9, 1976 at Mehsana.
Jainism has made a valuable contribution to the Indian culture and philosophy. It played a notable role in spreading the gospel of nonviolence and tolerance among men. Its inpact in Gujarat is distinctive and pervading.
I wish the celebrations all success.
K. K. Viswanathan
પ. પૂ. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી તથા આચાય શ્રી કલ્યાણસાગરસૂરીશ્વરજી,
વિ. પૂ. પંન્યાસ મુનિ શ્રી પદ્મસાગરજીને આચાય પછી અપાય છે, તે પ્રસંગે ઉપસ્થિત થવા માટેનું આમંત્રણ મળ્યું છે. મારી ઉંમર તથા તબિયતના કારણે મહેસાણા ઉપસ્થિત થઈ શકાય તેમ બની શકે તેમ નથી. ચિ. નરાત્તમ વિ. આવશે.
For Private And Personal Use Only
પૂ. પંન્યાસ શ્રી પદ્મસાગરજીએ તેમનાં પ્રવચનાથી જૈન દર્શનની જૈન-જૈનેતરામાં સૌંદર છાપ ઉપસાવી છે. એમને આચાય પી અપાય છે તે સુયેાગ્ય થઈ રહ્યું છે. જૈન શાસન સદાય પ્રાણવાન અને જયવંતુ પ્રવતે તેમાં પૂ. મુનિશ્રી વધારે ને વધારે કાળા આપે તેવી શુભેચ્છાઓ
આ પ્રસંગે વ્યક્ત કરું છું.
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપને તથા બીજા મુનિ મહારાજાઓને વંદન
અમદાવાદ તા. ૧૬-૧૧-૭૬
કેશવલાલ લલુભાઈની ૧૦૦૮ વંદના સ્વીકારશોજી.
પરમ પૂજ્ય પંન્યાસ શ્રી પદ્મસાગરજી મહારાજે સાધુપણુની નિર્મળ સાધના કરીને જ્ઞાન અને ચારિત્રની જે સિદ્ધિ મેળવી છે, એનાં દર્શન એમના પરિચયમાં આવનાર હરકોઈ વ્યક્તિને સહજતાથી થાય છે. આથી પણ વિશેષ પ્રભાવ તે તાજને ઉપર તેમની અલૌકિક વાણી અને વ્યક્તિત્વથી ભરપૂર તેમનાં મનનીય વ્યાખ્યાને દ્વારા પડે છે. અને આ સાંભળવાને લહાવો જે કોઈને મળે છે તેઓ પોતાની જાતને ભાગ્યશાળી માને છે.
તેઓએ જૈનધર્મનાં તથા અન્ય ધર્મોનાં શાસ્ત્રનું તેમ જ ધર્મભાવનાની પોષક અન્ય વિદ્યાઓનું ઊંડું વાંચન-મનન કરીને, પોતાના કલ્યાણ માટે, જે નવનીત મેળવ્યું છે, તેને લાભ તેઓ પોતાની બુલંદ, સચોટ અને મધુર વાણી દ્વારા હજારો શ્રોતાઓને આપીને શાસનની જે પ્રભાવના કરી રહ્યા છે, તે અપૂર્વ અને ખૂબ અનુમોદનીય છે. એમની વાણું જેમ હૃદયસ્પશી છે, તેમ ખૂબ કર્ણમધુર પણ છે; અને તેથી એ લાંબા વખત સુધી શ્રેતાઓના અંતરમાં ગુંજ્યા કરે છે અને એમને ધર્મના માર્ગે પ્રેર્યા કરે છે.
ગણધરવાદ જેવા તત્ત્વજ્ઞાનના ગહન વિષય ઉપર એમને બોલતાં સાંભળીને તે હદય જાણે દિવ્ય આનંદમાં ખોવાઈ જાય છે અને જીવનસ્પશી લાગણીને અનુભવ કરે છે. વળી, બીજા કોઈ પણ ગહન વિષયની રજૂઆત અને સમજૂતી તેઓ જે સરળતાથી કરી શકે છે, તેથી તેઓએ જ્ઞાનને પચાવીને કેટલું આત્મસાત કર્યું છે તે જાણી શકાય છે. સામાન્યમાં સામાન્ય માનવી પણ એમની આવી જ્ઞાન અને વાણુની સિદ્ધિને લાભ ખૂબ સરળતા અને ઉલ્લાસથી લઈ શકે છે.
આવા એક સમર્થ જ્ઞાની છતાં નમ્રતા અને સરળતાના ઉપાસક
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિવરને આચાર્ય પદવી અર્પણ કરવાનો અવસર એ જૈન શાસનને માટે હર્ષ અને ગૌરવને પ્રસંગ છે. આચાર્યપદ પ્રદાન કરવાના શુભ પ્રસંગે વંદના સાથે તેઓને શતાયુ ઈચ્છીએ, એ જ ભાવના. તા. ૨૨–૧૧–'૭૬
શ્રેણિક કસ્તુરભાઈ
પૂ. પંન્યાસ મુનિશ્રી પદ્મસાગરજી મહારાજે પોતાની સાધુતા, વિદ્વત્તા અને ભગવત્પરાયણતાની પ્રજા પર એવી ઊંડી અસર જમાવી છે કે એમનાં વ્યાખ્યાને ચૂકવાનું શ્રોતાઓને દુઃખ લાગે છે.
એમની પ્રેરક વાણી, સકળ જગતના જ્ઞાન-વિજ્ઞાનના સંદર્ભમાં, જૈનધર્મના સનાતન સિદ્ધાન્તોને વાચા આપે છે. પરિણામે ભણેલા-અભણ સૌને એમાંથી માર્ગદર્શન અને સંતોષ મળે છે. આવા સમ્યજ્ઞાન ધરાવતા મુનિશ્રી ગુજરાતમાં વિહાર કરે છે તે ગુજરાતની પ્રજાનું હું અહોભાગ્ય સમજુ છું. એ અહોભાગ્ય દીર્ઘ કાળ ટકે તેવી પરમ કૃપાળું જિન પ્રભુને હું પ્રાર્થના કરું છું.
પૂ. મુનિશ્રીની ઉપદેશવાણુની અમૃતગંગા અહોનિશ વહેતી રહે ! અમદાવાદ
ઈશ્વરભાઈ પટેલ ૧૨–૧૧–૭૬
(ગુજરાત યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર)
પ. પૂ. પંન્યાસજી મહારાજ શ્રી પદ્મસાગરજી ગણિની સાથે છેલ્લાં પાંચેક વરસથી ઘનિષ્ઠ આત્મીય સંબંધમાં આવેલ હોવાથી તેમના વ્યક્તિત્વ અંગે અને મારા તેમની સાથેના કેટલાક પરિચય-પ્રસંગે અંગે ઘણું લખી શકાય તેમ હોવા છતાં, પ્રસંગને ધ્યાનમાં રાખી, હું મારું મંતવ્ય ટૂંકમાં રજૂ કરીશ.
સને ૧૯૭૨ની સાલનું ચેમાસું પદ્મસાગરજી મહારાજ નવરંગપુરા ઉપાશ્રયમાં ગાળતા હતા. તે વખતે “હીરસૌભાગ્ય કાવ્ય” નામના પુસ્તકનું ઉદ્દઘાટન તામિલનાડુના રાજ્યપાલ શ્રી કે. કે. શાહના હસ્તે એક શુભ દિને
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાખવામાં આવેલ હતું. હું તે વખતે ગુજરાત રાજ્યના નાણું અને કાયદામંત્રી હતા. એ પ્રસંગે હાજર રહેવાનું મને આમંત્રણ હતું. આ અગાઉ પણ મારા પરમ ધર્મમિત્ર અને બાળસાથી માજી નગરપતિ શ્રી નરોત્તમભાઈ ઝવેરીએ શ્રી પદ્મસાગરજી મહારાજના વ્યાખ્યાનમાં કઈક દિવસે હાજરી આપી, તેમની ધીર, ગંભીર, અખલિત વાણીને લાભ લેવા મને સૂચન કર્યું હતું. આથી, આ આમંત્રણને સહર્ષ સ્વીકાર કરી, હું સમારંભમાં હાજર રહ્યો. માનનીય શ્રી કે. કે. શાહ વડેદરાથી મોટરમાં આવવાના હતા, પરંતુ આકસ્મિક તેમનું આગમન મોડું થવાથી ખીચોખીચ ભરાયેલ સભાગૃહ અકળાઈ રહ્યું હતું. સભામાં સૂચન થવાથી મહારાજશ્રીએ સમારંભની શરૂઆત કરવા, મને બે શબ્દ બોલવા કહ્યું. શરૂઆતમાં મેં બેલવાની અનિચ્છા બતાવી, કારણ કે આવા જૈન ધાર્મિક પ્રસંગે બલવાને મારો મહાવરે ન હતા, ઈચ્છા પણ ન હતી. પૂ. મહારાજશ્રીના આગ્રહથી અને તેમના આશીર્વચનથી મેં બોલવાનું શરૂ કર્યું.
માનનીય શ્રી કે. કે. શાહ આવે ત્યાં સુધી સભાગૃહને કાર્યક્રમ આપવો જરૂરી હોવાથી હું લગભગ ચાલીશ મિનિટ સુધી બેલ્યો, અને, મળેલ માહિતી મુજબ, મારા વકતવ્યની સભાગૃહ ઉપર એકંદર સારી છાપ પડી હતી.
આ પ્રસંગ પછી પૂ. મહારાજશ્રી સાથે મારે પરિચય ઉત્તરોત્તર ગાઢ બનતે ગયે, અને બીજા જૈન પ્રસંગે વખતે બેલવા માટે તેઓ મને જરૂરી પ્રેરણા, માર્ગદર્શન અને માહિતી આપતા ગયા. ટૂંકમાં, મારે એ સ્વીકારવું જોઈએ કે, જૈન અને જૈનેતર ધાર્મિક કાર્યક્રમો વખતે પ્રાસંગિક પ્રવચન કરવા માટે તેમણે મને વાચા આપી છે.
પિથાપુર બાજુ જતાં તેઓએ જ્યારે ગાંધીનગરના મારા નિવાસસ્થાને એક દિવસ માટે સ્થિરતા કરી, ત્યારે મારાં કુટુંબીજને અને ગાંધીનગરના બીજા મંત્રીઓ અને કર્મચારીવર્ગ તેમની હૃદયસ્પર્શી, સરળ અને મધુર વાણીથી ઘણુ પ્રભાવિત થયાં હતાં.
હિન્દીમાં પ્રવચન આપનાર વક્તા ગુજરાતીભાષી આબાલવૃદ્ધ બહેનેભાઈઓને મંત્રમુગ્ધ કરી દે, એ બિના જ એમની હૃદયની નિર્મળતા અને વાણીની સિદ્ધિની સાક્ષી પૂરે છે.
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાર બાદ અમદાવાદના તેમના જૈનનગરના ચેામાસા દરમ્યાન મે તેમની નિશ્રામાં પષણુપની આરાધના કરી હતી. વળી, મુંબઈમાં તેમનાં ગાવાલિયા ટેન્ક અને ચેાપાટીનાં ખે ચામાસાં દરમ્યાન પણ મેં મુંબઈ જઈ, તેમના સાનિધ્યમાં, પૂરા ઉલ્લાસથી, વિધિપૂર્વક પ ણ પની આરાધના કરી હતી, આત્મિક વિકાસ માટે અતિ નમ્ર પ્રયાસ કર્યાં હતા. આ રીતે મારા જીવનમાં મને પહેલાંથી જે કાંઈ ધાર્મિક સ`સ્કાર મળ્યા હતા, તેમાં તેમણે વૃદ્ધિ કરી છે અને તેને દઢ બનાવ્યા છે. અને દિનપ્રતિદિન તેમના માર્ગદર્શન દ્વારા હુ. મારા વિકાસ સાધતા રહ્યો છું. એમને! મારા ઉપર આ ઉપકાર અવિસ્મરણીય છે.
આ રીતે તેમની ખૂબ નજદીક આવવાનું સૌભાગ્ય મને સાંપડયું છે, એટલું જ નહીં, પરંતુ અવારનવાર રાજકીય, આર્થિક, સામાજિક અને ધાર્મિક પ્રશ્નો બાબત તેમની સાથે ચર્ચા-વિચારણા કરીને એમની પાસેથી મેં માદન પણ મેળવ્યું છે.
જ્યારે તેઓ પ્રવચન આપતા હાય છે, ત્યારે તેમની ગંગાના પ્રવાહ જેવી અસ્ખલિત, ધીર, ગંભીર, ભાવવાહી દૃષ્ટાંત–શૈલીથી સમૃદ્ધ વાણીથી શ્રાતાજના મુગ્ધ બની જાય છે. આબાલવૃદ્ધ સૌકાઈ શરૂથી અંત સુધી રસમાં તરખાળ બને છે. તેમને જ્યારે જ્યારે હું સાંભળું છું ત્યારે મને માજી રાષ્ટ્રપ્રમુખ અને આપણા દેશના વિશ્વવિખ્યાત પ્રકાંડ વિદ્વાન હૈં. રાધાકૃષ્ણનની અસ્ખલિત ધારાએ વહેતી વાણી યાદ આવે છે. વધુમાં, તેમનો વાણીમાં કાઈ દિવસ કડવાશ, દ્વેષ, રાગ કે કંઠારતાનાં દર્શન થતાં નથી, એ એની વિરલ વિશેષતા છે. આવી સત્ય છતાં પ્રિયકર એવી વાણી કવચિત્ જ સાંભળવા મળે છે. પૂ. પદ્મસાગરજી મહારાજશ્રીની વાણીમાં આવે! સુભગ સંયોગ દેખાય છે, તેનું કારણ એ છે કે ભગવાન મહાવીરના અનેકાંતવાદ અને સ્યાદ્વાદશૈલીના તેએ અનન્ય ઉપાસક અને પ્રચારક છે. આથી જ કેવળ જૈન દર્શનના જુદા જુદા ફિરકાઓ પ્રત્યે જ નહીં, પરંતુ અન્ય દનેા પ્રત્યે પણ તેમની સહિષ્ણુતા અને આદરભાવના તેમનાં વાણી અને વનમાં ભારાભાર દેખાઈ આવે છે. ટૂંકામાં, જૈન દર્શનની એક બુનિયાદ પરમતસહિષ્ણુતા તેમના જીવનનું એક અંગ બની ગયેલ છે.
આત્મા-પરમાત્મા ઉપરનાં તેમનાં વ્યાખ્યાનાએ તે। જૈન ઉપરાંત
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈનેતર વિદ્વાનેને પણ મુગ્ધ કર્યાં છે. સ્વ દ્વારા આત્માને અને આત્મા દ્વારા પરમાત્માને ઓળખવાનેા ઉપદેશ આપતી તેમની અસ્ખલિત વાણી જ્યારે હું સાંભળું છું, ત્યારે તે જાણે કોઈક જુદા જ પ્રદેશમાં વિચરતા હાઉ' અને અતરના તાર રણઝણી ઊઠતા હાય એવા કાંઈક આ અનુભવ મેં કર્યાં છે. પર્યુ ષણ પર્વના દિવસેામાં તેમનાં વ્યાખ્યાન સાંભળવા એ એક લહાવા તા છે જ, પરંતુ તેમાંય “ગણુધરવાદ” ઉપર તેમનું અભ્યાસપૂણું પ્રવચન સાંભળવું એ તા એક અનેરો લહાવા છે. મારા અને મારા પિતાશ્રીના કુટુ'બના ધાર્મિક સ`સ્કારોના પાયામાં શાસનસમ્રાટ મહાન આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજનાં સત્સંગ અને સાંનિધ્ય રહેલાં છે. ઊભરાતા શ્રાતાગણુ વચ્ચે વરસે. સુધી એક ચત્તે મે' એ સૂરિસમ્રાટ આચાર્ય ના ગણુધરવાદ ઉપરના પ્રવચનને ભાવપૂર્વક શ્રવણુ કર્યું. છે. તેમની શૈલી તથા કથનના મુદ્દો કંઈક જુદાં હાવા છતાં જ્યારે પૂ. પદ્મસાગરજીને ગણુધરવાદ હું સાંભળું છું, ત્યારે મને એ પ્રસંગનુTM સ્મરણ થઈ આવે છે.
અમદાવાદ
તા. ૧૮-૧૧-’૭૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાની ઉંમરમાં જ અથાક પરિશ્રમ અને સતત અભ્યાસથી જેમણે પેાતાની વાણી ઉપર આવાં સંયમ અને સિદ્ધિ મેળવ્યાં છે, જીવનમાં સરળતા, નમ્રતા, પ્રસન્નતા જેવા અનેક ગુણા કેળવ્યા છે, વિદ્વત્તા પ્રાપ્ત કરી છે તથા વિચાર, વાણી અને વનમાં એકવાકથતા મેળવવા પુરુષા કર્યાં છે, એવા પ. પૂ. પંન્યાસજી મહારાજશ્રીને જે આચાર્ય પદ્મ એનાયત કરવામાં આવી રહ્યું છે, તે યોગ્ય છે, એટલુ જ નહીં, પરંતુ જૈન શાસનને માટે એ ગૌરવરૂપ પણ છે. પરમ પૂજ્ય વ્યાખ્યાનવાસ્પતિ શાસ્ત્રવિશારદ ગણિત-જ્યાતિષમાન્ડ સ્વસ્થ આચાર્ય દેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે તેમના વિશે મને અભિપ્રાય આપ્યા હતા કે “તારા ખાત્રુજી ( પદ્મસાગરજી ) ભવિષ્યમાં શાસનના દીવડા થશે.' ખરેખર, તે શાસનને માટે ભવિષ્યની માટી આશા છે.
For Private And Personal Use Only
કાંતિલાલ ધીયા ( ચેરમેન-ઈકા )
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
श्री सारणेश्वराय नमः
In this Thermo Nuclear age, where the instruments of war far outpace the instruments of peace, this concept of non-violence is the last best hope of mankind. At such a juncture, it is for our country to give a lead to the international community towards attainment of positive and lasting peace and it is here that the role of the Acharyas comes into play to guide the society on the path of peace and virtue, to establish the highest standards for which this land is well renowned, and to build up a national conscientious that will make this nation the torch-bearer of peace.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
I have no doubt that this illustrious Jain Acharya will contribute towards attainment of this high ideal in a very great way. It has been my personal experience that any one who comes into contact with Pujya Padmasagar Maharaj, is deeply impressed.
૨
Jainism has also contributed to the rich cultural heritage of our land. Its exquisitely carved temples and its well preserved manuscripts covering a very wide range of topics and dating back to the ancient times, bear testimony to this fact. The efforts of Pujya Padmasagar Maharaj towards the construction and restoration of temples of which Simandhar Swami Teerth, Mehsana, is an example, are really admirable.
In the end, I would again like to express my
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦
deep sense of reverance and admiration for Pujya
Padmasagar Maharaj.
SIROHI (Rajasthan) November 12, 1976
Acharya Shri Kailassagarsuri Gyanmandir
M. K. Raghubir Singh (સિરાહીના મહારાજકુમાર )
પરમ પૂજ્ય, યોગનિષ્ઠ, યુગદશી, આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના વિશુદ્ધ ચારિત્ર્યશીલ શિષ્ય-પ્રશિષ્યામાંના આચાય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી તથા આચાર્ય શ્રી સુબોધસાગરસૂરિજીની નિશ્રામાં દીક્ષિત થઈ ક્રમશઃ ચારિત્ર અને અભ્યાસમાં હરણફાળ ભરી રહેલા પરમ પૂજ્ય પન્યાસ શ્રી પદ્મસાગર ગણુજી જૈન-જૈનેતર વર્ગમાં પેાતાનાં આચાર, વિચાર અને વિશાળ દૃષ્ટિકાણુવાળાં ધાર્મિક પ્રવચનાથી ઘણા જ ખ્યાતનામ થયા છે. મુનિશ્રીના અભ્યાસ, જ્ઞાન, વાંચન, મનન વિશાળ છે. આવા સુયોગ્ય મુનિશ્રીને બહુમૂલી આચાય પછી અપાય છે, ત્યારે તેમના ગાઢ પરિચયમાં આવેલા એક પ્રશંસક તરીકે કાંઈક કહેવાનું પ્રલાલન રોકી શકતા નથી.
પૂજ્ય મુનિશ્રીના પ્રથમ પરિચય આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજી, ઘણાં વર્ષો પૂર્વે, ચારેક કલાકને માટે, વિહારના રસ્તે આવતા મારા બંગલામાં સ્થિરતા કરી રહ્યા હતા ત્યારે થયેલેા. આચાર્યશ્રીએ મારા કુટુંબના સભ્યો તથા અન્ય ભાઈ-બહેનેા સમક્ષ ઘેાડુંક ઉદ્બોધન કર્યા પછી મુનિશ્રી પદ્મસાગરજીને કાંઈક ખાલવા આજ્ઞા આપી. ત્રણ-ચાર મિનિટ માટે જ તેમણે સખાધન કરેલું. નાની ઉંમર હોવા છતાં તેમની વાણી અને શૈલી ઉજ્જ્વળ ભાવિનાં એંધાણ આપી જતી હતી.
ચેડાંક વર્ષો પૂર્વે મુનિશ્રીનું ચામાસુ` અમદાવાદમાં નવરંગપુરા ઉપાશ્રયમાં હતું. ત્યારથી મુનિશ્રોના વધારે ને વધારે પરિચયમાં આવતા ગયા અને સમય ફાજલ કાઢી તેમનાં પ્રવચનેા સાંભળવા જતા થયા. વર્ષો પૂર્વે તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વની જે ઝાંખી થયેલી તેમાં ઘણું પિરવત ન તથા વિકાસ નજરે ચઢયાં. આ સમયે મુનિશ્રીનાં પ્રવચનેાથી આકર્ષાઈ
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ઘણા
લાગ્યા હતા.
૧૧
જૈન-જૈનેતર આગેવાને તેમની વાણીના લાભ લેવા આવવા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા પરમ મિત્ર શ્રી કાંતિલાલ ઘીયાને આ સમયે એક દિવસ મુનિશ્રીના પ્રવચનમાં લઈ જઈ તેમના પરિચય કરાવ્યા, ત્યારથી શ્રી ઘીયા, જે પ્રથમથી જ ધાર્મિક વૃત્તિવાળા અને જૈનધર્મીનુ સારુ એવું જ્ઞાન ધરાવે છે, તે મુનિશ્રી પ્રત્યે આકર્ષાયા અને નિયમિત મુનિશ્રીના પ્રવચનમાં જવા લાગ્યા. બાદ મુનિશ્રીની નિશ્રામાં તેમણે બે પણ મુંબઈમાં જ કર્યાં. અને એક મુંબઈમાં અને ખીજી અમદાવાદમાં એમ બે અઠ્ઠાઈ તપની તપશ્ચર્યા પણ તેમની નિશ્રામાં કરી છે. આમ તા શ્રી ઘીયા રાજકરણી જીવ છે, છતાં મુનિશ્રીના આદેશ-ઉપદેશથી શાસનનાં નાનાં-મોટાં કામામાં આજે પ્રવૃત્ત તથા પ્રયત્નશીલ થઈ રહ્યા છે.
નવરંગપુરાના ચામાસા પછી ખીજે વર્ષે પણ અમદાવાદમાં જૈનનગરમાં જ મુનિશ્રીનું ચામાસું થયું. તેમાં પણ મુનિશ્રીનું આકષ ણુ તથા કીતિ વધતાં જ ગયાં. ૧૯૭૬ નું ચામાસુ` મુનિશ્રી ઉસ્માનપુરાના ઉપાશ્રયમાં બિરાજમાન હતા. આ વખતે પણ તેમનાં પ્રવચનેાનું આકર્ષણ વધતું જ રહ્યુ છે. દિન-પ્રતિદિન મુનિશ્રીની શૈલી વધારે ને વધારે તત્ત્વદશી, સૌમ્ય અને મધુર થતી જાય છે. પોતે હિંદી ભાષામાં પ્રવચન આપે છે, જૈન ભાઈ-બહેન, જેમને હિંદીના અભ્યાસ નથી, તેઓને મુનિશ્રી જાણે પેાતાની માતૃભાષામાં-ગુજરાતીમાં ખેલતા હેાય તેવી જ પ્રતીતિ થાય છે તેમની ભાષામાં એવી સરળતા છે. વળી, તેમનું સુંદર પ્રવચન આધુનિક દાખલાલીલા સાથેનું અને આજના વિજ્ઞાનને! ધર્મ સાથે સમન્વય કરાવતું અસ્ખલિત રીતે, નદીના પ્રવાહની માફક, એવું મધુરતાથી વહેતુ જાય છે કે વ્યાખ્યાનને સમય કયાં ચાલ્યા ગયા તેનેા ખ્યાલ થેાતાઓને આવતા નથી; વ્યાખ્યાન સમાપ્ત થાય ત્યારે જ સમયને! ખ્યાલ આવે છે.
મુનિશ્રી પાતાના પ્રવચનમાં જૈન તત્ત્વદર્શનને અણીશુદ્ધ રીતે રજૂ કરવાની સાથે સાથે અન્ય ધર્મગ્રંથાનાં ટાંચણા તથા અન્યદર્શની મહાપુરુષાના જીવનપ્રસંગેા બહુ સચેાટ રીતે વણી લેતા હોય છે. ઉપરાંત, તેમનું વક્તત્વ હિંદુધર્મ, ગીતા, બૌદ્ધધમ, ક્રિશ્ચીયન ધર્મી તથા કુરાનમાંનાં
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટાંચણ અને કથાનકેથી મિશ્રિત હોય છે, તેથી એ આજના ધાર્મિક અભ્યાસથી વંચિત રહેતા યુવક-યુવતીઓને ઘણું જ આકર્ષે છે.
શાસનના એક પ્રભાવશાળી, અગ્રણી મુનિ તરીકે તેઓ બહાર આવી રહ્યા છે, તે આપણું શાસનનું એક અહેભાગ્ય છે. એમના માટે ઘણું ઘણું લખી શકાય તેમ છે, પણ આ નાની પુસ્તિકામાં, આ પ્રસંગે, મુનિશ્રીનાં ચારિત્ર્ય, જ્ઞાન તથા શાસનપ્રભાવનાની ધગશ સોળે કળાએ ખીલે તેવી અભિલાષા સાથે “શિવમસ્તુ સર્વ જગતઃ” કહી વિરમું છું.
નત્તમ કેશવલાલ ઝવેરી (અમદાવાદ મ્યુનિ. કોરપોરેશનના ભૂતપૂર્વ મેયર)
મુનિશ્રી પદ્મસાગરજી મહારાજના આચાર્ય પદવી સમારંભના શુભ પ્રસંગે મારી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. પિતાનાં ઉચચ વિચાર, વાણી અને કર્તવ્યથી મુનિશ્રી સામાજિક, નૈતિક અને આધ્યાત્મિક પરિવર્તનમાં પિતાને ફાળો આપવા દીર્ધાયુ ભોગવે એવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના છે.
અમદાવાદ,
૫. મા. પંત તા. ૧૮-૧૧-૭૬ (આઈ.જી. પી.-મુખ્ય પિલિસ અધિકારી, ગુજરાત રાજ્ય)
Heartiest congratulations for the glorious function of your Acharya Padavi.
Mohanlal Sukhadia (Gevernor of Tamilnadu )
અમારા શ્રીસંઘની આગ્રહભરી વિનંતીથી પરમપૂજ્ય આચાર્ય દેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીના પટ્ટધર શિષ્ય પૂજ્ય આચાર્યદેવ શ્રી કલ્યાણ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૩
સાગરસૂરીશ્વરજીના શિષ્યરત્ન પૂજ્ય પંન્યાસ શ્રી પદ્મસાગરજી મહારાજ સાહેબ સં. ૨૦૩૨ ની સાલે અત્રે ચાતુર્માસ બિરાજેલા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રીની શક્તિ અને સામર્થ્યનાં જે દર્શન થયાં તેનું ટૂંકું બયાન આપવું હાય તા કહી શકાય કે પદ્મસરોવરમાંથી વહેતા વારિપ્રવાહની યાદ આપતા તેમને જ્ઞાનગંગાત્રી સમે વાણીપ્રવાહ નીરખવા મળ્યા, સાંભળવા મળ્યા.
સ્વભાવની મિલનતા, વાણીની મધુરતા, ચિત્તની પ્રસન્નતા, ગુણુગ્રાહકતા અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના વહેણને નીરખવાની યાગ્યતા વગેરે ગુણાથી શ્રીમંતા, ધીમંતા અને રાજકીય પુરુષ. પણ તેમનાથી આકર્ષાયાનુ જોવા મળ્યું.
અભ્યાસ પૂર્ણ કરી દીક્ષા સ્વીકારી હતી.
શિવપુરીના ગુરુકુળમાં સંસ્કૃત અને ધાર્મિક અઢાર વરસની ઊગતી યુવાનીએ એમણે ભાગવતી હાલ તેઓશ્રી દીક્ષાપર્યાયનાં બાવીસ વરસ પૂરાં કરી રહ્યા છે, તે દરમ્યાન તે આત્મામાં રહેલી અનેક સુષુપ્ત શક્તિને પ્રગટાવી શકયા છે.
આવતા માસમાં સેકડા સધાના સમૂહ વચ્ચે, મહેસાણા મુકામે, તેઓશ્રીને આચાય પદવી એનાયત થનાર હેાઈ તે અવસર સેાનામાં સુગંધ મેળવ્યા જેવા અતિહાસિક બનશે.
અમદાવાદ-૧૩
ધર્માંના મૂળભૂત સિદ્ધાંતાને કાયમ રાખી, યુગપ્રવાહને અનુરૂપ જ્ઞાન અને વિજ્ઞાન, ધર્મ અને અવચ્ચેની સમસ્યાઓને સમન્વય કરવાની તેઓશ્રીને જે હથેાટી હાથ લાગી છે તેનાથી, ભાષણ ભૌતિકવાદથી રંગાઈ રહેલી ભારતીય જનતાને સન્માર્ગે દોરવા તેઓશ્રી જે પુરુષા ખેડશે તેનાથી તેઓ આચાય પછીને અને શાસનને દીપાવશે એમ કહેવામાં જરાય અતિશયાક્તિ નથી.
ફ્લિાલ ડી. શાહ ( માજી ઈન્કમટેક્ષ એફિસર ) પ્રમુખ, શ્રી વર્ધમાન જૈન શ્વે. મૂ. પૂ . સંઘ, ઉસમાનપુરા
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
જૈનધર્મના પ્રાચીન સિદ્ધાંતને આધુનિક એપથી મઢીને સાદી, સરળ અને હૃદયસ્પર્શી લેકભાષામાં (હિંદીમાં) રજુ કરી જૂની પેઢીના લેકસમૂહને અને આજના યુવાને એકસરખું અજોડ આકર્ષણ ઉત્પન્ન કરનાર પૂ. પં. શ્રી પદ્મસાગરજી મ. સા. આજના યુગના એક અનોખું વ્યક્તિત્વ ધરાવતા પ્રથમ પંક્તિના પ્રવચનકાર અને વ્યાખ્યાતા છે. એમનાં વક્તવ્યએ ધર્મના મર્મને વિશાળ જનસમૂહમાં ખૂબ જ રુચિકર અને પ્રિયકર બનાવ્યું છે.
જૈન સંઘના તેઓ એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા શાન્ત-પ્રશાન્ત, ધીર-ગંભીર અને નિભી શ્રમણ ભગવંત છે. તેઓશ્રીને વિનમ્રભાવે કેટીશઃ વંદના. મુંબઈ–૭
સુધાકર મણિલાલ દલાલ (શ્રી ચોપાટી જૈન સંઘ)
મુનિ મહારાજ પંન્યાસજી શ્રી પદ્મસાગરજી મહારાજને જૈન સમાજ આચાર્ય પદવી આપે છે, તે જાણી મને ખૂબ આનંદ થયે.
મુનિશ્રી પોતાના વિચાર અને આચારથી કર્તવ્યનિષ્ઠ સંત છે, તેમ તેમના પરિચયથી જાણું છું. આચાર્ય પદ ધારણ કર્યા પછી તેઓ આ દેશને નૈતિક અને આધ્યત્મિક રીતે આગળ લઈ જવામાં પોતાના અખલિત વક્તવ્યને તથા બેધને ઉપગ કરશે તેવી આશા સાથે તેમને પ્રભુ લાંબુ આયુષ્ય બક્ષે તેવી પ્રભુ પ્રત્યે પ્રાર્થના કરું છું. અમદાવાદ-૩૮૦૦૦૬
હિતેન્દ્ર દેસાઈ તા. ૧૮-૧૧-૭૬.
(પ્રમુખ, ગુ. પ્ર. કોંગ્રેસ સમિતિ)
Pujya Padmasagarji Maharaj is true embodiment of a Jain Sadhu. His daily personal practices are based on spiritual upliftment and self-sacrifice of a true Ahimsak. His inspiring speeches attract people for Atam-Dhyan and dedication to Jain Sangh. Jain Sadhus are embodiment of Indian culture and heritage. As an Acharya, I trust that,
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Culcutta,
5th. Nov. 1976
૧૫
Pujya Padmasagarji Maharaj's actions and practices will be helpful in propagating Jain ideals of Ahimsa and Aparigraha in India and abroad.
Bijoy Sing Nahar (બંગાળના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન )
*
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમનામાં પદ્મની કામળતા અને સાગરની વિશાળતાને વૈભવ છલકાયા કરે છે, એવા જૈન મુનિ શ્રી પદ્મસાગરજીને મળવું એ જીવનની ધન્યતા છે. એમનું વ્યક્તિત્વ એવુ... વિરલ છે કે એમની પાસે દોડી જવાનું મન થયા કરે. જ્ઞાનની ગંગા, સ્નેહની બ્રહ્મપુત્રા અને તપની ના એમનામાં આવી સમાયાં છે. એમની પાસે જનાર હંમેશાં મેળવે જ છે. તેઓ સદાય ઉદાત્ત ભાવનાથી સભર હેાવાથી, સામાન્ય માનવીની મર્યાદાઓ અને નબળાઈઓથી સભાન હેાઈ, એના હાથ પકડી ઉગારવામાં ઇતિશ્રી માને છે.
ત્યાગીને તે વૈરાગ્ય વહાલા. પદ્મસાગરશ્રીજીને અપરિગ્રહ મસ્તક ઝૂકી જાય એટલી હદે પ્રશંસનીય છે. તેઓશ્રી કાયથી મેાહ પામ્યા નથી. સ'પત્તિની માયા કયારેય એમને લલચાવી શકી નથી. સાદાઈ એ એમના હૃદયને રંગ છે. સંયમ એ એમના આત્માની મૂડી છે.
વ્યક્તિત્વથી અને જ્ઞાનથી સૌકાઈને જીતી લેતા આ મુનિશ્રીનાં દર્શન કરવાં એ લહાવા છે. એમના સાન્નિધ્યમાં સમુદ્રમાં આવતી પૂનમની ભરતીની છેાળાની શીતળતા માણી શકીએ છીએ. મધુર વાણી એ તેા એમના હૈયાનું સંગીત, કલાકાના કલાકા સુધી સાંભળ્યા જ કરીએ, એવી એમની વાણીની મીઠાશ. આ યંત્રયુગની ભૌતિકતા વચ્ચે આત્મશ્રીથી માનવકલ્યાણને ઝંખતા જૈન મુનિ શ્રી પદ્મસાગરશ્રીના આ પૃથ્વીપ્રદાન પર્વને ધ્યાન અને જ્ઞાનના સ ંકેત તરીકે સ્વીકારી શુભ કામનાઓ પાઠવુ છુ..
ચીમનભાઈ પટેલ
(ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન)
*
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંન્યાસ શ્રી પદ્ધસાગર મહારાજ મૂળ રાજસ્થાનના એટલે હિંદી ભાષા ઉપરનું તેમનું પ્રભુત્વ આપણું દિલને ડોલાવે છે. એમના પૂર્વજો ધંધાર્થે બંગાળમાં જઈને (હાલનું પશ્ચિમ બંગાળ) વસ્યા, અને ત્યાં પૂજ્યશ્રીને જન્મ થયો. આથી બંગાળી ભાષા પરનું તેમનું પ્રભુત્વ પણ એટલું જ સુંદર છે.
આજથી લગભગ દશેક વર્ષ પહેલાં તેમને સૌપ્રથમ મેં અમદાવાદની દેવકીનંદન સોસાયટીમાં સાંભળેલા. તે વખતે જે સાંભળ્યું, તે હજુ યાદ છે. એ પછી ચાર-પાંચ વખત તેમને સાંભળવાના પ્રસંગે પ્રાપ્ત થયેલા. દેવકીનંદન સોસાયટીમાં તેમણે માનવને અતિથિ કહ્યો અને આપણું રહેવાના ઘરને તેમણે ધર્મશાળા કહી, ત્યારે વૈરાગીની દષ્ટિએ સંસાર શું છે, તેને કંઈક ખ્યાલ આવે..
ઉંમરે ઠીક ઠીક નાના છે. મેં જે નિહાળ્યું છે, તે ઉપરથી એટલું કહ્યા વિના રહી શકાતું નથી કે તેમની ચારિત્ર્ય અને સંયમસિદ્ધિ ખરેખર સુંદર અને અનુમોદનીય છે. પિતાના શિષ્યગણના ચારિત્ર્ય અને સંયમ પ્રત્યે પણ પૂજ્યશ્રી તેટલા જ સજાગ છે.
આટલી નાની ઉંમરમાં તેમની જ્ઞાનસિદ્ધિ પણ એટલી જ સુંદર છે. ધર્મોપદેશ આપતાં આપતાં તે પૌરાણિક કાળથી ચાલતી આવતી ધર્મની વાતને આધુનિક જીવનની સમસ્યાઓ સાથે સંકલિત કરે છે, અને એ સંકલન એટલું સુંદર અને સચેટ હોય છે કે આપણે ગળે તે તરત જ ઊતરી જાય. આ સુંદર સંકલન બતાવે છે કે ધર્મની ગહનતા પૂજ્યશ્રીએ નાની ઉંમરે પૂરી પચાવી છે. અને જેટલી સુંદર રીતે પૂજ્યશ્રીએ ધર્મજ્ઞાનની ગહનતા પચાવી છે અને પોતાના જીવનમાં એકરસ કરી છે, તેટલી જ સરળ રીતે તેઓ આધુનિક જીવનના પ્રશ્નો સાથે તેને વણીને પોતાના રોતાવર્ગ સમક્ષ રજૂ કરે છે. હજારો વર્ષો પહેલાં જ્ઞાની ભગવંતોએ કહેલી વાત ભલે ને અનંતકાળ સુધી સાચી ઠરે, છતાં તે પૌરાણિક જ્ઞાન તે સમયે જેટલું પ્રસ્તુત હતું, તેટલું જ અત્યારે છે, તે સામાન્ય શ્રેતાવર્ગ સમક્ષ રજૂ કરવું અને તેના ગળે ઉતારવું, તે તેમના જીવનની એક અમૂલ્ય સિદ્ધિ છે.
એમનાં વ્યાખ્યામાં જ્ઞાનની સરિતા વહેતી હોય છે. આ જ કારણે
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
તેમનાં વ્યાખ્યાનોમાં જૈન અને જૈનેતરે હજારોની સંખ્યામાં ઊમટે છે. અહીં બેઠા બેઠા એ જાણવા મળેલું કે પૂજ્યશ્રીના છેલ્લા ચાતુર્માસ દરમિયાન તેમનાં વ્યાખ્યામાં ધર્મસ્થાનરક્ષક અને શ્રીસંઘનાયક શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ અવારનવાર હાજરી આપતા હતા. આના કરતાં પૂજ્યશ્રીને જ્ઞાન અને સંયમસિદ્ધિના બીજા કયા સચેટ પુરાવા હોઈ શકે?
આવું પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ ધરાવતા પૂજ્યશ્રીને ટૂંક સમયમાં દાદાગુરુ આચાર્ય ભગવંત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી આચાર્ય પદ પ્રદાન કરશે તે શાસન માટે ગૌરવને પ્રસંગ છે. આવા ગૌરવવંતા પ્રસંગની વિનમ્રભાવે અનુમોદના કરતાં હું ધન્યતા અનુભવું છું. હૈદ્રાબાદ.
સાંકળચંદ હિં. શેઠ તા. ૧૩–૧૧–૭૬ (ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ)
પૂ. પદ્મસાગરજી મહારાજશ્રીનાં વ્યાખ્યાનોથી હું ખૂબ જ આકર્ષા છું. શ્રેતાઓને એકધારા રસમાં તરબોળ કરી એમને સતત ખેંચી રાખવાની એક આગવી અને અનેખી શિલી યાને કળા એમણે સિદ્ધ કરી છે. એમનાં વ્યાખ્યાને પાછળ વિશાળ જ્ઞાન, અવિરત ચિંતન અને મનન, વૈજ્ઞાનિક દષ્ટિ, આધુનિક યુગ સાથેની સંવાદિતા તથા અસાંપ્રદાયિકતાનાં આપણને દર્શન થાય છે. એમણે પ્રસ્તુત કરેલા વિચારને સચોટ અને સરળ રીતે સમજાવવા માટે રજૂ થતાં યોગ્ય અને પ્રસંગચિત દૃષ્ટાંત એ એમની એક વિશિષ્ટતા છે.
એમને અર્વાચીન વિજ્ઞાન-પરિચય ખરેખર આશ્ચર્યકારક છે. આવા પ્રખર અભ્યાસી અને પ્રભાવશાળી અસ્મિતા ધરાવતા ચિંતકે અને વ્યાખ્યાતાઓ સંપ્રદાયના સંકુચિત ક્ષેત્રની બહાર પણ એમનાં ઊંડાં અભ્યાસ, જ્ઞાન અને સાધનાને લાભ સમસ્ત જનતાને આપે તે આધુનિક માનવસમાજને એક ન જ ચારિત્ર્ય ઘડતરને આધ્યાત્મિકતાસભર અભિગમ આપી શકાય. અમદાવાદ,
મનુભાઈ કે. શાહ (પ્રિન્સિપાલ જજ, સીટી સીવીલ અને સેસન્સ કોર્ટ)
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપશ્રીને આચાર્યપદ પ્રદાન કરવાના સમારોહની તથા અન્ય મંગળ ઉદ્દઘાટન-પ્રસંગેની પત્રિકાઓ મળી. આવા પ્રસંગેએ હાજરી આપી લાભ લેવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. પરંતુ તબિયતની મર્યાદાને કારણે તેવા પ્રલોભનોને વશ થવાનું અશક્ય બની રહ્યું છે. ખાસ કરીને, આપના પ્રત્યે અતિ આદર હોવાને કારણે, તબિયતની આવી અશક્તિ ખૂબ સાલે છે, પરંતુ નિરુપાય છું. આ પુણ્ય પ્રસંગની સંધ્યાએ હું આપને વંદન કરું છું. અને આપની પ્રતિભા અને શક્તિને કારણે જૈન શાસનની વિશેષ ને વિશેષ ઉન્નતિ થાય અને શ્રમણ સંસ્કૃતિને વિશેષ ને વિશેષ સ્વીકાર થાય તેવી પ્રાર્થના કરું છું.
ભાવનગર, તા. ૨૫-૧૧-'૭૬
જગુભાઈ પરીખ
I was glad to receive you letter dated the 11th November 1976. I thank you for same.
My Best Wishes are always with you.
With regards,
V. S. Page (મહારાષ્ટ્રની લેજિસલેટિવ કાઉન્સીલના પ્રમુખ)
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
આચાર્ય પદવી પ્રસંગે
અંતરની વંદના
સુખ-સાહ્યબી હેય તે સંસાર સ્વર્ગ સમે મિઠે લાગે; પણ સંસારમાં રહીને દુઃખના ડુંગર ઓળંગવાના હોય તોય ઘર-સંસાર છોડવાનું મન ન થાય? આવી અદ્દભુત તાસીર છે ભવાટવીરૂપ સંસારની. આવા સંસારમાં જન્મ ધારણ કરીને માનવી ધારે તે માનવમાંથી દેવ બની શકે છે અને ધારે તે દાનવને પણ સારા કહેવરાવે એવાં કાર્યો કરે છે; જે જેને પ્રયત્ન એવી એની સિદ્ધિ
જે માનવી પિતાના સંસારને ત્યાગ-વૈરાગ્ય-સંયમના દિવ્ય રસાયણથી ભાવિત કરવાને ધર્મ-પુરુષાર્થ કરે છે, તે પિતાના સંસારને ઉજાળી જાણે છે અને પોતાના જીવનને અમરતાના અને સચિદાનંદમયતાના માર્ગે દેરી જાય છે. અને આવા ધર્મમાર્ગને પુણ્યયાત્રિક બનેલો આત્મા પિતાનું ભલું કરવાની સાથે માનવસમાજને પણ કલ્યાણને માર્ગ ચીંધી શકે છે.
પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી પદ્મસાગરજી ગણિની ધર્મસાધના અને કર્તવ્યનિષ્ઠા કેઈક આવા જ સ્વ-પર-ઉપકારક જીવનસાધક ધર્મપુરુષની પ્રેરક કહાની કહી જાય છે.
જૈનધર્મની પ્રરૂપણાભૂમિ પૂર્વભારત. જૈન ધર્મના મૂળ શાસ્ત્રગ્રંથ પણ એ ભૂમિમાં જ રચાયા. આ પૂર્વ ભારતને એક વિભાગ તે અત્યારને બંગાળ પ્રદેશ. એ પ્રદેશના અજીમગંજ નગરમાં, આશરે ચાળીસેક વર્ષ પહેલાં, શ્રી પદ્મસાગરજી મહારાજને જન્મ. કુટુંબ ધર્મના રંગે પૂરું રંગાયેલું. ઉપરાંત, ધનપતિ લેખાતા બાબુ કુટુંબને નિકટને સંપકી. એટલે કુટુંબને ધર્મના સંસ્કારોની સાથે વિવેકભર્યા વાણી-વર્તન તથા ખાનદાનીના સંસ્કાર પણ સહજ રીતે મળેલા. જીવનને સંસ્કારી અને ઉચ્ચાશયી બનાવે એવા આવા ઉમદા વાતાવરણમાં મુનિ શ્રી પદ્મસાગરજીને ઉછેર થયેલું. અને કોઈ પૂર્વને સંસ્કાર કહે કે ઉત્તમ ભવિતવ્યતાને સંકેત કહે, ઊછરતી ઉંમરથી, જ તેઓનું મન ધર્મશ્રદ્ધા અને ધર્મક્રિયા તરફ અભિરુચિ ધરાવતું હતું.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
બચપણથી મળેલ ધર્મભાવનાના સંસ્કારના અંકુરને ફાલવા-ફૂલવાને એક વિશિષ્ટ સુયોગ એમને મળી ગયો. તેઓ સ્વર્ગસ્થ આચાર્ય શ્રી વિજય ધર્મસ રિજી (કાશીવાળા)ની પ્રેરણાથી મધ્યપ્રદેશમાં શિવપુરીમાં સ્થપાયેલ જૈન શિક્ષણસંસ્થા શ્રી વીરતત્વ પ્રકાશક મંડળમાં કેટલાક વખત માટે અભ્યાસ કરવા રહ્યા. આ પાઠશાળાના વાતાવરણે તેઓની ધર્મભાવનાને વિશેષ પલ્લવિત કરવામાં ખાતર અને પાણીનું કામ કર્યું. જ્યારે તેઓ પાઠશાળા છોડીને પોતાને વતન પાછા ફર્યા, ત્યારે એમના અંતરમાં ત્યાગમાર્ગ તરફના અનુરાગના અંકુર રોપાઈ ચૂક્યા હતા,
મન પણ ભારે અજબ વસ્તુ છે. જ્યારે એ ભેગના માર્ગે વળે છે, ત્યારે એને ભેગવિલાસની વધારેમાં વધારે સામગ્રી પણ ઓછી લાગે છે અને પિતાની ભેગવાસનાને શાંત કરવા એ નવી નવી સામગ્રીની ઝંખના કરે છે. અને જ્યારે એ ત્યાગમાર્ગ તરફ વળે છે ત્યારે એ પિતાની પ્રિયમાં પ્રિય અને મેંઘામાં મોંઘી વસ્તુને પણ ઉલ્લાસથી ત્યાગ કરે છે, અને એકમાત્ર ત્યાગના માર્ગે આગળ ને આગળ વધવાની જ ઝંખના સેવે છે. આવા પ્રસંગે સંયમ, તપ, વૈરાગ્ય અને તિતિક્ષાને એ પિતાના સાથી બનાવી દે છે.
સાધુધર્મની દીક્ષા લેતાં પહેલાં મુનિ શ્રી પદ્મસાગરજીનું પણ એવું જ થયું. એમની ઘર-સંસારનો ત્યાગ કરવાની ઝંખના દિવસે દિવસે વધુ ઉત્કટ બનતી ગઈ. છેવટે એમણે દીક્ષા લેવાને દઢ સંકલ્પ કર્યો અને પિતાના જીવનના ઉદ્ધારક બની શકે એવા ગુરુની શોધ શરૂ કરી. ત્યારે એમની ઉંમર અઢારેક વર્ષની હતી.
અને અંતરના ઉમંગથી શોધ કરનારને પિતાના ઇષ્ટની પ્રાપ્તિ થઈ જ જાય છે. એમનું ચિત્ત વિકમની વીસમી સદીમાં જૈનધર્મના ધ્યાન–એગમાર્ગને સજીવન કરનાર ગિનિષ્ઠ પરમપૂજ્ય આચાર્યપ્રવર શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીના સમુદાયના સમતાન સરેવર, પ્રશાંતમૂર્તિ, મૂક સાધક અને ધીરગંભીર આચાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વર મહારાજ ઉપર ઠર્યું. અને આચાર્ય મહારાજે એમની રેગ્યતા જોઈને એમને પિતાના પ્રભુભક્તિપરાયણ અને સંયમસાધનામાં સતત જાગ્રત શિષ્ય મુનિ શ્રી કલ્યાણસાગરજીના (વર્તમાનમાં આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીના) શિષ્ય તરીકે દીક્ષા આપી.
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવા મહાન અને ઉત્તમ દાદાગુરુ અને ગુરુદેવને વેગ મળવાથી મુનિ પદ્મસાગરજી ખૂબ આહ્વાદ અનુભવી રહ્યા. અને પિતાને ત્યાગધર્મની આરાધના કરવાની મળેલી આવી અમૂલ્ય તકને બને તેટલો વધુ લાભ લેવા. માટે તેઓ જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં ખૂબ તન્મય બની ગયા.
જ્ઞાનની સાધનાથી એમનાં હૃદય અને વાણી અને વિકસિત થઈ ગયાં. અંતર સ્વ-પર ધર્મનાં શાસ્ત્રના પ્રકાશથી આલેકિત થઈ ગયું અને વાણું સત્યપરાયણ, સરળ, મધુર અને આકર્ષક બની ગઈ.
| મુનિવર્ય શ્રી પદ્મસાગરજી મહારાજે અનેક ચેમાસાં રાજસ્થાનમાં કરીને ત્યાંના જૈન સંઘ તેમ જ સામાન્ય જનસમૂહની ખૂબ ભક્તિ અને ચાહના મેળવી હતી. આજે પણ તેઓ એ પ્રદેશની આવી જ ધર્મપ્રીતિને ટકાવી રહ્યા છે. અથવા, સાચી રીતે કહેવું હોય તે, એમ જ કહેવું જોઈએ કે, તેઓ જ્યાં જ્યાં વિચર્યા છે અને રહ્યા છે, ત્યાંની જૈન-જૈનેતર જનતાના હૃદયમાં સદાને માટે વસી ગયા છે – ભલે પછી એ રાજસ્થાનને પ્રદેશ હોય, ગુજરાત હય, સૌરાષ્ટ્ર હાય, મહારાષ્ટ્ર હોય કે બીજે કઈ પણ પ્રદેશ હાય. અને એનું કારણ એમના હૃદયની વિશાળતા, સરળતા, ગુણગ્રાહક દષ્ટિ, નમ્રતા, નિખાલસતા, વિવેકશીલતા, વત્સલતા, પરગજુવૃત્તિ જેવા, સાધુજીવનને શતળ કમળની જેમ વિકસિત કરે એવા ગુણ જ છે. ઘરસંસાર ત્યાગ કરીને કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના ત્યાગમાર્ગને સ્વીકાર કરનાર વ્યક્તિ માનવજાત સહિત સમસ્ત જીવસૃષ્ટિ સાથે ધર્મના પવિત્ર સગપણથી જોડાઈ જાય છે, એ સત્યની ઝાંખી મુનિવર્ય શ્રી પદ્મસાગરજીના જીવનમાં થાય છે.
ભગવાન તીર્થકરે દુનિયાના બધા જીવો સાથે મૈત્રી સાધવાને અને કેઈની પણ સાથે વૈર-વિરોધ નહીં રાખવાને અમર સંદેશ આપ્યો છે, એને ભાવ આ જ છે.
પંન્યાસ પ્રવર શ્રી પદ્મસાગરજી મહારાજનાં છેલ્લાં પાંચ ચાતુર્માસ જેમ જૈન સંઘ તેમ જ જનસમુદાયને માટે વિશેષ ઉપકારક નીવડ્યાં છે, તેમ એમની પોતાની લોકચાહનામાં પણ વિશેષ અભિવૃદ્ધિ કરનારાં નીવડ્યાં છે. A વિ. સં. ૨૦૧૮નું ચોમાસું તેઓ જૈનપુરી અમદાવાદમાં નવરંગપુરાના ઉપાશ્રયે રહ્યા ત્યારે એમની સહદયતાથી શોભતી સાધુતાને અને શ્રેતાના
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨
અંતરને વશ કરી લે એવી મધુર અને ગંગાના પ્રવાહ જેવી વિમળ વાણીને અમદાવાદની જનતાને પહેલાવહેલા આહ્લાદકારી પરિય થયા. અને શ્રી નરોત્તમભાઈ ઝવેરી, શ્રી કાંતિલાલ ઘીયા તથા ખીજા અનેક મહાનુભાવાએ પેાતાની જાતને એમના શિષ્ય તરીકે ઓળખાવવામાં ગૌરવ અને ધન્યતા અનુભવ્યાં. અધ્યયનપરાયણુ સાધ્વીજી મહારાજ શ્રી સુલેાચનાશ્રીજી-અનુવાક્તિ “ શ્રી હીરસૌભાગ્ય મહાકાવ્ય ”ના પ્રકાશન-સમારેાહ પેાતાની નિશ્રામાં થવા ઈને મહારાજશ્રીએ પેાતાના ક્લિની વિશાળતાને જે પરિચય આપ્યા હતા તે દાખલારૂપ બની રહે એવા છે.
વિ. સં. ૨૦૨૯નુ ચેમાસું પણ તેઓએ અમદાવાદમાં જ શ્રી પોપટલાલ હેમચંદ જૈનનગરમાં કર્યું` હતુ`. મહારાજશ્રીનાં વિચાર, વાણી અને વર્તનથી પ્રભાવિત થઈને જે અનેક વ્યક્તિઓએ ધર્મ ના વિશેષ લાભ લીધે હતા, એમાં શ્રી કલ્યાણભાઈ ફડિયા, શ્રી જયંતીલાલ ભાગીલાલ, શ્રી પ્રમાદ ભાઈ વગેરે મુખ્ય છે. આ ચેામાસા બાદ, વિ. સ. ૨૦૩૦ના વસંતપ ચમીના વિસે, તેને ગણિ પછી આપવામાં આવી હતી.
વિ. સં. ૨૦૩૦નું ચામાસુ` મહારાજશ્રીએ મુંબઈમાં શ્રી ગાવાલિયા ટેક રેડ જૈન સંધમાં કર્યું હતુ. આ વખતે દર રવિવારે, શ્રી મહાવીર જૈન વિદ્યાલયના વિશાળ સભાખંડમાં યાાતાં મહારાજશ્રીનાં જાહેર વ્યાખ્યાના ખૂબ લોકપ્રિય બન્યાં હતાં અને લેાકાએ એના મન ભરીને લાભ લીધા હતા. મહારાજશ્રીના આ ચાતુર્માસને શાસનપ્રભાવક બનાવવામાં શ્રી ધીરજલાલ મેાહનલાલ, શ્રી પ્રાણલાલભાઈ કે. દોશી વગેરે આગેવાને એ પેાતાના નિષ્ઠાભર્યાં ફાળા આપ્યા હતા.
વિ. સં. ૨૦૩૧નું ચામાસુ` પણ તેઓશ્રીએ મુ`બઈમાં જ ચાપાટી ઉપર કર્યું. હતું. આ ચામાસ' ખૂબ યશસ્વી બન્યું હતુ, અને એ દરમ્યાન તેઓની પ્રેરણાથી લાખા રૂપિયા જુદી જુદી ાતનાં સુકૃતમાં વાપરવામાં આવ્યા હતા, અને એમાં ચેપાટી શ્રીસંઘે તથા અન્ય ભાઈઓ-બહેને એ ઉમંગથી ભાગ લીધા હતા. આ સમયની શ્રી સુધાકરભાઈ મણિલાલ લાલની કામગીરી વિશેષ અનુમેાદનીય બની રહે એવી હતી.
મુંબઈનાં આ બન્ને ચાતુર્માસ દરમ્યાન એમને મુંબઈના આંગણે
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્ય પદવી આપવ્વાની જોરદાર વિનંતિ કરવામાં આવી હતી, પણ એ માટે સમય હજુ પાયો ન હતો.
ચોમાસા બાદ મહારાજશ્રી વિહાર કરીને પાલીતાણું ગયા અને ગિરિરાજના યાત્રા કરીને, પિતાની દાદાગુરુ તથા ગુરુવયના પગલે પગલે, જામનગર ગયા. જામનગરમાં આચાર્ય ભગવંત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં ત્રણ ધમપ્રસંગે ઉજવાયા: પંન્યાસજી મહારાજ શ્રી કલ્યાણસાગરજી ગણિને આચાર્ય પદવી આપવામાં આવી; મુનિરાજ શ્રી પદ્મસાગરજી ગણિને પંન્યાસ પદવી આપવામાં આવી; અને કેલ્હિાપુરનિવાસી ભાઈ દિલીપકુમારને દીક્ષા આપવામાં આવી અને એમનું નામ મુનિ દેવેન્દ્રસાગરજી રાખવામાં આવ્યું.
જામનગરમાં ઊજવવામાં આવેલ આ દીક્ષા મહોત્સવ મુંબઈના પાટી જૈન સંધ તરફથી ઊજવવામાં આવ્યો હતો, એ આ મહોત્સવની વિશેષતા હતી; અને એ શ્રી પદ્મસાગરજી મહારાજે આ સંઘની કેટલી પ્રીતિ અને ભક્તિ સંપાદન કરી હતી એની સાક્ષી પૂરતી હતી.
આ ઉત્સવ દરમ્યાન જ આચાર્ય મહારાજ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજે પોતાના વ્યાખ્યાનમાં જાહેર કર્યું હતું કે વિ. સં. ૨૦૩રનું ચોમાસું પૂરું થયા બાદ, પોતાના પ્રશિષ્ય પદ્મસાગરજી ગણિને મહેસાણાના શ્રી સીમંધરસ્વામી તીર્થમાં, આચાર્ય પદવી આપવામાં આવશે. આ વાત જાણીને સૌ ખૂબ રાજી થયા હતા.
આ પછી પંન્યાસ શ્રી પદ્મસાગરજી ગણિ વિ. સં. ૨૦૩રના ચોમાસા માટે અમદાવાદ પધાર્યા હતા અને એ ચોમાસું ઉસ્માનપુરામાં કર્યું હતું. ઉસ્માનપુરા જૈન સંઘ, અમદાવાદના સંધના ભાઈઓ-બહેનેએ તેમ જ અમદાવાદની જાહેર જનતાએ મહારાજશ્રીની હૃદયસ્પર્શી ધર્મદેશનાને ખૂબ લાભ લીધો હતોઅને આ ચોમાસા દરમ્યાન વધુમાં વધુ શાસનપ્રભાવના થાય એ માટે ઉસ્માનપુરા સંઘના પ્રમુખ શ્રી હરિભાઈ ધરમચંદ, શ્રી શાંતિલાલ મેહનલાલ, શ્રી અમૃતલાલ કેલ્હાપુરવાળા, શ્રી ભીખાભાઈ ફૂલચંદ, શ્રી કાંતિભાઈ નરેડાવાળા વગેરેએ ખૂબ જહેમત ઉઠાવી હતી.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
મહારાજશ્રીની વાણીમાં જે ખંડનમંડન, ટીકા-ટિપ્પણું અને રાગદ્વેષને અભાવ અને સરળતા, મધુરતા, મોતીની માળા જેવી ઝલક અને ધર્મપરાયણતાના આહાકારી દર્શન થાય છે અને એમની વિમળ જીવનસાધનાનું જ પ્રતિબિંબ લેખવું જોઈએ.
આવા જીવનના અને વાણના યશસ્વી સાધક મુનિવરને, એમની આચાર્ય પદવીના ગૌરવભર્યા પ્રસંગે, આપણી અંતરની અનેકાનેક વંદના હો !
રતિલાલ દીપચંદ દેસાઈ
શુભ કામના
શ્રી તમે છે. સંતત્વની, ચારિત્ર, દર્શન, જ્ઞાન; પદ્મ સમ પુલકિત જીવન, પ્રસારી ધર્મની શાન. સાગર છલકે જ્ઞાનને, વાણુ જપે પ્રભુ નામ; મહારાજને પ્રણમે જન દિલે, વિહરે ગામેગામ. વંદન સૌનાં ભાવના, દીપે નિર્મળ ત્યાગ; હે વિજય જિનશાસન તણો, શતાયુ ભવ મહાભાગ.
કનુભાઈ શાહ
પ્રકાશકઃ શ્રી સીમંદર સ્વામી જિનમંદિરના ઉપાસકગણુ વતી અમૃતલાલ હીરાલાલ શાહ રાજપથ (હાઈવે), મહેસાણું (ઉત્તર ગુજરાત) મુદ્રકઃ ચંદ્રિકા પ્રિન્ટરી, મિરજાપુર રોડ, અમદાવાદ,
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandiri
ચાગની વિશિષ્ટતા
સવ જાદુ કરતાં યોગના જાદુ સૌથી ચઢી જાય છે. લૌકિક ચમત્કાર એ સાચો ચમત્કાર નથી, પણ જે આત્માને પલટાવી નાખે તે સાચો ચમત્કાર છે. અધમ આત્મા યોગથી મહાન બની જાય છે. યોગથી ચંચળ મન સ્થિર અને સ્વસ્થ થાય છે. જ્યાં સુધી મન સ્થિર નથી, ત્યાં સુધી ક્રિયા નકામી છે; તે આકાશમાં ચિત્રામણ કરેલ જેવી હોય છે.
જ્યાં સુધી ક્રિયાની અસર મન પર ન થાય ત્યાં સુધી ક્રિયાની કાંઇ કિંમત નથી. સારૂ વાતાવરણ, સારી સુગધ જેમ મનને પ્રફુલ્લિત કરે છે, તેમ ક્રિયા પણ મનને પ્રફુલ્લિત કરે તેવી હોવી જોઈએ. આપણે જે ક્રિયા કરીએ છીએ તે કોઇના માટે નહીં, પણ આપણા આત્મા માટે કરવાની છે.
મનની સમાધિ યોગથી મળે છે. અત્તરની સુવાસ જેમ છાની ન રહે, તેમ યોગી પુરૂષોના પ્રભાવ પણ છાનો રહેતો નથી. સુંદર મન સારા પરમાણું ફેંકે છે. પાપી અને રોગી માણસ શ્વાસ દ્વારા ખરાબ પરમાણુઓ ફેંકે છે.
જે આત્માએ યોગ વડે મનને બહુજ મજબૂત કર્યું છે, તે આત્મા જોરદાર ફૂવારાની માફક ઉત્તમ પુદ્ગલ ફેકે છે. ભાવના અમંગળ હોય તો કોઈ દિવસ કાર્ય સિદ્ધ થતું નથી.
વસ્ત્ર ઉપર સારી છાપ પાડવી હોય તો કાપડ જેમ શ્વેત, સ્વચ્છ અને સારું જોઇએ, નેમ મોક્ષ મેળવવા મનને યોગથી દેવું જોઇએ. યોગ મનને સ્વચ્છ કરે છે.
યોગનો પ્રભાવ અપૂર્વ છે, તે કર્મોને બાળી નાંખે છે.
યોગથી જેનું મન વિધાયું નથી, તે પશુ જેવું જીવન ગાળે છે. યોગ વડે મન, વચન અને કાયા સુંદર સંસ્કારિત બને છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રથી મનુષ્યનું મન યોગ તરફ વળે છે. જ્ઞાન વગરનો યોગ નકામે છે.
- પૂજ્ય પંન્યાસ શ્રી પદ્મસાગરજી ગણિ
(તાજેતરમાં પ્રગટ થનાર “પાથેય’માંથી)
iiiiiiiiiiiiiiiiiiiiiiiiiii f
i
nitiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 71 oyun Muni Vimal Sagar For Private And Personal Use Only