________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈનેતર વિદ્વાનેને પણ મુગ્ધ કર્યાં છે. સ્વ દ્વારા આત્માને અને આત્મા દ્વારા પરમાત્માને ઓળખવાનેા ઉપદેશ આપતી તેમની અસ્ખલિત વાણી જ્યારે હું સાંભળું છું, ત્યારે તે જાણે કોઈક જુદા જ પ્રદેશમાં વિચરતા હાઉ' અને અતરના તાર રણઝણી ઊઠતા હાય એવા કાંઈક આ અનુભવ મેં કર્યાં છે. પર્યુ ષણ પર્વના દિવસેામાં તેમનાં વ્યાખ્યાન સાંભળવા એ એક લહાવા તા છે જ, પરંતુ તેમાંય “ગણુધરવાદ” ઉપર તેમનું અભ્યાસપૂણું પ્રવચન સાંભળવું એ તા એક અનેરો લહાવા છે. મારા અને મારા પિતાશ્રીના કુટુ'બના ધાર્મિક સ`સ્કારોના પાયામાં શાસનસમ્રાટ મહાન આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજનાં સત્સંગ અને સાંનિધ્ય રહેલાં છે. ઊભરાતા શ્રાતાગણુ વચ્ચે વરસે. સુધી એક ચત્તે મે' એ સૂરિસમ્રાટ આચાર્ય ના ગણુધરવાદ ઉપરના પ્રવચનને ભાવપૂર્વક શ્રવણુ કર્યું. છે. તેમની શૈલી તથા કથનના મુદ્દો કંઈક જુદાં હાવા છતાં જ્યારે પૂ. પદ્મસાગરજીને ગણુધરવાદ હું સાંભળું છું, ત્યારે મને એ પ્રસંગનુTM સ્મરણ થઈ આવે છે.
અમદાવાદ
તા. ૧૮-૧૧-’૭૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાની ઉંમરમાં જ અથાક પરિશ્રમ અને સતત અભ્યાસથી જેમણે પેાતાની વાણી ઉપર આવાં સંયમ અને સિદ્ધિ મેળવ્યાં છે, જીવનમાં સરળતા, નમ્રતા, પ્રસન્નતા જેવા અનેક ગુણા કેળવ્યા છે, વિદ્વત્તા પ્રાપ્ત કરી છે તથા વિચાર, વાણી અને વનમાં એકવાકથતા મેળવવા પુરુષા કર્યાં છે, એવા પ. પૂ. પંન્યાસજી મહારાજશ્રીને જે આચાર્ય પદ્મ એનાયત કરવામાં આવી રહ્યું છે, તે યોગ્ય છે, એટલુ જ નહીં, પરંતુ જૈન શાસનને માટે એ ગૌરવરૂપ પણ છે. પરમ પૂજ્ય વ્યાખ્યાનવાસ્પતિ શાસ્ત્રવિશારદ ગણિત-જ્યાતિષમાન્ડ સ્વસ્થ આચાર્ય દેવ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે તેમના વિશે મને અભિપ્રાય આપ્યા હતા કે “તારા ખાત્રુજી ( પદ્મસાગરજી ) ભવિષ્યમાં શાસનના દીવડા થશે.' ખરેખર, તે શાસનને માટે ભવિષ્યની માટી આશા છે.
For Private And Personal Use Only
કાંતિલાલ ધીયા ( ચેરમેન-ઈકા )