________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્યાર બાદ અમદાવાદના તેમના જૈનનગરના ચેામાસા દરમ્યાન મે તેમની નિશ્રામાં પષણુપની આરાધના કરી હતી. વળી, મુંબઈમાં તેમનાં ગાવાલિયા ટેન્ક અને ચેાપાટીનાં ખે ચામાસાં દરમ્યાન પણ મેં મુંબઈ જઈ, તેમના સાનિધ્યમાં, પૂરા ઉલ્લાસથી, વિધિપૂર્વક પ ણ પની આરાધના કરી હતી, આત્મિક વિકાસ માટે અતિ નમ્ર પ્રયાસ કર્યાં હતા. આ રીતે મારા જીવનમાં મને પહેલાંથી જે કાંઈ ધાર્મિક સ`સ્કાર મળ્યા હતા, તેમાં તેમણે વૃદ્ધિ કરી છે અને તેને દઢ બનાવ્યા છે. અને દિનપ્રતિદિન તેમના માર્ગદર્શન દ્વારા હુ. મારા વિકાસ સાધતા રહ્યો છું. એમને! મારા ઉપર આ ઉપકાર અવિસ્મરણીય છે.
આ રીતે તેમની ખૂબ નજદીક આવવાનું સૌભાગ્ય મને સાંપડયું છે, એટલું જ નહીં, પરંતુ અવારનવાર રાજકીય, આર્થિક, સામાજિક અને ધાર્મિક પ્રશ્નો બાબત તેમની સાથે ચર્ચા-વિચારણા કરીને એમની પાસેથી મેં માદન પણ મેળવ્યું છે.
જ્યારે તેઓ પ્રવચન આપતા હાય છે, ત્યારે તેમની ગંગાના પ્રવાહ જેવી અસ્ખલિત, ધીર, ગંભીર, ભાવવાહી દૃષ્ટાંત–શૈલીથી સમૃદ્ધ વાણીથી શ્રાતાજના મુગ્ધ બની જાય છે. આબાલવૃદ્ધ સૌકાઈ શરૂથી અંત સુધી રસમાં તરખાળ બને છે. તેમને જ્યારે જ્યારે હું સાંભળું છું ત્યારે મને માજી રાષ્ટ્રપ્રમુખ અને આપણા દેશના વિશ્વવિખ્યાત પ્રકાંડ વિદ્વાન હૈં. રાધાકૃષ્ણનની અસ્ખલિત ધારાએ વહેતી વાણી યાદ આવે છે. વધુમાં, તેમનો વાણીમાં કાઈ દિવસ કડવાશ, દ્વેષ, રાગ કે કંઠારતાનાં દર્શન થતાં નથી, એ એની વિરલ વિશેષતા છે. આવી સત્ય છતાં પ્રિયકર એવી વાણી કવચિત્ જ સાંભળવા મળે છે. પૂ. પદ્મસાગરજી મહારાજશ્રીની વાણીમાં આવે! સુભગ સંયોગ દેખાય છે, તેનું કારણ એ છે કે ભગવાન મહાવીરના અનેકાંતવાદ અને સ્યાદ્વાદશૈલીના તેએ અનન્ય ઉપાસક અને પ્રચારક છે. આથી જ કેવળ જૈન દર્શનના જુદા જુદા ફિરકાઓ પ્રત્યે જ નહીં, પરંતુ અન્ય દનેા પ્રત્યે પણ તેમની સહિષ્ણુતા અને આદરભાવના તેમનાં વાણી અને વનમાં ભારાભાર દેખાઈ આવે છે. ટૂંકામાં, જૈન દર્શનની એક બુનિયાદ પરમતસહિષ્ણુતા તેમના જીવનનું એક અંગ બની ગયેલ છે.
આત્મા-પરમાત્મા ઉપરનાં તેમનાં વ્યાખ્યાનાએ તે। જૈન ઉપરાંત
For Private And Personal Use Only