________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવા મહાન અને ઉત્તમ દાદાગુરુ અને ગુરુદેવને વેગ મળવાથી મુનિ પદ્મસાગરજી ખૂબ આહ્વાદ અનુભવી રહ્યા. અને પિતાને ત્યાગધર્મની આરાધના કરવાની મળેલી આવી અમૂલ્ય તકને બને તેટલો વધુ લાભ લેવા. માટે તેઓ જ્ઞાન અને ચારિત્રની આરાધનામાં ખૂબ તન્મય બની ગયા.
જ્ઞાનની સાધનાથી એમનાં હૃદય અને વાણી અને વિકસિત થઈ ગયાં. અંતર સ્વ-પર ધર્મનાં શાસ્ત્રના પ્રકાશથી આલેકિત થઈ ગયું અને વાણું સત્યપરાયણ, સરળ, મધુર અને આકર્ષક બની ગઈ.
| મુનિવર્ય શ્રી પદ્મસાગરજી મહારાજે અનેક ચેમાસાં રાજસ્થાનમાં કરીને ત્યાંના જૈન સંઘ તેમ જ સામાન્ય જનસમૂહની ખૂબ ભક્તિ અને ચાહના મેળવી હતી. આજે પણ તેઓ એ પ્રદેશની આવી જ ધર્મપ્રીતિને ટકાવી રહ્યા છે. અથવા, સાચી રીતે કહેવું હોય તે, એમ જ કહેવું જોઈએ કે, તેઓ જ્યાં જ્યાં વિચર્યા છે અને રહ્યા છે, ત્યાંની જૈન-જૈનેતર જનતાના હૃદયમાં સદાને માટે વસી ગયા છે – ભલે પછી એ રાજસ્થાનને પ્રદેશ હોય, ગુજરાત હય, સૌરાષ્ટ્ર હાય, મહારાષ્ટ્ર હોય કે બીજે કઈ પણ પ્રદેશ હાય. અને એનું કારણ એમના હૃદયની વિશાળતા, સરળતા, ગુણગ્રાહક દષ્ટિ, નમ્રતા, નિખાલસતા, વિવેકશીલતા, વત્સલતા, પરગજુવૃત્તિ જેવા, સાધુજીવનને શતળ કમળની જેમ વિકસિત કરે એવા ગુણ જ છે. ઘરસંસાર ત્યાગ કરીને કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના ત્યાગમાર્ગને સ્વીકાર કરનાર વ્યક્તિ માનવજાત સહિત સમસ્ત જીવસૃષ્ટિ સાથે ધર્મના પવિત્ર સગપણથી જોડાઈ જાય છે, એ સત્યની ઝાંખી મુનિવર્ય શ્રી પદ્મસાગરજીના જીવનમાં થાય છે.
ભગવાન તીર્થકરે દુનિયાના બધા જીવો સાથે મૈત્રી સાધવાને અને કેઈની પણ સાથે વૈર-વિરોધ નહીં રાખવાને અમર સંદેશ આપ્યો છે, એને ભાવ આ જ છે.
પંન્યાસ પ્રવર શ્રી પદ્મસાગરજી મહારાજનાં છેલ્લાં પાંચ ચાતુર્માસ જેમ જૈન સંઘ તેમ જ જનસમુદાયને માટે વિશેષ ઉપકારક નીવડ્યાં છે, તેમ એમની પોતાની લોકચાહનામાં પણ વિશેષ અભિવૃદ્ધિ કરનારાં નીવડ્યાં છે. A વિ. સં. ૨૦૧૮નું ચોમાસું તેઓ જૈનપુરી અમદાવાદમાં નવરંગપુરાના ઉપાશ્રયે રહ્યા ત્યારે એમની સહદયતાથી શોભતી સાધુતાને અને શ્રેતાના
For Private And Personal Use Only