________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંન્યાસ શ્રી પદ્ધસાગર મહારાજ મૂળ રાજસ્થાનના એટલે હિંદી ભાષા ઉપરનું તેમનું પ્રભુત્વ આપણું દિલને ડોલાવે છે. એમના પૂર્વજો ધંધાર્થે બંગાળમાં જઈને (હાલનું પશ્ચિમ બંગાળ) વસ્યા, અને ત્યાં પૂજ્યશ્રીને જન્મ થયો. આથી બંગાળી ભાષા પરનું તેમનું પ્રભુત્વ પણ એટલું જ સુંદર છે.
આજથી લગભગ દશેક વર્ષ પહેલાં તેમને સૌપ્રથમ મેં અમદાવાદની દેવકીનંદન સોસાયટીમાં સાંભળેલા. તે વખતે જે સાંભળ્યું, તે હજુ યાદ છે. એ પછી ચાર-પાંચ વખત તેમને સાંભળવાના પ્રસંગે પ્રાપ્ત થયેલા. દેવકીનંદન સોસાયટીમાં તેમણે માનવને અતિથિ કહ્યો અને આપણું રહેવાના ઘરને તેમણે ધર્મશાળા કહી, ત્યારે વૈરાગીની દષ્ટિએ સંસાર શું છે, તેને કંઈક ખ્યાલ આવે..
ઉંમરે ઠીક ઠીક નાના છે. મેં જે નિહાળ્યું છે, તે ઉપરથી એટલું કહ્યા વિના રહી શકાતું નથી કે તેમની ચારિત્ર્ય અને સંયમસિદ્ધિ ખરેખર સુંદર અને અનુમોદનીય છે. પિતાના શિષ્યગણના ચારિત્ર્ય અને સંયમ પ્રત્યે પણ પૂજ્યશ્રી તેટલા જ સજાગ છે.
આટલી નાની ઉંમરમાં તેમની જ્ઞાનસિદ્ધિ પણ એટલી જ સુંદર છે. ધર્મોપદેશ આપતાં આપતાં તે પૌરાણિક કાળથી ચાલતી આવતી ધર્મની વાતને આધુનિક જીવનની સમસ્યાઓ સાથે સંકલિત કરે છે, અને એ સંકલન એટલું સુંદર અને સચેટ હોય છે કે આપણે ગળે તે તરત જ ઊતરી જાય. આ સુંદર સંકલન બતાવે છે કે ધર્મની ગહનતા પૂજ્યશ્રીએ નાની ઉંમરે પૂરી પચાવી છે. અને જેટલી સુંદર રીતે પૂજ્યશ્રીએ ધર્મજ્ઞાનની ગહનતા પચાવી છે અને પોતાના જીવનમાં એકરસ કરી છે, તેટલી જ સરળ રીતે તેઓ આધુનિક જીવનના પ્રશ્નો સાથે તેને વણીને પોતાના રોતાવર્ગ સમક્ષ રજૂ કરે છે. હજારો વર્ષો પહેલાં જ્ઞાની ભગવંતોએ કહેલી વાત ભલે ને અનંતકાળ સુધી સાચી ઠરે, છતાં તે પૌરાણિક જ્ઞાન તે સમયે જેટલું પ્રસ્તુત હતું, તેટલું જ અત્યારે છે, તે સામાન્ય શ્રેતાવર્ગ સમક્ષ રજૂ કરવું અને તેના ગળે ઉતારવું, તે તેમના જીવનની એક અમૂલ્ય સિદ્ધિ છે.
એમનાં વ્યાખ્યામાં જ્ઞાનની સરિતા વહેતી હોય છે. આ જ કારણે
For Private And Personal Use Only