________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandiri
ચાગની વિશિષ્ટતા
સવ જાદુ કરતાં યોગના જાદુ સૌથી ચઢી જાય છે. લૌકિક ચમત્કાર એ સાચો ચમત્કાર નથી, પણ જે આત્માને પલટાવી નાખે તે સાચો ચમત્કાર છે. અધમ આત્મા યોગથી મહાન બની જાય છે. યોગથી ચંચળ મન સ્થિર અને સ્વસ્થ થાય છે. જ્યાં સુધી મન સ્થિર નથી, ત્યાં સુધી ક્રિયા નકામી છે; તે આકાશમાં ચિત્રામણ કરેલ જેવી હોય છે.
જ્યાં સુધી ક્રિયાની અસર મન પર ન થાય ત્યાં સુધી ક્રિયાની કાંઇ કિંમત નથી. સારૂ વાતાવરણ, સારી સુગધ જેમ મનને પ્રફુલ્લિત કરે છે, તેમ ક્રિયા પણ મનને પ્રફુલ્લિત કરે તેવી હોવી જોઈએ. આપણે જે ક્રિયા કરીએ છીએ તે કોઇના માટે નહીં, પણ આપણા આત્મા માટે કરવાની છે.
મનની સમાધિ યોગથી મળે છે. અત્તરની સુવાસ જેમ છાની ન રહે, તેમ યોગી પુરૂષોના પ્રભાવ પણ છાનો રહેતો નથી. સુંદર મન સારા પરમાણું ફેંકે છે. પાપી અને રોગી માણસ શ્વાસ દ્વારા ખરાબ પરમાણુઓ ફેંકે છે.
જે આત્માએ યોગ વડે મનને બહુજ મજબૂત કર્યું છે, તે આત્મા જોરદાર ફૂવારાની માફક ઉત્તમ પુદ્ગલ ફેકે છે. ભાવના અમંગળ હોય તો કોઈ દિવસ કાર્ય સિદ્ધ થતું નથી.
વસ્ત્ર ઉપર સારી છાપ પાડવી હોય તો કાપડ જેમ શ્વેત, સ્વચ્છ અને સારું જોઇએ, નેમ મોક્ષ મેળવવા મનને યોગથી દેવું જોઇએ. યોગ મનને સ્વચ્છ કરે છે.
યોગનો પ્રભાવ અપૂર્વ છે, તે કર્મોને બાળી નાંખે છે.
યોગથી જેનું મન વિધાયું નથી, તે પશુ જેવું જીવન ગાળે છે. યોગ વડે મન, વચન અને કાયા સુંદર સંસ્કારિત બને છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રથી મનુષ્યનું મન યોગ તરફ વળે છે. જ્ઞાન વગરનો યોગ નકામે છે.
- પૂજ્ય પંન્યાસ શ્રી પદ્મસાગરજી ગણિ
(તાજેતરમાં પ્રગટ થનાર “પાથેય’માંથી)
iiiiiiiiiiiiiiiiiiiiiiiiiii f
i
nitiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii
For Private And Personal Use Only