Book Title: Sanyamni Suvas Author(s): Vimalsagar Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાખવામાં આવેલ હતું. હું તે વખતે ગુજરાત રાજ્યના નાણું અને કાયદામંત્રી હતા. એ પ્રસંગે હાજર રહેવાનું મને આમંત્રણ હતું. આ અગાઉ પણ મારા પરમ ધર્મમિત્ર અને બાળસાથી માજી નગરપતિ શ્રી નરોત્તમભાઈ ઝવેરીએ શ્રી પદ્મસાગરજી મહારાજના વ્યાખ્યાનમાં કઈક દિવસે હાજરી આપી, તેમની ધીર, ગંભીર, અખલિત વાણીને લાભ લેવા મને સૂચન કર્યું હતું. આથી, આ આમંત્રણને સહર્ષ સ્વીકાર કરી, હું સમારંભમાં હાજર રહ્યો. માનનીય શ્રી કે. કે. શાહ વડેદરાથી મોટરમાં આવવાના હતા, પરંતુ આકસ્મિક તેમનું આગમન મોડું થવાથી ખીચોખીચ ભરાયેલ સભાગૃહ અકળાઈ રહ્યું હતું. સભામાં સૂચન થવાથી મહારાજશ્રીએ સમારંભની શરૂઆત કરવા, મને બે શબ્દ બોલવા કહ્યું. શરૂઆતમાં મેં બેલવાની અનિચ્છા બતાવી, કારણ કે આવા જૈન ધાર્મિક પ્રસંગે બલવાને મારો મહાવરે ન હતા, ઈચ્છા પણ ન હતી. પૂ. મહારાજશ્રીના આગ્રહથી અને તેમના આશીર્વચનથી મેં બોલવાનું શરૂ કર્યું. માનનીય શ્રી કે. કે. શાહ આવે ત્યાં સુધી સભાગૃહને કાર્યક્રમ આપવો જરૂરી હોવાથી હું લગભગ ચાલીશ મિનિટ સુધી બેલ્યો, અને, મળેલ માહિતી મુજબ, મારા વકતવ્યની સભાગૃહ ઉપર એકંદર સારી છાપ પડી હતી. આ પ્રસંગ પછી પૂ. મહારાજશ્રી સાથે મારે પરિચય ઉત્તરોત્તર ગાઢ બનતે ગયે, અને બીજા જૈન પ્રસંગે વખતે બેલવા માટે તેઓ મને જરૂરી પ્રેરણા, માર્ગદર્શન અને માહિતી આપતા ગયા. ટૂંકમાં, મારે એ સ્વીકારવું જોઈએ કે, જૈન અને જૈનેતર ધાર્મિક કાર્યક્રમો વખતે પ્રાસંગિક પ્રવચન કરવા માટે તેમણે મને વાચા આપી છે. પિથાપુર બાજુ જતાં તેઓએ જ્યારે ગાંધીનગરના મારા નિવાસસ્થાને એક દિવસ માટે સ્થિરતા કરી, ત્યારે મારાં કુટુંબીજને અને ગાંધીનગરના બીજા મંત્રીઓ અને કર્મચારીવર્ગ તેમની હૃદયસ્પર્શી, સરળ અને મધુર વાણીથી ઘણુ પ્રભાવિત થયાં હતાં. હિન્દીમાં પ્રવચન આપનાર વક્તા ગુજરાતીભાષી આબાલવૃદ્ધ બહેનેભાઈઓને મંત્રમુગ્ધ કરી દે, એ બિના જ એમની હૃદયની નિર્મળતા અને વાણીની સિદ્ધિની સાક્ષી પૂરે છે. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28