Book Title: Sanyamni Suvas
Author(s): Vimalsagar
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૦ બચપણથી મળેલ ધર્મભાવનાના સંસ્કારના અંકુરને ફાલવા-ફૂલવાને એક વિશિષ્ટ સુયોગ એમને મળી ગયો. તેઓ સ્વર્ગસ્થ આચાર્ય શ્રી વિજય ધર્મસ રિજી (કાશીવાળા)ની પ્રેરણાથી મધ્યપ્રદેશમાં શિવપુરીમાં સ્થપાયેલ જૈન શિક્ષણસંસ્થા શ્રી વીરતત્વ પ્રકાશક મંડળમાં કેટલાક વખત માટે અભ્યાસ કરવા રહ્યા. આ પાઠશાળાના વાતાવરણે તેઓની ધર્મભાવનાને વિશેષ પલ્લવિત કરવામાં ખાતર અને પાણીનું કામ કર્યું. જ્યારે તેઓ પાઠશાળા છોડીને પોતાને વતન પાછા ફર્યા, ત્યારે એમના અંતરમાં ત્યાગમાર્ગ તરફના અનુરાગના અંકુર રોપાઈ ચૂક્યા હતા, મન પણ ભારે અજબ વસ્તુ છે. જ્યારે એ ભેગના માર્ગે વળે છે, ત્યારે એને ભેગવિલાસની વધારેમાં વધારે સામગ્રી પણ ઓછી લાગે છે અને પિતાની ભેગવાસનાને શાંત કરવા એ નવી નવી સામગ્રીની ઝંખના કરે છે. અને જ્યારે એ ત્યાગમાર્ગ તરફ વળે છે ત્યારે એ પિતાની પ્રિયમાં પ્રિય અને મેંઘામાં મોંઘી વસ્તુને પણ ઉલ્લાસથી ત્યાગ કરે છે, અને એકમાત્ર ત્યાગના માર્ગે આગળ ને આગળ વધવાની જ ઝંખના સેવે છે. આવા પ્રસંગે સંયમ, તપ, વૈરાગ્ય અને તિતિક્ષાને એ પિતાના સાથી બનાવી દે છે. સાધુધર્મની દીક્ષા લેતાં પહેલાં મુનિ શ્રી પદ્મસાગરજીનું પણ એવું જ થયું. એમની ઘર-સંસારનો ત્યાગ કરવાની ઝંખના દિવસે દિવસે વધુ ઉત્કટ બનતી ગઈ. છેવટે એમણે દીક્ષા લેવાને દઢ સંકલ્પ કર્યો અને પિતાના જીવનના ઉદ્ધારક બની શકે એવા ગુરુની શોધ શરૂ કરી. ત્યારે એમની ઉંમર અઢારેક વર્ષની હતી. અને અંતરના ઉમંગથી શોધ કરનારને પિતાના ઇષ્ટની પ્રાપ્તિ થઈ જ જાય છે. એમનું ચિત્ત વિકમની વીસમી સદીમાં જૈનધર્મના ધ્યાન–એગમાર્ગને સજીવન કરનાર ગિનિષ્ઠ પરમપૂજ્ય આચાર્યપ્રવર શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીના સમુદાયના સમતાન સરેવર, પ્રશાંતમૂર્તિ, મૂક સાધક અને ધીરગંભીર આચાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વર મહારાજ ઉપર ઠર્યું. અને આચાર્ય મહારાજે એમની રેગ્યતા જોઈને એમને પિતાના પ્રભુભક્તિપરાયણ અને સંયમસાધનામાં સતત જાગ્રત શિષ્ય મુનિ શ્રી કલ્યાણસાગરજીના (વર્તમાનમાં આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીના) શિષ્ય તરીકે દીક્ષા આપી. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28