Book Title: Sanyamni Suvas
Author(s): Vimalsagar
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ આચાર્ય પદવી પ્રસંગે અંતરની વંદના સુખ-સાહ્યબી હેય તે સંસાર સ્વર્ગ સમે મિઠે લાગે; પણ સંસારમાં રહીને દુઃખના ડુંગર ઓળંગવાના હોય તોય ઘર-સંસાર છોડવાનું મન ન થાય? આવી અદ્દભુત તાસીર છે ભવાટવીરૂપ સંસારની. આવા સંસારમાં જન્મ ધારણ કરીને માનવી ધારે તે માનવમાંથી દેવ બની શકે છે અને ધારે તે દાનવને પણ સારા કહેવરાવે એવાં કાર્યો કરે છે; જે જેને પ્રયત્ન એવી એની સિદ્ધિ જે માનવી પિતાના સંસારને ત્યાગ-વૈરાગ્ય-સંયમના દિવ્ય રસાયણથી ભાવિત કરવાને ધર્મ-પુરુષાર્થ કરે છે, તે પિતાના સંસારને ઉજાળી જાણે છે અને પોતાના જીવનને અમરતાના અને સચિદાનંદમયતાના માર્ગે દેરી જાય છે. અને આવા ધર્મમાર્ગને પુણ્યયાત્રિક બનેલો આત્મા પિતાનું ભલું કરવાની સાથે માનવસમાજને પણ કલ્યાણને માર્ગ ચીંધી શકે છે. પરમ પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી પદ્મસાગરજી ગણિની ધર્મસાધના અને કર્તવ્યનિષ્ઠા કેઈક આવા જ સ્વ-પર-ઉપકારક જીવનસાધક ધર્મપુરુષની પ્રેરક કહાની કહી જાય છે. જૈનધર્મની પ્રરૂપણાભૂમિ પૂર્વભારત. જૈન ધર્મના મૂળ શાસ્ત્રગ્રંથ પણ એ ભૂમિમાં જ રચાયા. આ પૂર્વ ભારતને એક વિભાગ તે અત્યારને બંગાળ પ્રદેશ. એ પ્રદેશના અજીમગંજ નગરમાં, આશરે ચાળીસેક વર્ષ પહેલાં, શ્રી પદ્મસાગરજી મહારાજને જન્મ. કુટુંબ ધર્મના રંગે પૂરું રંગાયેલું. ઉપરાંત, ધનપતિ લેખાતા બાબુ કુટુંબને નિકટને સંપકી. એટલે કુટુંબને ધર્મના સંસ્કારોની સાથે વિવેકભર્યા વાણી-વર્તન તથા ખાનદાનીના સંસ્કાર પણ સહજ રીતે મળેલા. જીવનને સંસ્કારી અને ઉચ્ચાશયી બનાવે એવા આવા ઉમદા વાતાવરણમાં મુનિ શ્રી પદ્મસાગરજીને ઉછેર થયેલું. અને કોઈ પૂર્વને સંસ્કાર કહે કે ઉત્તમ ભવિતવ્યતાને સંકેત કહે, ઊછરતી ઉંમરથી, જ તેઓનું મન ધર્મશ્રદ્ધા અને ધર્મક્રિયા તરફ અભિરુચિ ધરાવતું હતું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28