________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
તેમનાં વ્યાખ્યાનોમાં જૈન અને જૈનેતરે હજારોની સંખ્યામાં ઊમટે છે. અહીં બેઠા બેઠા એ જાણવા મળેલું કે પૂજ્યશ્રીના છેલ્લા ચાતુર્માસ દરમિયાન તેમનાં વ્યાખ્યામાં ધર્મસ્થાનરક્ષક અને શ્રીસંઘનાયક શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈ અવારનવાર હાજરી આપતા હતા. આના કરતાં પૂજ્યશ્રીને જ્ઞાન અને સંયમસિદ્ધિના બીજા કયા સચેટ પુરાવા હોઈ શકે?
આવું પ્રતિભાસંપન્ન વ્યક્તિત્વ ધરાવતા પૂજ્યશ્રીને ટૂંક સમયમાં દાદાગુરુ આચાર્ય ભગવંત શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી આચાર્ય પદ પ્રદાન કરશે તે શાસન માટે ગૌરવને પ્રસંગ છે. આવા ગૌરવવંતા પ્રસંગની વિનમ્રભાવે અનુમોદના કરતાં હું ધન્યતા અનુભવું છું. હૈદ્રાબાદ.
સાંકળચંદ હિં. શેઠ તા. ૧૩–૧૧–૭૬ (ગુજરાત હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ)
પૂ. પદ્મસાગરજી મહારાજશ્રીનાં વ્યાખ્યાનોથી હું ખૂબ જ આકર્ષા છું. શ્રેતાઓને એકધારા રસમાં તરબોળ કરી એમને સતત ખેંચી રાખવાની એક આગવી અને અનેખી શિલી યાને કળા એમણે સિદ્ધ કરી છે. એમનાં વ્યાખ્યાને પાછળ વિશાળ જ્ઞાન, અવિરત ચિંતન અને મનન, વૈજ્ઞાનિક દષ્ટિ, આધુનિક યુગ સાથેની સંવાદિતા તથા અસાંપ્રદાયિકતાનાં આપણને દર્શન થાય છે. એમણે પ્રસ્તુત કરેલા વિચારને સચોટ અને સરળ રીતે સમજાવવા માટે રજૂ થતાં યોગ્ય અને પ્રસંગચિત દૃષ્ટાંત એ એમની એક વિશિષ્ટતા છે.
એમને અર્વાચીન વિજ્ઞાન-પરિચય ખરેખર આશ્ચર્યકારક છે. આવા પ્રખર અભ્યાસી અને પ્રભાવશાળી અસ્મિતા ધરાવતા ચિંતકે અને વ્યાખ્યાતાઓ સંપ્રદાયના સંકુચિત ક્ષેત્રની બહાર પણ એમનાં ઊંડાં અભ્યાસ, જ્ઞાન અને સાધનાને લાભ સમસ્ત જનતાને આપે તે આધુનિક માનવસમાજને એક ન જ ચારિત્ર્ય ઘડતરને આધ્યાત્મિકતાસભર અભિગમ આપી શકાય. અમદાવાદ,
મનુભાઈ કે. શાહ (પ્રિન્સિપાલ જજ, સીટી સીવીલ અને સેસન્સ કોર્ટ)
For Private And Personal Use Only