Book Title: Sanyamni Suvas Author(s): Vimalsagar Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana View full book textPage 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપને તથા બીજા મુનિ મહારાજાઓને વંદન અમદાવાદ તા. ૧૬-૧૧-૭૬ કેશવલાલ લલુભાઈની ૧૦૦૮ વંદના સ્વીકારશોજી. પરમ પૂજ્ય પંન્યાસ શ્રી પદ્મસાગરજી મહારાજે સાધુપણુની નિર્મળ સાધના કરીને જ્ઞાન અને ચારિત્રની જે સિદ્ધિ મેળવી છે, એનાં દર્શન એમના પરિચયમાં આવનાર હરકોઈ વ્યક્તિને સહજતાથી થાય છે. આથી પણ વિશેષ પ્રભાવ તે તાજને ઉપર તેમની અલૌકિક વાણી અને વ્યક્તિત્વથી ભરપૂર તેમનાં મનનીય વ્યાખ્યાને દ્વારા પડે છે. અને આ સાંભળવાને લહાવો જે કોઈને મળે છે તેઓ પોતાની જાતને ભાગ્યશાળી માને છે. તેઓએ જૈનધર્મનાં તથા અન્ય ધર્મોનાં શાસ્ત્રનું તેમ જ ધર્મભાવનાની પોષક અન્ય વિદ્યાઓનું ઊંડું વાંચન-મનન કરીને, પોતાના કલ્યાણ માટે, જે નવનીત મેળવ્યું છે, તેને લાભ તેઓ પોતાની બુલંદ, સચોટ અને મધુર વાણી દ્વારા હજારો શ્રોતાઓને આપીને શાસનની જે પ્રભાવના કરી રહ્યા છે, તે અપૂર્વ અને ખૂબ અનુમોદનીય છે. એમની વાણું જેમ હૃદયસ્પશી છે, તેમ ખૂબ કર્ણમધુર પણ છે; અને તેથી એ લાંબા વખત સુધી શ્રેતાઓના અંતરમાં ગુંજ્યા કરે છે અને એમને ધર્મના માર્ગે પ્રેર્યા કરે છે. ગણધરવાદ જેવા તત્ત્વજ્ઞાનના ગહન વિષય ઉપર એમને બોલતાં સાંભળીને તે હદય જાણે દિવ્ય આનંદમાં ખોવાઈ જાય છે અને જીવનસ્પશી લાગણીને અનુભવ કરે છે. વળી, બીજા કોઈ પણ ગહન વિષયની રજૂઆત અને સમજૂતી તેઓ જે સરળતાથી કરી શકે છે, તેથી તેઓએ જ્ઞાનને પચાવીને કેટલું આત્મસાત કર્યું છે તે જાણી શકાય છે. સામાન્યમાં સામાન્ય માનવી પણ એમની આવી જ્ઞાન અને વાણુની સિદ્ધિને લાભ ખૂબ સરળતા અને ઉલ્લાસથી લઈ શકે છે. આવા એક સમર્થ જ્ઞાની છતાં નમ્રતા અને સરળતાના ઉપાસક For Private And Personal Use OnlyPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28