Book Title: Sankshipta Jain Darshan
Author(s): Dineshchandra Joravarmal Modi
Publisher: Dineshchandra Joravarmal Modi

View full book text
Previous | Next

Page 13
________________ અન્ય કોઈ જિંદગીભર મહેનત કરીને પણ ન મેળવી શકે તેના કરતાં અસંખ્યગણું રિદ્ધિ સિદ્ધિ આપને આવી મળી. જિંદગીના ચોકઠા કરતાં આપ ઘણું મોટા માનવી હતા; મુઠ્ઠીભર ઊંચેરા યુવાન હતા. જિંદગી આપને જીરવી ન શકી. ફક્ત સત્તાવીસ વર્ષની તરુણ વયે અચાનક નિઃસંતાન આપ આ દુનિયા છોડીને દેવલેક ચાલી ગયા. આપને સ્વભાવ અત્યંત નિખાલસ, અને હૃદય સ્ફટિક જેમ સ્વચ્છ હતું. આપ નિકટવતી ભવ્ય જીવ હેઈ અતિ મંદ કષાયી હતા. ધર્મની તીવ્ર રુચિ અને તત્ત્વનું ઊંડું જ્ઞાન હતું. જેને અધ્યાત્મ સ્ટડી સર્કલ ફેડરેશન તરફથી હાલમાં યોજાતી જૈન અધ્યાત્મ વ્યાખ્યાન માળાની સ્થાપના અને શરૂઆત અમુક વર્ષો સુધી આપની પ્રેરણું અને સંપૂર્ણ આર્થિક સહાયથી અને આપના નામ સાથે થઈ હતી. આપ વારંવાર કહેતા હતા કે આત્માને દેહથી તદ્દન ભિન્ન ભાન, શ્રદ્ધા અને અનુભવે તે ધર્મની ટૂંકામાં ટૂંકી પરિભાષા છે. ધર્મ બાબત આપની સમજણ અને પરિપકવતા જોઈ વિદ્વાન પંડિતે પણ દંગ રહી જતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 620