Book Title: Samvedh Chatrishi
Author(s): Ajitsagarsuri
Publisher: Simandharswami Jain Mandir Khatu Mehsana

View full book text
Previous | Next

Page 9
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તિએ લખવાથી ગ્રંથ લગભગ ર૦૦ ફામ જેવડા મટે થઈ જશે એમ ધારી આગળ વિવેચન સંક્ષેપમાં કર્યું છે. અને ઘણાખરા દ્વારે કે જે દ્વારા પ્રથમનું વર્ણન ધ્યાનપૂર્વક વાંચવાથી સહેજે સમજાય તેવાં છે, તેવાંની દ્વારપ્રાપ્તિએ પ્રસંગે “સુગમ છે” અથવા “અમુક દ્વારવ” એમ લખેલું છે. એ પ્રમાણે સંકોચ કરતાં પણ આ ગ્રંથને શરૂઆતમાં જે ૩૦-૪૦ ફોરમ એટલે ધાર્યો હતો તે સંપૂર્ણ થતાં લગભગ ૬૦ ફોરમ જેટલો થયે છે. આ ગ્રંથનું વિવેચન લખતી વખતે ઘણે સ્થળે શ્રી પ્રજ્ઞાપના સૂત્ર, શ્રી જીવાભિગમસૂત્ર, શ્રી પંચસંગ્રહ, શ્રીમદેવચન્દ્રજીકૃત વિચારસાર, યંત્રપૂર્વક કર્મગ્રંથાદિ વિચાર, ઈત્યાદિ ગ્રંથની સહાય લીધી છે, અને જે કારને અંગે જે દ્વારપ્રાપ્તિ ગ્રંથમાંથી મેળવી શકાયી નથી તે દ્વારપ્રાપ્તિ યથામતિ ગણત્રી કરીને લખી છે, કારણકે પૂર્વોક્ત ગ્રંથમાં ઘણુંખરૂં ૬૨ માર્ગણદ્વારે ૧૪ જીવભેદ અને ૧૪ ગુણસ્થાન પ્રત્યે કેટલીએક દ્વારપ્રાપ્તિઓ મળી શકે છે, પરંતુ આ ગ્રંથમાં તે ૩૬ દ્વારોના ઉત્તર ભેદ ગણતાં લગભગ ૭૦૦ થી પણ ઉપરની સંખ્યા થાય છે, માટે ઘણી ખરી દ્વારપ્રાપ્તિઓ તે નવી ગણત્રીથી ઉપજાવેલી છે. વળી ગ્રંથમાંથી મળી આવતી દ્વારપ્રાપ્તિઓ પણ તેમાંથી દરેક જોઈ જોઈને ઉતારી નથી પરંતુ જે દ્વારપ્રાપ્તિમાં વિશેષ નિર્ણય કરવા જેવું લાગે તે દ્વારપ્રાપ્તિ માટે પૂર્વોક્ત ગ્રંથને આશ્રય લીધો છે. વિશેષ નિર્ણય કરવા જેવી શંકાસ્પદ દ્વારપ્રાપ્તિઓ તે ગ્રંથના આશયથી જ લખી છે. છતાં આ ગ્રંથના વિવેચનમાં મતિષથી તેમજ પ્રેસદોષથી થયેલી ભૂલ માટે હું વાચકવર્ગ પાસે સવિનય ક્ષમા ચાહું છું અને સુધારી વાંચવાની ભલામણ કરું છું. તેમજ તેવી ભૂલો માટે હું મિથ્યાદુકૃત દઉં છું. લખનાર:શ્રી ભૃગુકચ્છ (ભરૂચ) નિવાસી શ્રેષ્ઠીવર્ય શ્રીયુત્ અનુપચન્દ્રશ્ય વિદ્યાથી ચંદુલાલ નાનચંદ. મુકામ સીનેર, હાલ-અમદાવાદ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 163