________________
૧૭
તેમાં પણ “વાસ મારા' એ આલાપક મૃષા જ થશે. તેર મહિના લેકમાં પ્રમાણભૂત છે, એમ વિચારવાથી પર્વની પૂર્વ અને ઉત્તર યુક્તિને અભાવ જ છે. એમાં કેટલાક કહે છે કે સિદ્ધાનના ટિપ્પણના અનુસારે પાંચ વર્ષવાળા યુગના મધ્યમાં તૃતીય વર્ષમાં પિષ અને પાંચમા વર્ષના અન્તમાં અષાઢ વધે છે, તેના અનુસાર અમે પણ આષાઢને જ વધારી, પ્રથમ શ્રાવણમાં આષાડ-ચેમાસું કરીને વીસ દિવસ વડે પર્યુષણ પર્વ કરીએ છીએ. એમ જે કહેતા હે તે અમે પૂછીએ છીએ કે તે ટિપણું કયાં છે?–તે ટિપ્પણું વિચ્છેદ ગયેલું હોવાથી હાલમાં તે અનુસાર સર્વ ગ્રહોની ગતિ અને પર્વતિથિ આદિના સ્વરૂપનું જ્ઞાન જાણવામાં નથી. સિદ્ધાંતમાં ૧–આષાડ, ૨-ભાદરવો, ૩-કાર્તિક, ૪ પિષ, ૫–ફાગણ, ૬-વૈશાખ, એ છ માસના કૃષ્ણ પક્ષમાં શ્રી ઉત્તરાધ્યયનના ૨૬ મા અધ્યયન વિગેરેમાં દર્શાવ્યા મુજબ વર્ષમાં છ તિથિઓને પાત (ક્ષય) થાય છે. અને વર્ષમાં સામાન્ય તિથિ કે પર્વતિથિ અર્થાત કોઈ પણ તિથિ વૃદ્ધિ પામતી જ નથી. તેના અનુસાર ગ્રહણ કરાયેલ જે તિથિ તેમાં વિરોધ થશે. આઠમ વિગેરે પર્વે સૂત્રોક્ત નહિ થઈ શકે અને સવ પર્વોમાં વિરોધ આવશે. આથી સર્વ ગીતાથ સૂરિવરેએ મળીને લૌકિક ટિપણું જ પ્રમાણ કર્યું છે.
લોકોત્તર (જૈન) શાસનમાં થઈ ગયેલા મહાપુરૂષોએ અને લૌકિકમાં થઈ ગયેલા પુરૂષોએ રચેલા જે નિષ્પક્ષ જ્યોતિષ શાસ્ત્રો તે શાસ્ત્રાનુસારે ગણિત પ્રમાણે ટિપ્પણમાં જે તિથિ જે પ્રમાણે આવતી હોય તે તિથિ તેજ પ્રમાણે ગ્રહણ કરવી જોઈએ. માત્ર ભતિકલ્પનાએ ટિપ્પણુંમાં દર્શાવાયેલી તિથિની ઉપેક્ષાકર્તાને, મહેપાધ્યાય શ્રીમદ્ ધર્મસાગરજી મહારાજે ઘણું જ સુંદર રીતે હિતશિક્ષા આપતાં ટિપ્પણામાં દર્શાવાયેલી જ તિથિ ગ્રહણ કરવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org