Book Title: Samvatsarik Parvatithi Vicharana
Author(s): Janakvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Bhabher

View full book text
Previous | Next

Page 80
________________ ૭૫ પાછા હઠવાનું થાય છે. પરંતુ સાંવત્સરિક તિથિના ઈરાદાપૂર્વ અવગણના કરવાથી તે મહાન દોષ થાય એ સૌ કોઈ સમજી શકે છે. મહાપર્વની ઉત્કૃષ્ટતા વર્ણવતાં પૂ. શાસ્ત્રકારે ભગવાને ફરમાવે છે કે" मन्त्राणां परमेष्ठिमन्त्रमहिमा तीर्थेपु शत्रुजयो, दाने प्राणिदया गुणेषु विनयो ब्रह्मव्रतेषु व्रतम् संतोषो नियमे तपस्सु च शमस्तत्त्वेषु सदर्शनं, सर्वशोदितसर्वपर्वसु वरं स्याद्वार्षिक ર્વે જ છે ? ” ભાવાર્થ—-“ જેમ મંત્રોમાં પરમેષ્ટિ મહામંત્ર છે, તીર્થોમાં શત્રુંજય તીર્થ શ્રેષ્ઠ છે, દાનમાં પ્રાણિદાન અધિક છે, નિયમમાં સંતોષ પ્રધાન છે, તેમાં શાંતિ મહાન છે, તેમાં જૈનદર્શન ઉત્તમોત્તમ છે; તેમ સર્વજ્ઞ ભગવંતે કહેલાં સર્વ પર્વેમાં વાર્ષિક મહાપર્વ પ્રધાન છે.” આવા મહત્ત્વશીલ મહાપર્વની આરાધનાની અંગે આવતે વર્ષે પણ આપણો સમાજ પહેલી પાંચમ કે એથમાં વિભક્ત ન થઈ જાય તે ખાતર પૂજ્ય શાસનહિતૈષી આચાર્ય મહારાજાદિઓએ શાસ્ત્રાધાર સાથે, પૂર્વ સત્ય પરંપરા સાથે, ચાલુ શુદ્ધાશુદ્ધ રિવાજની સ્પષ્ટતા સાથે, પિતપોતાના વિચારે જાહેરમાં મૂકવાની અને એ રીતે જિજ્ઞાસુ જનતાને સત્ય વસ્તુથી વાકેફ કરવાની હરકઈ રીતે જરૂર છે અને એ રીતે સમાજની એકગ્રંથીના મહ૬ ફળની અને શાસનની મહાસેવા બજાવવાની ખાસ આવશ્યક્તા છે. ઉપર્યુક્ત રીતે શાસ્ત્રાધાર, સત્ય પરંપરા અને હાલના રિવાજના અંગે કેટલીક હકીકત, જનતા સમક્ષ વિચારણાર્થે અને સત્ય તત્ત્વ હસ્તગત થાય તે ખાતર દર્શાવવામાં આવી છે. શાસ્ત્રાધારોને ભાવાર્થ જણાવતાં જે કોઈ પણ સ્થળે મૂળપાઠને બાધક કાંઈ લખવામાં આવ્યું હોય, તો પૂ. વિદ્વાન મુનિવરોએ મારી એ અનિછનીય સ્કૂલના સુધારવા કૃપા કરવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130