Book Title: Samvatsarik Parvatithi Vicharana
Author(s): Janakvijay
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Bhabher

View full book text
Previous | Next

Page 31
________________ છતાં પ્રશ્નના ઉત્તરમાં બે આઠમની બે સાતમાં જણાવવામાં જે નિરાબાધ સ્થિતિ જેનશાસનમાં જણાત, તે પૂ. પ્રવર શ્રી વિજય સેનસૂરિજી મહારાજાને બીજી આઠમમાં અરાધના કરવી વિગેરે જણાવવાની જરૂર જ શી હોત? આ સર્વ પરથી આપણે સમજી શકીએ છીએ કે—બે પાંચમ કે બે આઠમ જેનસમાજમાં આવે તેમાં ચર્ચાનું કોઈ કારણ જ ન હોય. હાલની ચર્ચામાં “ચાલુ ખલનાશીલ વૃત્તાન્તને કઢકારક બીજું પણ કારણ અનુમાનથી જાણું શકાય. કારણ કે સંભવે છે કે-પં. પદ્માનંદજી ગણિવર જેવા પણ પહેલી આઠમે આરાધના કેમ ન કરવી ? એ પ્રકારને પ્રશ્ન કરે અને ખૂલાસો મેળવી બીજી આઠમ આરાધે. પરંતુ દરેક બાળજી તે પ્રકારના પ્રશ્નશીલ નજ હેય એ સ્વાભાવિક છે. એટલે ભિંતીયા ટિપ્પણું વિગેરેમાં જે બે આઠમ વિગેરે લખાય તે વસ્તુસ્થિતિથી અજ્ઞાત બાળજી વાસ્તવિક આરાધનીય પર્વતિથિની કદાચ વિરાધના કરી બેસે. એટલે એ વિરાધના ન થઈ જાય અને વિના સંદેહે બાળજી પણ પરાધન કરી શકે, તે ખાતર બે આઠમને બદલે બે સાતમ અને એક આઠમ બાળજીવોની સુગમતા ખાતર ચલાવી લેવામાં આવી હોય. હવે વસ્તુસ્થિતિ આવીરીતની હોવાથી બાળજીવને સુગમતા ખાતર ચલાવી લેવાયેલી બાબત બાળજીને કોઈ વખત મુંઝવનાર ન થઈ પડે, તે ખાતર પૂર્વાપરને ખ્યાલ રાખવાની તે તે સમયના પૂ. શાસનનાયક આચાર્યવર્યોની આવશ્યક ફરજ છે. પર્વના દિવસે તેમાં કરવાગ્ય અવશ્ય કૃત્યો અને આરાધનાનું ફળ આદિને વિચાર. પૂ. શ્રી ર-નશેખરસૂરીશ્વરજી મહારાજા મહાગ્રંથ શ્રીશ્રાદ્ધવિધિના તૃતીયપ્રકાશને બર–ામાં અતિ સ્પષ્ટતાપૂર્વક એ અંગે ફરમાવે છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130