________________
સમર્થ–સમાધાને ઉત્તર : સમુચ્ચય રૂપે તે સમુમિ તિર્યંચ પંચેન્દ્રિયના પાંચેય ભેદ મનુષ્યક્ષેત્રની અંદર તથા બહાર અને જગ્યાએ છે. પરંતુ અવાક્તર કઈ ભેટવાળા અંદર નથી તથા કેઈ બહાર પણ નથી, જેને ખુલાસે પન્નવણાના પ્રથમ પદમાં આપ્યું છે. જેમ કે આલિકા મનુષ્ય ક્ષેત્રમાં ક્યારેક પંદર કર્મભૂમિમાં, તથા કયારેક પાંચ મહાવિદેહમાં હોય છે, બીજે નહિ. એ જ પ્રકારે સમુદ્રગક પંખી તથા વિતત પંખી પણ મનુષ્યક્ષેત્રની બહાર જ હોય છે. જેવી રીતે તેમને નિષેધ બતાવ્ય, એવી જ રીતે જે સાધારણ પાંચેયમાંથી કેઈ એક સંસી તિર્યંચ પંચેન્દ્રિયને નિષેધ હેત તે બતાવત, તેથી સમુચ્ચયે તે પાંચેય મનુષ્ય ક્ષેત્રની બહાર તથા અંદર બને જગ્યાએ હોવાને સંભવ છે.
પ્રશ્ન-૧પ૯૮ : મદ તથા અભિમાન એ બેમાં ખાસ શું અંતર છે? કારણ કે અભિમાન તો મેહનીય કર્મની પ્રકૃતિ છે તથા મદ ગોત્ર કમની પ્રકૃતિ છે ?
ઉત્તર ; મદને ગોત્ર કમની પ્રકૃતિ સમજવી નહિ, કારણ કે જાતિ, કુળ, બળ વગેરે આઠ ભેદ – કર્મના છે. છતાં તેને મદ કરે તે ગેત્ર કર્મ નથી. મદ તથા અભિમાન બન્નેય મેહનીય કર્મની પ્રકૃતિઓ છે. ભગવતી શતક ૧૨ ઉ. ૫ માં માન, મદ, દર્પ, સ્તંભ વગેરે માનના બાર નામ બતાવ્યા છે. એ બધા નામોની વિશેષતા ટીકામાં બતાવી છે. માન એ સામાન્ય નામ છે. તથા મદ, દપ વગેરે તેના વિશેષ નામ છે. સ્તંભ આદિ ભેદ માનનું કાર્ય છે, એમ પણ સમજી શકીએ છીએ.
પ્રશ્ન-૧પ : સંવત્સરીના દિવસે ઉપવાસ તથા તે પહેલા લેચ કરો એ બને ક્રિયાએ શું આવશ્યક છે ? જે રારીરિક અસ્વસ્થતાને કારણે કઈ આ બન્ને કિયાઓ ન કરી શકે છે, શું તેણે અનશન કરી લે જોઈએ? શું કોઈ એક ક્રિયાનો વિકપ હવે સંભવિત છે?
ઉત્તર : સંવત્સરીને દિવસે ઉપવાસ તથા સંવત્સરીના પ્રસંગે લેચ ન થાય એવી સ્થિતિમાં સાધુ માટે ગુરૂ ચૌમાસી પ્રાયશ્ચિત શ્રી નિશીથ સૂત્રના ૧૦ મા ઉદેશામાં છે. કેઈ ખાસ શારીરિક કારણ પ્રસંગે સાધુથી ઉપવાસ, લચ આદિ ન થયા હોય તે તેણે સહર્ષ ગુરુ ચોમાસી પ્રાયશ્ચિત સ્વીકારી લેવું જોઈએ. જેથી સમાજમાં શાસ્ત્રીય નિયમનો ભંગ કરવાનું કોઈ દુસાહસ કરી શકે નહિ.
પ્રશ્ન -૧૬૦૦ : ભગવાને પૃથ્વીકાયને વણે પળો, અપકાયનો લાલ, તેઉકાયનો સફેદ, વાયુકાના લીલો તથા વનસ્પતિને શ્યામ તથા ત્રસના વિવિધ વણે બતાવ્યા છે. તે તે કેવી રીતે સમજવા ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org