Book Title: Samarth Samadhan Part 3
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 226
________________ ભાગ ત્રીજો ૧૮૫ ઉત્તર-ચરમ નિજેરાના મુદ્દગલ કેટલાયે અવધિજ્ઞાનીઓ જાણે છે. અને કેટલાક અવ વિજ્ઞાનીઓ દેખતાં પણ નથી. જો કે ચરમ શરીરને મારણાંતિક સમુદ્દઘાત હોતી નથી, છતાં પ્રજ્ઞાપના પદ-૧૫ માં બતાવ્યા પ્રમાણે આ પ્રમાણે છે. અહિંયા તેને અર્થ મરણ કરવું જોઈએ. પરંતુ મારણાંતિક સમુદઘાત કહેવી જોઈએ નહિ. ત્યાં મરણને જ મારણતિક સમુદઘાત કહી દીધી છે. પ્રશ્ન ૨૦૭૫-દર્પણમાં પડતી પ્રતિછાયા કેની પર્યાય છે? ઉત્તર-દર્પણમાં જે પદાર્થને પડછા પડે છે, તેની જ પર્યાય સમજવી. પરંતુ દર્પણની પર્યાય સમજવી નહિ. પ્રશ્ન ૨૦૭૬-ઉત્તરા. આ. ર૬ ગાથા ૧૬ માં આવેલ “નેટ્ટા મૂકે ” શબ્દને શું અર્થ છે? ઉત્તર-વેરામૂને અર્થ જેઠ માસ સમજવું જોઈએ. જયેષ્ઠની પૂર્ણિમાએ જ્યારે મૂળ નક્ષત્ર હોય ત્યારે તે જેઠ મહિનાનું મૂળ નક્ષત્ર ગણવામાં આવે છે. પ્રશ્ન ૨૦૭૭-મથાણીયા વિગેરે કેટલાક ગામમાં સ્થાનકની પાછળ મુસલમાન વિગેરે રહે છે, તે તે સ્થાનકમાં સ્વાધ્યાય વિગેરે કેમ થઈ શકે ? કારણ કે પાછળના ભાગમાં અખાધ ભક્ષણ, અપેય પાન વિગેરે તે લેકે કરતાં હશે? ઉત્તર-એકાંતમાં બેસીને સ્વાધ્યાય કરવામાં હરકત આવતી નથી. સ્વાધ્યાયનું સ્થાન એવું હોવું જોઈએ કે જ્યાંથી તે પુદ્ગલ પર દષ્ટિ ન પડે. તે સાથે ગંધ પણ ન આવવી જોઈએ. પ્રશ્ન ૨૦૭૮-રહેવાના સ્થાનકથી થોડે દૂર એકલા સાધ્વી વ્યાખ્યાન વાંચવા અથવા વાંચણી લેવાનું કાર્ય કરી શકે, શું? ઉત્તર-વ્યાખ્યાનની જેમ વાંચણીમાં વધારે ભાઈ બહેન હોય તે એકલા સાધ્વી પણ વાંચણી લઈ શકે છે. પ્રશ્ન ૨૦૭૯-બાર મહિનાનું પ્રાયશ્ચિત એક સાથે કેવી રીતે ઉતારી શકાય? ઉત્તર-બાર મહિનાનું પ્રાયશ્ચિત નીચેના પ્રકારથી ઉતરી શકે છે. પાંચ ઉપવાસ કરીને, બે મહિનાને એકતર તપ કરીને, કઈ પણ એક વિશયને બાર માસ સુધી ત્યાગ કરીને, એક દિવસને છેદ લઈને, બાર મહિનાનું પ્રાયશ્ચિત ઉતારી શકાય છે. પ્રશ્ન ૨૦૮૦-પૂ. શ્રી જ્ઞાનચંદ્રજી મ. સા. તથા શ્રી ચુનીલાલજી મ. સા, ને કેટલા શિષ્ય હતા? સ. સ-૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 224 225 226 227 228 229 230