Book Title: Samarth Samadhan Part 3
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 211
________________ ૧eo સમર્થ–સમાધાન વિગેરે દેષ લાગે છે. આ બધા કારણોથી સોય વિગેરેની અનર્થક યાચના પણ વિશેષ દેષનું કારણ થાય છે. તેથી સાગરિક પીડથી અવિધિ અનર્થ સોય લેવામાં વિશેષ દોષનું કારણ બતાવ્યું છે એમ લાગે છે. પ્રશ્ન ૨૦૧૭-હસ્તકર્મ તેમજ અવિધિપૂર્વક વસ્ત્ર સીવવાનું પ્રાયશ્ચિત એક સરખું કેવી રીતે? ઉત્તર-જે કે નિશીથના પ્રથમ ઉદ્દેશાના બધા બેલનું ગુરૂમાસિક પ્રાયશ્ચિત બતાવ્યું છે. તેમાં પણ તે બધા બેલેમાં એકાંત સરખાપણું નથી. કારણકે કઈ બોલને માટે છે, કોઈને માટે તપ વિગેરે પ્રકારના પ્રાયશ્ચિત બતાવ્યા છે. અવિધિપૂર્વક સીવવામાં પ્રમાદબુદ્ધિ, જીવોને ઉપઘાત, વિભૂષા વગેરે અનેક કારણથી ઉપરના બેલેની સાથે સમાનતા પણ હોઈ શકે છે. કેઈ બોલથી કઈ મહાવ્રત દુષિત થાય છે. જો કે ભિન્ન ભિન્ન બેલેથી મહાવ્રતનું દુષિત થવું સિદ્ધ થાય છે. તેથી આ અપેક્ષાએ સમાનતા પણ કહી શકાય છે. બધાના પૃથક પૃથક ભેદ-પ્રભેદ કરવા એ કયાં સુધી સંભવિત છે? એ તે આલોચના સાંભળનારની જવાબદારી છે કે તે આલેચકના દોષ સાંભળીને (મૂળ સૂવ પર ધ્યાન રાખીને) યથાયોગ્ય પ્રાયશ્ચિત આપે. પ્રશ્ન ૨૦૧૮-સૂત્રકતાંગ અ. ૩ ઉ. ૩ ગાથા ૮ થી ૨૦ સુધીની ગાથાએમાં ક્યા પરવાદીનું કથન તથા તેનું નિરાકરણ છે? ટીકાકારે તેનો સંબંધ ગોશાલકની સાથે તેમજ દિગંબર મતાનુયાયીઓ સાથે જોડેલ છે? ઉત્તર-સાધુની લેગ્ય સેવા સાધુ કરી શકે છે. આ ભગવદ્ વાક્યનું ખંડન કરનાર આજીવિક વિગેરે પરવાદીઓનું ખંડન તેમજ તેઓને મત આ ગાથાઓમાં છે. જિનકલ્પી સાધુ પરસ્પર વિયાવચ્ચ કરનારા ન હોવા છતાં પણ સાધુ દ્વારા આ પ્રકારની કરવામાં ન આવતી પાસ્પરિક વૈયાવચ્ચનું ખંડન કરતાં નથી. પરંતુ જેઓ પારસ્પરિક વૈયાવચ્ચ કરે છે તથા કરાવે છે, છતાં પણ તેને સાધુઓને યેગ્ય ન માનનારા પરવાદીઓ છે, તેઓને આ ગાથાઓમાં સમાવેશ છે. આવા પર વાદીએ ભગવાન મહાવીરના સમયમાં જ નહિ, બલકે અનાદિકાળથી ક્યારેક (૨) હોય છે. તેથી પહેલાં પણ આવા પરવાદી થયા હતા, એનું ખંડન આ ગાથાઓમાં કરવામાં આવ્યું છે. આ ગાથાઓ દિગંબર મતની ઉત્પત્તિ થઈ તે પહેલાં પણ હતી, એવું ધ્યાનમાં આવે છે, તેથી દિગંબર મતની સાથે આ ગાથાઓનો સંબંધ જોડે ઉચિત લાગતું નથી. પ્રશ્ન ૨૦૧૯-વધારે હિંસાના દષ્ટિકોણથી રાત્રિભોજન વધારે ત્યાજ્ય છે કે મિથુન-સેવન વધારે ત્યાજ્ય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230