Book Title: Samarth Samadhan Part 3
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot

View full book text
Previous | Next

Page 216
________________ ભાગ ત્રીજો ૧૭૫ પ્રશ્ન ૨૦૩૭. વિત્ત રિજ" પ્રાયશ્ચિત કેને કહે છે? તથા તેને ઉપગ કેવી રીતે થાય છે? શું, ગીતાર્થ સાધુ પ્રાયશ્ચિત ઓછું વધારે આપી શકે? તથા વૈયાવચ્ચ વિગેરેમાં પરિવર્તન કરી શકે? ઉત્તર-ગીતાર્થ મુનિ દ્વારા મધ્યસ્થ ભાવથી નાના મોટા કાર્ય પ્રસંગે પરિસ્થિતિ, પ્રાયશ્ચિત ધારણ કરનારની ભાવના, પ્રાયશ્ચિતને વહન કરવાની શક્તિ વિગેરે દષ્ટિમાં રાખીને જે પ્રાયશ્ચિત આપવામાં આવે છે તે આત્મવિશુદ્ધિનું કારણ બને છે. પ્રાયશ્ચિત કેટલું અથવા કયા પ્રકારનું આપવું તે પ્રસંગને નિર્ણય તે ગીતાર્થ પોતે જ કરે છે. પ્રશ્ન ૨૦૩૮-પ્રાયશ્ચિતના એવા કયા કયા સ્થાન છે જેનાં પ્રાયશ્ચિત સ્વરૂપ પંચરાત્રિક, માસિક, દ્વિમાસિક, વૈમાસિક, પંચમાસિક વિગેરે દંડ આવે છે? ઉત્તર–ગુરૂની આજ્ઞા વિના જેટલા દિવસ સાધુ રહે છે તેને એટલા જ દિવસનો તપ અથવા છેદ આવે છે. આવા પ્રસંગમાં પંચરત્રિક, દ્વિમાસિક, સૈમાસિક, પંચમાસિક વિગેરે પ્રાયશ્ચિતના સ્થાને બને છે. આવી જ રીતે બીજું મકાન ન મળવાની પરિસ્થિતિમાં મધ, પાણી વિગેરેના ઘડાવાળા અથવા આખી રાત દીપ, અગ્નિ વિગેરેથી બળતા મકાનમાં એક બે રાત્રિથી જેટલાં વધારે રહે એટલાં જ દિવસનું પ્રાયશ્ચિત આવે છે. આવા પ્રસંગ ઉપર્યુક્ત પ્રાયશ્ચિતના સ્થાન બને છે. બૃહદ્ ક૫ ઉદ્દેશક પાંચમાં કહ્યું છે કે " भिक्खू य अहिगरणं कटूटु तं अहिगरणं अविओवसिता इच्छिज्जा अन्नं गणं उवसंपज्जित्ता णं विहरित्तए, कप्पइ तस्स पंचराइंदियं छेयं कटु परिनिव्वविय....।' આ પાઠ શી પણ પંચરાવિક છેદસ્થાન સ્પષ્ટ થાય છે. વ્યવહાર સૂત્રમાં બતાવ્યું છે કે છેદે સ્થાનીય ચારિત્ર આપવાને સમયે પણ છેદપસ્થાપનીય ચારિત્ર ન આપે અથવા વિચરવા યોગ્ય કલ્પ ન હોવા છતાં પણ વિચરે, ઈત્યાદિ સ્થળોએથી વિવિધ પ્રાયશ્ચિત સ્થાન બને છે. તે પ્રશ્ન ૨૦૩૯-કઈ જગ્યાએ કબુતરીએ ઇંડાં મૂક્યાં હોય તથા કેના કેલાહલ સાંભળીને તે ભાગી જાય તથા આઠ દસ દિવસ સુધી ઈડા એમ ને એમ પડયા રહે છે તે ઈડાનું શું કરવું જોઈએ? તથા અસ્વાધ્યાયને દેષ લાગે છે કે નહિ? ઉત્તર-પક્ષીએ છેડી દીધેલા ઇંડા આઠદસ દિવસ સુધી સજીવ રહે એ સંભવ ઘણે ઓછો છે. તે ઇંડાને એકાંતમાં પરઠવીને ત્યાં સ્વાધ્યાય કરી શકાય છે. જ્યાં સુધી ઈંડા ત્યાં રહે ત્યાં સુધી અસ્વાધ્યાય ટાળવી જોઈએ. સૂયગડાંગમાં બતાવ્યું છે કે ઇંડાને માટે પિષણ જ આહાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230