Book Title: Samarth Samadhan Part 3
Author(s): Samarthmal Maharaj
Publisher: Sthanakwasi Jain Dharmik Shikshan Sangh Rajkot
View full book text
________________
ભાગ ત્રીજો
ઉત્તર–જેના વડે સંયમમાં નિસારતા હોય તેને પુલાક કહે છે. પુલાક નિગ્રંથની સ્થિતિ અંતમુહર્તની હોય છે. જો કે પુલાક અવસ્થામાં કાળ કરતાં નથી. તથાપિ કષાયકુશીલ બનીને જલદી કાળ કરે છે. તેથી ઉપચારથી આ અપેક્ષાએ પુલાકની ગતિ બતાવી છે. પુલાક અવરથામાં તે મુલ અને ઉત્તર ગુણેના પ્રતિસેવી હોય છે. જે પુલાક આલેચના કરીને કષાય કુશીલમાં આવે અને કાળ કરી જાય છે તે પુલાકના આરાધક કહેવાય છે. અસંયમમાં ચાલ્યા જાય અને આલેચના ન કરે તે તે વિરાઘક કહેવાય છે. જો કે પુલાક અવસ્થામાં જ વિરાધક કહેવાય છે, છતાં તે અવસ્થામાં કાળ નહિ કરવાને કારણે અસંયમમાં ગયેલાને વિરાધક બતાવ્યા છે. એ જ અપેક્ષાથી તેને આરાધક અને વિરાધક કહેવાય છે.
પ્રશ્ન ર૦૦૦-પ્રતિસેવના-કુશીલની સ્થિતિ જઘન્ય એક સમય તથા ઉત્કૃષ્ટ કોડ પૂર્વથી દેશે ઉણ બતાવી છે, તે તે કેવી રીતે? શું, પ્રતિસેવના કરતી વખતે ગુણસ્થાન કાયમ રહી શકે છે?
ઉત્તર–જે સમયે મૂળ કે ઉત્તરગુણમાં દોષ લાગે છે, તે સમયે તે અસંયમમાં જાય કે ન પણ જાય, પ્રતિસેવના કરીને જ્યાં સુધી આલોચના ન કરે ત્યાં સુધી પ્રતિસેવનાકુશીલ કહેવાય છે, આ અપેક્ષાએ ઉપરોક્ત સ્થિતિ છે. (માનસિક ભાવની અપેક્ષાએ સ્થિતિ એક સમયની માનવામાં કોઈ હરકત નથી, પરંતુ કોડ પૂર્વમાં દેશે ઉણુ સમય સુધી વારંવાર પ્રતિરસેવનાનું સેવન કરતા રહે એ અપેક્ષા અહિં બતાવી નથી. કારણ કે વારંવાર દેષ લગાડવાથી અસંયમ થવાનો સંભવ રહે છે. આલેચના વગરના વિરાધક જ કહેવાય છે, પરંતુ કષાયકુશીલમાં આવતાં જ કાળ કરી જવાની અપેક્ષાએ ત્યાં પ્રતિસેવના કુશીલને આરાધક કહેવામાં આવ્યા છે. પ્રતિ સેવન કુશીલપણામાં અથવા અસંયમમાં કાળ કરી જવાની અપેક્ષાએ વિરાધક કહેવાય છે.
પ્રશ્ન ૨૦૦૧-ઉત્તરગુણ પ્રતિસેવી, પ્રતિસેવના-કુશીલ તેમજ બકુશમાં અંતર શું છે?
ઉત્તર-ઉત્તરગુણ પ્રતિસેવી પ્રતિસેવના-કુશીલની જેમ બકુશ પણ સમજવા જેઈએ. અંતર એ છે કે ઉત્તરગુણ પ્રતિસેવનાથી ચારિત્ર દુષિત બની જાય છે. તથા બકુશપણામાં વિશ્વમ ચિત્ત બની જાય છે.
પ્રશ્ન ૨૦૦૨-ઉત્તરા. અ. ૩ ગાથા, માળે તુ વાળા ને લક્ષિત કરી પ્રશ્ન છે કે જીવને ૨ ક્રોડાકોડી સાગરોપમ સ્થિતિના કમ બાકી રહેતાં જ મનુષ્યભવ મળે છે, એવું સાંભળ્યું છે તે સાચું છે કે હું ?
ઉત્તર-જીવ બે કોડાકોડી સાગરોપમ કમ બાકી રહેતા મનુષ્ય ભવ પ્રાપ્ત કરે છે એવું સાંભળવામાં આવ્યું નથી તેમજ ધારણા પણ નથી. મનુષ્યભવમાં તે જીવની ૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230