________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૮). વખત સુધી આવવા દેવું નહિ, આત્મજ્ઞાનરૂપ કાર્ય તેજ બુદ્ધિમાં લાંબા વખત સુધી આવવા દેવું, તેમ અન્ય પણ ભજન, વ્યાખ્યાન, વિગેરે જે કંઈ હોય તે વાણીકાયાવડે કરવું; અર્થાત્ એટલે અર્થને લઈને કંઈ સ્વપડકારરૂપ કાર્ય કરવું હોય તે તે કરવું પણ તેમાં આસકિત ધારણ કર્યા વિના તે કાર્ય કરવું. આ વિષય આત્મજ્ઞાનિએ વતનમાં મૂકે, વર્તનમાં મૂક્યા વિના ઉચ્ચપદની પ્રાપ્તિની આશા રાખવી વ્યર્થ છે. આત્મજ્ઞાનનું જ ઉસળ માંગે ચિંતન કરવું.
यत्पश्यामीन्द्रियैस्तन्मे नास्ति यन्नियतेन्द्रियः ।। अन्तः पश्यामि सानन्दं तदस्य ज्योतिरुत्तमम् ।। ५१ ॥
અર્થ—જે હું ઈન્દ્રિયોથી જોઉં છું, તે મારું નથી. અને જે નિયતેન્દ્રિય થઈને અંતમાં જેઉ છું તે સાનંદ ઉત્તમ તિ મારૂ રૂપ છે.
જે શરીરાદિક પદાર્થો ઈન્દ્રિયવડે હું જોઉ છું, તે મારૂ રૂપ નથી, કારણ કે, ચક્ષુરાદિ ઇન્દ્રિ રૂપી પદાર્થના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દને ગ્રહણ કરી શકે છે. પણ આત્મસ્વરૂપ તે અરૂપ છે, તેને બાહ્ય ચક્ષુ રાદિ ઈન્દ્રિય ગ્રહણ કરી શકતી નથી. બાહ્ય ઈન્દ્રિયોને સ્થિર કરી અંતરમાં સ્વસંવેદનથી જે જ્યોતિ દેખું છું
For Private And Personal Use Only