________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૭) માણે સમજવાને શક્તિવાન થયા છે. તમારૂ શરીર મન વચન એ ત્રણ આ સંસાર રૂપ સમુદ્રને તરવા વહાણ સમાન છે, માટે વહાણને સારા માર્ગે દોરે. સદ્ગુરૂ રૂપ ખલાસી તમને સંસાર સમુદ્રની પેલી પાર પહોચાડશે અને સામું મુક્તિ નગર દેખાશે.
ઉપર લખેલું વાંચ્યું, સાંભળ્યું, ધાર્યું તેટલાથી જ હવે અમે તત્વ પામ્યા. એમ સમજી સદ્દગુરૂનું શરણું અને સદ્ગુરૂની સંગતિ છોડી દેશે નહી. અને સ્વેચ્છાચારી થશે નહી. મોક્ષ માર્ગની ખરી કુંચીએતો ગુ રૂની પાસે રહે છે. આથી હવે તે વધારે શું જાણતા હશે, એમ નિશ્ચય કરી બેસશે નહી. જેમ વૈદ્ય રેગીને રેગીની પરીક્ષા કરી ઔષધ આપે છે. દરદીના રોગની પરીક્ષા કરી જુદી જુદી દવા આપે છે. તેમ સદગુરૂ તે વૈદ્ય સ માન છે. તે તમારી અંતરની નાડી તપાસીને તમને આપવા લાયક ઉપદેશ રૂપ આષધ આપશે. તમારા સારાને માટે આપશે. માટે તમે તેમની વિશેષ વિશેષ ભક્તિ કરજે. અને તેમની સેવામાં રહેશે, તેમની આજ્ઞા પ્રમાણે ચાલજે. વિદ્યનું નામ ધરાવી જેમ ફેગટીયા વૈદ્ય ઉંટ વૈદુ કરી લોકેને ઠગે છે. તેમ તમે પણ તે બાબતની સાવચેતી રાખજે. માથે એક સદ્ગુરૂની આજ્ઞા ધારશે. તમને જેમ જેમ ગ્યતા પ્રાપ્ત થશે તેમ તેમ તમને અધ્યાત્મ મા
For Private And Personal Use Only