________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) રૂપ શાસ્ત્ર વાંચ્યાં પણ આત્માનું શુદ્ધ અનુભવજ્ઞાન રૂપ કાયા પ્રગટયું નહીં તે બેદરૂપ જાણવાં. જેમ ગાયને ઘાસ ખવરાવવામાં આવે છે, તે દૂધની આશાએ પણ ઘાસથી દૂધરૂપ કાર્ય સફળ ન થયું તે ઘાસ ખવરાવવું તે ભેદને પ્રગટાવે છે, તેમ અત્ર સમજવું. માટે અનુભવજ્ઞાન છે, તે ધૃત સમાન છે. જેને શુદ્ધ અનુભવજ્ઞાન પ્રગટયું છે, તે સિદ્ધાત્માની પેઠે પ્રત્યક્ષ સુખ ભોગવે છે –
વળી અનુભવજ્ઞાનની સ્તુતિ કરતા કહે છે કે
દિસિ દેખાડી શાસ્ત્ર સર્વે રહે સર્વ શાસ્ત્ર આત્મરૂપનો રસ્તો દેખાડે છે. ભવ્ય પ્રાણીઓ જે તમારે આત્માને ખપ હોય તે અમુક રસ્તે જાઓ એમ દિગદર્શન કરાવી આઘાં રહે છે. પણ તે અગોચર વાતને પામી શકતાં નથી. એટલે સર્વ શાસ્ત્ર પ્રત્યક્ષપણે આત્મસ્વરૂપ જણાવવા તથા દેખાડવા સમર્થ નથી. પણ કાર્યને એટલે ભાવીક ભાવે અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વયને ઉત્પાદક અને કોઈ પણ પ્રકારની બાધા રહિત અનુભવ જ્ઞાન રૂપમિત્ર જે તે પ્રત્યક્ષપણેજ જેમ તેમ આત્મસ્વરૂપ જણાવવા તથા દેખાડવા સમર્થ છે. અને જગત્માં પ્રસિદ્ધ એ અનુભવજ્ઞાન મિત્ર છે. અહો તેની કેવી દક્ષતા? અહો અનુભવ જ્ઞાન રૂપમિત્રની કેવી ચતુરાઈ ? કેવું ડહાપણ? અને તેની કેવી પ્રતીતિ, અંતરજામી જે શરીરમાં રહેલે
For Private And Personal Use Only