________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૯) શબ્દ છે તે પુગલ પરમાણુઓને બનેલે સ્કંધરૂપ પર્યાય છે. તે શબ્દ ત્રણ પ્રકારનો છે, સચિત્ત શબ્દ, અચિતશબ્દ, સચિત્ત અચિત્તમિશ્રશબ્દ, એ શબ્દના બીજા પણ ભેદે થાય છે. તે રૂપી શબ્દને શ્રવણેન્દ્રિય ગ્રહણ કરે છે, અને આત્મા તે પુદ્ગલ દ્રવ્યથી ન્યારે છે, તેથી કાનથી પણ આત્મ ગ્રાહ્ય થઈ શકે નહીં. અમે દિયથી પણ જે ગ્રાહ્ય થાય નહીં એવા અતીંદિયઆત્માને કણ દેખાડી શકે, કેની મદતથી તે દેખાય? ત્યારે આનંદઘનજી મહારાજ કહે છે કે અનુભવમિત્ત વિગતે શક્તિર્યું ભાંગે તાસ સ્વરૂપ, મતિજ્ઞાન અને સમ્યકશ્રુતજ્ઞાન તે થકી અખંડ ઉપગપણે કરેલું જે આત્મ ધ્યાન તે થકી થયેલ જે આત્માને નિશ્ચય નિર્ધાર પ્રતીત તેને અનુભવજ્ઞાન કહે છેતે અનુભવજ્ઞાનરૂપ મિત્ર પરમાત્માની વાટે વળતાં વચ્ચે પૂર્વોક્ત મતિજ્ઞાન શ્રતજ્ઞાનના ઉપગથી ધ્યાન કરતાં રસ્તામાં મળ્યું. તેણે વિગતે કરી એટલે હેતુ લથાણ પ્રમાણુ ગુણપર્યાયથી જેવું આત્મસ્વરૂપ હતું તેવું ભાખ્યું અને તેથી હું પિતે જ પરમાત્મા છું, મારી અંદર અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અનંતવીર્ય, ગુણ આદિઅનંત ગુણભર્યા છે. એ મને તે અનુભવમિત્રે નિશ્ચય કરાવ્યું. તે નિશ્ચય સામાન્ય નહીં પણ ચલ મજીઠના રંગ જે કરાવ્યું, સાક્ષાત્ પરમાત્મરૂપ મારા આત્માને મેં જાો ઓળખે, અહો કેટલે આનંદ, મારા સર્વ કાર્ય ફળ્યાં,
For Private And Personal Use Only