Book Title: Sadhu Sanstha ane Tirth Sanstha Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 3
________________ પ૭. સાધુસંસ્થા અને તીર્થ સંસ્થા સના પ્રચારકાર્યના વિકાસની સાથે અને સાથે જ મનુષ્યપૂજા અને મૂતિપ્રચાર વિકાસ પામતાં ગયાં એ સાબીત કરવાને પૂરતાં સાધન છે. ભગવાન મહાવીર અને બુદ્ધ પહેલાં પુરુષોત્તમ રામ અને કૃષ્ણની મૂર્તિપૂજા હતી કે નહિ અને હતી તો કેટલા પ્રમાણમાં અને કેવી તે આપણે નથી જાણતા. પણ જેન અને બૌદ્ધસંઘની વ્યવસ્થિત સ્થાપના અને તેમના વ્યવસ્થિત પ્રચાર પછી રામ અને કૃષ્ણની પૂજા વધારે અને વધારે જ પ્રચારમાં આવતી ગઈ એ વિષે કશી જ શંકા નથી. જેમ જેમ મહાવીર, બુદ્ધ, રામ અને કૃષ્ણ એ વિશિષ્ટ પુરુષો તરીકે પૂજાવા લાગ્યા તેમ તેમ પક્ષીઓ દેવદાનો અને કોમળ તેમજ ભયંકર પ્રકૃતિનાં પ્રાણીઓની પૂજા ઓછી અને ઓછી થતો ગઈ, તેમ છતાં હજી પણ એનાં અવશેષો તો છે જ. તીર્થોના વિકાસમાં મૂર્તિપ્રચારને વિકાસ છે અને મૂર્તિપ્રચારની સાથે જ મૂર્તિનિર્માણકળા અને સ્થાપત્યકળા સંકળાયેલાં છે. આપણું દેશના સ્થાપત્યમાં જે વિશેષતાઓ છે, અને જે મેહકતાઓ છે તે તીર્થસ્થાનો અને મૂર્તિપૂજાને જ મુખ્યપણે આભારી છે. ભોગસ્થાનમાં સ્થાપત્ય આવ્યું છે ખરું; તેનું મૂળ ધર્મસ્થાનો અને તીર્થસ્થાનમાં જ છે. જેનોનાં તીર્થો એ કાંઈ બે પાંચ કે દશ નથી પણ સેંકડાની સંખ્યામાં અને તે પણ દેશના કોઈ એક જ ભાગમાં નહિ પરંતુ જ્યાં જાઓ ત્યાં ચારે તરફ મળી આવે છે. એ જ એક વખતના જેનસમાજના વિસ્તારને પૂરાવો છે. જેનતીર્થોની ખાસ એક સંસ્થા જ છે, જો કે આજે દિગંબર અને વેતાંબર એ બે ભાગમાં તે વહેચાઈ ગઈ છે. એ સંસ્થાની પાછળ કેટલા માણસે કાયમને માટે રોકાયેલા રહે છે, કેટલી બુદ્ધિ એની સારસંભાળમાં અને બીજી બાબતમાં ખરચાય છે, અને એ તીર્થોની પાછળ કેટલું ધન વપરાય છે એને પૂરે અને સાચે ખ્યાલ આપવા જેટલા આંકડા અત્યારે પાસે નથી છતાં અટકળથી ઓછામાં ઓછું કહેવું હોય તો એમ કહી Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24