Book Title: Sadhu Sanstha ane Tirth Sanstha Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf View full book textPage 1
________________ માં કુદરતી સકળ નમણી હો સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેને ઉપયોગ જ્યાં ધાર્મિક આત્માઓને કાંઈપણ સંબંધ રહ્યો હોય, અગર જ્યાં કુદરતી સુંદરતા હોય અથવા એ બેમાંથી એકે ન છતાં જ્યાં કેાઈ પૈસાદારે પુષ્કળ નાણું ખરચી ઈમારતની, સ્થાપત્યની મૂર્તિની કે એવી કાંઈ વિશેષતા આણું હોય ત્યાં ઘણે ભાગે તીર્થ ઉભાં થઈ જાય છે. ગામ અને શહેરે ઉપરાંત સમુદ્રતટ, નદીકાંઠે બીજા જળાશયો અને નાના મોટા પહાડે એ જ મોટે ભાગે તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. જૈન તીર્થો જળાશય પાસે નથી આવ્યાં એમ તો નથી જ, કેટલાંક સુંદર તીર્થો ગંગા જેવી મહતી નદીને કિનારે અને બીજા જળાશયો પાસે આવેલાં છે. તેમ છતાં સ્થાન પરત્વે જૈન તીર્થોની ખાસ વિશેષતા પહાડોની પસંદગીમાં છે. પૂર્વ હિંદુસ્થાન કે પશ્ચિમ હિંદુસ્થાન, દક્ષિણ હિંદુસ્થાન કે ઉત્તર હિંદુસ્થાન જ્યાં જાઓ ત્યાં જેનેનાં પ્રધાન તીર્થો ટેકરીઓ અને પહાડોની ઉપર જ આવેલાં છે. માત્ર વેતાંબર સંપ્રદાય જ નહિ પણ દિગંબર સંપ્રદાય સુદ્ધાંની સ્થાન પરત્વે ખાસ પસંદગી પહાડની જ છે. જ્યાં શ્વેતાંબરેને જરાપણ સંબંધ નથી, અવરજવર નથી એવાં કેટલાંક ખાસ દિગંબરનાં તથા દક્ષિણ હિંદુસ્તાનમાં છે, અને તે પણ પહાડી ભાગમાં આવેલાં છે. આ ઉપરથી એટલું જ ફલિત થાય છે કે તીર્થના પ્રાણભૂત સંતપુરુષોનું મન કેવાં કેવાં સ્થાનમાં વધારે લાગતું, અને તેઓ કઈ જાતનાં સ્થાનો પસંદ કરતા. વળી ભક્તવર્ગ હો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 24