Book Title: Sadhu Sanstha ane Tirth Sanstha
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 9
________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા બીજા લોકે વિદ્યા મેળવવા સાથે ત્યાંના સુંદર વાતાવરણનો ફાયદો મહઠાવી રહ્યા છે, ત્યારે જેનોને એ વાત સૂઝતી જ નથી. તેઓ ત્યાં જાય છે ત્યારે ખુશ થાય છે. જગ્યાની, એકાંતની, હવાપાણીની વાહવાહ કરે છે. બીજાનાં વિદ્યાધામે જોઈ રાજી થાય છે અને પિતાને માટે કાંઈ કરવાનું એમને સૂઝતું જ નથી. જેને કાશીમાં યાત્રાર્થે જાય છે પણ કોઈને ત્યાંની વિદ્યાગાછીની ખબર નથી, વિધાનની જાણ નથી, એ જાણવાની તેમને ઈચ્છા જ થતી નથી. યાંનાં વિદ્યાધામ કેવાં અને કેટલાં છે એ જાણવાનું એમને મન જ નથી કારણકે એમણે પિતાનાં કાઈ પણ તીર્થસ્થાનમાં વિદ્યા અને વિદ્વાનો હોવાની સુગંધ લીધી જ નથી. એમને કલ્પના એક જ છે અને તે એક તીર્થસ્થાનોમાં મંદિરો અને મૂર્તિઓ સિવાય બીજું શું હોય, બીજું હોવાની શું જરૂર છે ? પરંતુ સમાજની વિદ્યાની જરૂરિયાત આ તીર્થસંસ્થારક્ષક ભકિત અને ઉદારતા જેવાં બળો દ્વારા સધાવી જ જોઈએ. અને જો વિશિષ્ટ વિશિષ્ટ તીર્થોમાં ખાસ વિદ્યાલયો ચાલતાં હોય, તેમાં બન્ને સંપ્રદાયના હજારે બાળકે ભણતા હોય, વિદ્યા અને દેશની સ્વતંત્રતાને બ્રહ્મ આદર્શ તેમની સામે હેય તો સમાજને આ તકરાર પાછળ બળ ખર્ચવાની બહુ જ થોડી ફુરસદ રહે. જ્યાં સુધી સુંદર અને ઉપયોગી આદર્શ સામે નથી હતો ત્યાં સુધી માણસ પિતાનું બળ આડે રસ્તે વેડફે છે. આજનો દેશધર્મ આપણને બે વાત શિખવે છે એક તો આ રાજતંત્રના માયાવી રૂપના ભોગ બની પોતાને જ હાથે પિતાનાં મૂર્તિ અને અને મંદિરને નાશ ન કરે; અને બીજી વાત એ છે કે તમારામાં ભક્તિ અને ઉદારતા હોય તે તીર્થોને સાચવી તે મારફત તમે વિદ્યા અને કળાથી સમૃદ્ધ બનો, વધારે શીખો. આપણે તીર્થની લડાઈમાં જિતનાર પક્ષ માની લઈએ છીએ કે અમે તીર્થ સાચવ્યું, ધર્મ બજાવ્યો. બીજીવાર બીજો પક્ષ તેમ માને છે, પણ બન્ને પક્ષ એ ભૂલી જાય છે કે તેઓ શરીરનાં હાથ પગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24