Book Title: Sadhu Sanstha ane Tirth Sanstha
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 15
________________ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા સાધુપણું સમજાયું. બીજાઓ પણ તેમ સમજવા લાગ્યા અને સાધુઓ પણ લેકેને એમ જ જાણેઅજાણે સમજાવતા ગયા. પરંતુ એ ઉપરથી કેાઈ એમ ન ધારે કે સાધુસંસ્થા આખી જ સગવડભોગી અને તદ્દન જડ બની ગઈ હતી. એ સંસ્થામાં એવા અસાધારણ પુરુષો પણ પાક્યા છે કે જેમની અંતર્દષ્ટિ અને સૂક્ષ્મ વિચારણું કાયમ હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમની બહિર્દષ્ટિ તો હતી છતાં આંતર્દષ્ટિ પણ ચૂકાઈ ન હતી. કેટલાક એવા પણ થઈ ગયા છે કે જેમનામાં અંતર્દષ્ટિ નહિવત અથવા તદ્દન ગૌણ થઈ હતી અને બહિર્દષ્ટિ જ મુખ્ય થઈ ગઈ હતી. ગમે તેમ છે છત એક બાજુ સમાજ અને કુળધર્મ તરીકે જેનપણને વિસ્તાર તે ગયો અને એ સમાજમાંથી જ સાધુઓ થઈ સંસ્થામાં દાખલ થતા ગયા. અને બીજી બાજુ સાધુઓનું વસતિસ્થાન પણ ધીરે ધીરે બદલાતું ચાલ્યું. જંગલો, ટેકરીઓ, શહેરની બહારના ભાગમાંથી સાધુગણું લેકવસતિમાં આવતો ગયો. સાધુસંસ્થાએ જનસમુદાયમાં સ્થાન લઈ અનિચ્છાએ લોકસંસર્ગજનિત કેટલાક દેશે સ્વીકાર્યા હોય, તો તેની સાથે જ સાથે તે સંસ્થાએ લોકેામાં કેટલાક પિોતાના ખાસ ગુણો પણ દાખલ કર્યા છે, અને તેમ કરવાનો ભગીરથ પ્રયત્ન કર્યો છે. જે કેટલાક ત્યાગીએ માત્ર અંતર્દષ્ટિવાળા હતા અને જેમણે પિતાના જીવનમાં આધ્યાત્મિક શાંતિ સાધી હતી એવાઓના શુભ અને શુદ્ધ કૃત્યની નોંધ તે એમની સાથે જ ગઈ, કારણ કે એમને પિતાના જીવનની યાદી બીજાઓને સોંપવાની કશી પડી જ ન હતી. પણ જેઓએ અંતર્દષ્ટિ હોવા છતાં કે ન હોવા છતાં, અગર ઓછીવત્તી હોવા છતાં લોકકાર્યમાં પિતાના પ્રયત્નો ફાળો આપેલો હતો તેની નેંધ તો આપણી સામે વજીલિપિમાં લખાયેલી છે. એકવારના ઘરેઘર, માંસભેજી અને મદ્યપાઈ જનસમાજમાં, જે માંસ અને મદ્ય તરફની અરુચિ અથવા તેના સેવનમાં અધર્મ બુદ્ધિ ઉત્પન્ન થઈ છે, તેનું શ્રેય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24