Book Title: Sadhu Sanstha ane Tirth Sanstha
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 20
________________ ૭૪ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને ખીતું છે. અલબત્ત હવે માત્ર નરકનાં ચિત્રો બતાવીને કે બ્લેક સંભળાવીને એ કામમાં વધારે સફળતા મેળવી નહિ શકાય. એમ સફળતા મેળવવાની સામગ્રી ઘણી નવી ઉભી થઈ છે. એ બધીને અભ્યાસ કસ્વાથી જૈન સાધુઓમાં જીવતું લોહી વહેશે અને તેઓને ચહેરા તેજસ્વી બનશે. કેટલાક કહેશે કે “સાધુઓ પાસે કેઈ આવે તે તેઓ સમજાવે, અથવા એવા સમજાવવા લાયક માણસને તમે સાધુ પાસે પકડી લાવે તો સાધુએ ખુશીથી અને છુટથી સમજાવે પણ સાધુઓ જે પિતાના શાંત ભુવનમાં જ કામ કરતા આવ્યા છે તે પીઠે, પીનારાઓની વસ્તીઓમાં કે બીજે બહાર કયાં જાય, એ એમને ન શોભે અને ધર્મની હેલના પણ થાય.” આ કહેનારે જૈન સાધુસંસ્થાને ઈતિહાસ જાણ્યો જ નથી. ખરા પરાક્રમી અને શક્તિશાળી જેનસાધુઓ તે રાજસભામાં પહોંચ્યા છે, રાજમહેલમાં ગયા છે, મેટામોટા સેનાધિપતિ અને બીજા અમલદારોને ઘરે, તથા લશ્કરની છાવણીઓમાં ગયા છે, અને સેંકડો સાધુઓ વ્યસનગ્રસ્ત લોકોની વચ્ચે પહોંચ્યા છે, અને એમણે એમ કરીને જ પિતાને ધર્મ વિસ્તાર્યો છે. શક્તિ ન હોવાનું, હિંમત ન હોવાનું કબુલવું એક વાત. છે, અને એ નબળાઈને ધર્મનું અંગ માનવું એ બીજી વાત છે. એટલે અત્યારની હિલચાલમાં ઉભા થયેલાં બીજા કેટલાય સાધુમર્યાદાયોગ્ય કર્તવ્યોને બાજુએ મૂકીએ તો પણ દારૂ નિષેધની હિલચાલ એવી છે કે જે માટે પોતાના નિતિક વારસાની દૃષ્ટિએ, સામાજિક ધર્મની દૃષ્ટિએ, દેશમાં જીવવા અને દેશનું લુણુ ખાવાની દૃષ્ટિએ અને છેવટે શુદ્ધ આધ્યાત્મિક દૃષ્ટિએ પણ જૈન સાધુસંસ્થાએ જાહેરમાં આવી દેશકાર્યમાં ફાળો આપવો જ જોઈએ. કેાઈ કહે છે કે “આવાં લૌકિક કાર્યમાં જૈન સાધુઓ પડે તો એમનો આધ્યાત્મિક ઉદ્દેશ ન રહે.” આમ કહેનાર આધ્યાત્મિકતા શું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24