Book Title: Sadhu Sanstha ane Tirth Sanstha
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 23
________________ સાધુ સંસ્થા અને તીર્થસંસ્થા ৩9 જો કે ખાસ પજુસણને પ્રસંગ હોઈ અને તેમાં પણ હાજર થયેલ જનતા મેટે ભાગે વેતાંબર હોઇ મેં, સાધુ શબ્દ વાપરેલો છે, કે જે જૈનસમાજ સાથે જ મુખ્ય સંબંધ ધરાવતો હોય તેમ સ્થૂળ રીતે લાગશે. પણ આ મારું કથન મર્યાદિત ક્ષેત્ર પરત્વે હોવા છતાં બધા જ સંપ્રદાયના અને બધી જ જાતના ત્યાગીઓ માટે છે. ખાસ કરીને દિગંબર સમાજ કે જે જેનસમાજને એક વગદાર ભાગ છે તે તે. મારા લક્ષ બહાર નથી જ, એ સમાજમાં આજે સાધુસંસ્થા વેતાંબર સમાજ જેવી નથી. હમણાં હમણાં જે પાંચ પચીસ દિગંબર સાધુઓ થયા છે, તેને બાદ કરીએ તો તે સમાજમાં સાધુસંસ્થાને ઘણી સદીઓ થયાં અંત જ આવેલો છે. તેમ છતાં એ સમાજમાં સાધુસંસ્થાની જગ્યા ભટ્ટારકે, એલકે અને બ્રહ્મચારી, તેમજ પંડિતોએ લીધેલી છે. એટલે એ બધાંને લક્ષીને, પણ આ કથન છે. કારણ કે વેતાંબર સમાજના યંભ મનાતા સાધુઓની પેઠે જ, દિગંબર સમાજમાં ભટ્ટારક, પંડિત વગેરેને. વર્ગ થંભરૂપ મનાય છે. અને એ પણ લગભગ સમાજ તેમજ રાષ્ટ્રની દૃષ્ટિએ પક્ષાઘાતગ્રસ્ત થઈ ગએલે છે. વેતાંબર હો કે દિગંબર, જેઓ પોતાને ધાર્મિક નહિ તે ઓછામાં ઓછું ધર્મપંથગામી ગુરુ અથવા ગુરુ જેવા માને છે અને બીજા પાસે મનાવે છે, તે જે વર્તમાન અદેલનમાં પોતાનું સ્થાન વિચારી, અંદરોઅંદરના. ઝઘડાઓ નહિ છોડે, નજીવી બાબતને મહત્ત્વ આપતાં નહિ અટકે, અને સ્થૂળ ચિહ્નોમાં તેમ જ બહારની વસ્તુઓમાં ધર્મ સમાયાની નાશકારક ભ્રમણમાંથી નહિ છૂટે તો બુદ્ધની ભાષામાં સમજવું જોઈએ કે તેઓ ભગવાન મહાવીરના ધમ્મદાયાદ એટલે ધર્મવારસાના ભાગીદાર નથી, પણ આમીષદાયદ એટલે ધર્મનિમિત્તે મળી શકે એટલા ભોગના ભોગવનારાઓ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24