Book Title: Sadhu Sanstha ane Tirth Sanstha
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
View full book text
________________
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને જતાં, અથવા તે અકાળે ગુરુપદ લેવામાં આવતાં એ સગવડે અને એ નિવૃત્તિનાં સાધનો તે જેમને તેમ સાધુસંસ્થા માટે ઉભા રહ્યાં, ઉલટું ઘણીવાર તો એ સગવડે અને એ નિવૃત્તિનાં વિધામાં વધારે પણ થયું, અને બીજી બાજુથી મૂળ લક્ષ જે જીવનની સાધના તે કાંતે તદન બાજુએ જ રહી ગયું અથવા કાંતે તદ્દન ગણ થઈ ગયું. એ જ સબબ છે કે આપણે જૈન જેવા ત્યાગપ્રધાન સાધુસંધના ઇતિહાસમાં ગૃહસ્થ કે રાજાઓને શોભે તેવાં સાધને, સગવડો અને ભપકાઓ સાધુઓની આસપાસ વીંટળાયેલા જોઈએ છીએ. મૂળમાં તે રાજાઓને ખજાનો એટલા માટે સંપાયેલ કે તેઓ પોતાના ક્ષત્રિચિત પરાક્રમથી બીજા બધા કરતાં તેને વધારે સારી રીતે સાચવે. લશ્કર એટલા માટે સાંપલું કે તેઓ તેને પોતાના તેજથી કાબુમાં રાખે, અને જરૂર પડે ત્યારે એ ખજાના અને લશ્કરને ઉપયોગ માત્ર પ્રજાકલ્યાણમાં કરે. જે રાજા શાંતિના વખતમાં વધારે સુરક્ષિત રહે અને બળસંપન્ન રહે, તે આફત વખતે વધારે કામ આપે એટલા માટે ટાઢ તડકાથી બચાવવા છત્રચામરની યોજના થયેલી. પણ જ્યારે વારસામાં વગર મહેનતે રાજ્ય મળવા લાગ્યાં, કેાઈ પુછનાર ન રહ્યું, યારે એ રાજાએ લશ્કર, ખજાને, છત્રચામર વગેરેને પિતાનું જ માનવા લાગ્યા, અને પોતાના અંગત સાધન તરીકે એને ઉપયોગ કરવા મંડયા. એટલું જ નહિ પણ પિતાની આડે કેાઈ આવે, તો એ સાધનનો ઉપયોગ તેઓ પ્રજા સામે પણ કરવા લાગ્યા અને પિતાનું પ્રજાપાલનનું ધ્યેય બાજુએ રહી ગયું, અને તેના પાલન માટે સેંપવામાં આવેલ સગવડેના ભાગમાં જ પડી ગયા. જે વસ્તુ રાજાઓ માટે સાચી છે-મનુષ્યસ્વભાવના ઈતિહાસ પ્રમાણે એ જ વસ્તુ સાધુસંસ્થા માટે પણ સાચી જ છે. જીવનની સાધનાનું ધ્યેય સરી પડતાં તે માટે
જાયેલી સગવડ અને ઘડેલાં વિધાનો જ તેમના હાથમાં રહ્યા, અને એ સગવડના બેગમાં અને એ વિધાનના આચરણમાં જ તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org