Book Title: Sadhu Sanstha ane Tirth Sanstha
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
View full book text
________________
પયુષણ પર્વનાં વ્યાખ્યાને એમને સ્થાન આપવું પડયું. આ તેમના પરિવર્તનમાં જૈન સાધુ સંસ્થાની કાંઈક અસર અવશ્ય છે એમ વિચાર કરતાં લાગે છે.
સાધુસંસ્થા મૂળમાં હતી તે એક, પણ પછી અનેક કારણે વહેંચાતી ગઈ. શરૂઆતમાં દિગંબર અને ભવેતાંબર એવા બે મુખ્ય ભેદ પડયા. અને દરેક ભેદની અંદર બીજા અનેક નાના મોટા ફાંટા પડતા જ ચાલ્યા. જેમ જેમ જૈન સમાજ વધતો ગયે, ચોમેર દેશમાં તેનો વિસ્તાર તે ગયો, અને નવનવી જાતો તથા લેકે તેમાં દાખલ થતા ગયા, તેમ તેમ સાધુસંસ્થા પણ વિસ્તરતી ગઈ અને
મેર ફાલતી ગઈ એ સંસ્થામાં જેમ અસાધારણ ત્યાગી અને અભ્યાસી થયા છે, તેમ હંમેશાં ઓછોવત્તો શિથિલાચારીને વર્ગ પણ થતો આવ્યો છે. પાસસ્થા, કુશીલ, જહાછંદ વગેરેનાં જે અતિ જૂનાં વર્ણન છે તે સાધુસંસ્થામાં શિથિલાચારી વર્ગ હોવાને પૂરાવો છે. કયારેક એકરૂપમાં તો કયારેક બીજા રૂપમાં, પણ હમેશાં આચારવિચારમાં મેળો અને ધ્યેયશન્ય શિથિલ વર્ગ પણ સાધુસંસ્થામાં થતો જ આવ્યો છે. જ્યારે જ્યારે શિથિલતા વધી ત્યારે ત્યારે વળી કોઈ તેજસ્વી આત્માએ પોતાના જીવનધારા એમાં સુધારો પણ કર્યો છે. ચૈત્યવાસિઓ થયા અને તેમનું સ્થાન ગયું પણ ખરું. વળી જતીઓ જેરમાં આવ્યા અને આજે તેઓ નામશેષ જેવા છે. જે એકવારના સુધારકે અને જ્ઞાન, ત્યાગ તેમજ કર્તવ્ય દ્વારા સાધુસંસ્થાને જીવિત રાખનારા, તેનાજ વંશજો બેચાર પેઢીમાં પાછા ખલનાઓ કરનારા થાય અને વળી કેાઈ એ ખલનાઓ સામે માથું ઉંચકનાર આવી ઉભો રહે. આ બગાડા સુધારાનું દુવચક્ર જેમ બીજી સંસ્થાઓમાં. તેમ સાધુસંસ્થામાં પણ પહેલેથી આજ સુધી ચાલ્યું આવ્યું છે. એને જુદો ઈતિહાસ તારવો હોય તો તે જૈન સાહિત્યમાંથી પ્રમાણપૂર્વક તારવી શકાય તેમ છે.
- સાધુ એટલે સાધક. સાધક એટલે અમુક ચેયની સિદ્ધિ માટે સાધના કરનાર તે ધ્યેયને ઉમેદવાર. જૈન સાધુઓનું ધ્યેય મુખ્યપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org