Book Title: Sadhu Sanstha ane Tirth Sanstha
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 11
________________ ૬પ સાધુસંસ્થા અને તીર્થસંસ્થા કરવા માટે સુવ્યવસ્થિત રાજતંત્રની પેઠે એ સાધુસંસ્થાના તંત્રમાં નિયમો ઘડાય છે. નાના મોટા અધિકારીઓ નિમાય છે. એ બધાનાં કામેની મર્યાદા અંકાય છે. સંઘસ્થવિર, ગુચ્છસ્થવિર, આચાર્ય, ઉપાચાર્ય, ઉપાધ્યાય, પ્રવર્તક, ગણું વગેરેની મર્યાદાઓ અરસપરસના વ્યવહારે, કામના વિભાગો, એક બીજાની તકરારના ફેંસલાઓ, એકબીજા ગચ્છની અંદર કે એક બીજા ગુરુની પાસે જવા આવવાના, શિખવાના, આહાર વગેરેના નિયમનું જે વર્ણન છેદસૂત્રોમાં મળે છે, તે જોઈ સાધુસંસ્થાના બંધારણ પરત્વેના આચાર્યોના ડહાપણ વિષે અને દીર્ધદર્શિતા વિષે માન ઉત્પન્ન થયા વિના રહેતું નથી. એટલું જ નહિ પણ આજ કાઈ પણ મહતી સંસ્થાને પિતાનું બંધારણ બાંધવા અથવા વિશાળ કરવા માટે એ સાધુસંસ્થાના બંધારણનો અભ્યાસ બહુ જ મદદગાર થઈ પડે તેમ મને સ્પષ્ટ લાગ્યું છે. ' આ દેશના ચારે ખુણામાં સાધુસંસ્થા ફેલાઈ ગઈ હતી. ભગવાનના અસ્તિત્વ દરમ્યાન ચૌદ હજાર ભિક્ષુ અને છત્રીસ હજાર ભિક્ષુણીઓ હોવાનું કથન છે. તેમના નિર્વાણ પછી એ સાધુસંસ્થામાં કેટલે ઉમેરો થયો કે કેટલે ઘટાડે થે તેની ચક્કસ વિગત આપણી પાસે નથી. છતાં એમ લાગે છે કે ભગવાન પછીની અમુક સદીઓ સુધી તો એ સંસ્થામાં ઘટાડે નહેતો જ થયે-કદાચ વધારે થયે હશે. સાધુસંસ્થામાં સ્ત્રીઓને સ્થાન કાંઈ ભગવાન મહાવીરે જ પહેલાં નથી આપ્યું. તેમના પહેલાંએ ભિક્ષુણુઓ જૈન સાધુસંધમાં હતી, અને બીજા પરિવ્રાજક પંથમાં પણ સ્ત્રીઓ હતી, છતાં એટલું તે ખરું જ કે ભગવાન મહાવીરે પિતાના સાધુસંધમાં સ્ત્રીઓને ખૂબ અવકાશ આપ્યો અને એની વ્યવસ્થા વધારે મજબુત કરી. એનું પરિણામ બૌદ્ધ સાધુસંધ ઉપર પણ થયું. બુદ્ધ ભગવાન સાધુસંધમાં સ્ત્રીઓને સ્થાન આપવા ઈચ્છતા ન હતા, પણ તેમને છેવટે સાધુસંઘમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24