Book Title: Sadhu Sanstha ane Tirth Sanstha
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 2
________________ પ૬ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને કે મનુષ્યમાત્ર છે, તેમને એકાંત અને કુદરતી સુંદરતા કેવી ગમે છે એ પણ એ તીર્થસ્થાના વિકાસ ઉપરથી જાણી શકાય છે, ગમે તેટલું ભેગમય અને ધમાલી જીવન ગાળ્યા પછી પણ છેવટે અથવા વચ્ચે વચ્ચે ક્યારેક ક્યારેક માણસ આરામ અને આનંદ માટે કયાં અને કેવાં સ્થાન તરફ દૃષ્ટિ દેડાવે છે એ આપણે તીર્થસ્થાનોની પસંદગી ઉપરથી જાણી શકીએ છીએ. તીર્થોનું બધું તેજ અને મહત્ત્વ એ આજે મૂર્તિપૂજા ઉપર અવલંબિત છે. કોઈ જમાનામાં અને તે પણ ક્યાંક ક્યાંઈક તીર્થસ્થાનમાં વિદ્યાની પ્રતિષ્ઠા, પ્રચાર અને વિદ્વાનોની કાયમી ગોછી ભલે રહી હોય, પણ આજે તે કાશી જેવા એકાદ સ્થળને બાદ કરીએ તો તીર્થસ્થાનમાં વિદ્યા અને વિચારને નામે લગભગ મીડું જ છે. ખાસ કરીને આખા હિંદુસ્તાનમાં જૈન તીર્થ તો એવું એકે નથી કે જ્યાં વિદ્યાધામ હોય, વિદ્વાનોની પરિષદ હાય, વિચારકેની ગણી હોય, અને એમની ગંભીર પ્રાણપૂરક વિદ્યાના આકર્ષણથી જ ભક્તો અને વિદ્યારસિકે આકર્ષાઈ આવતા હોય. વધારેની આશા તો બાજુએ રહી પણ કઈ એક તીર્થમાં એક પણ એવું જૈન વિદ્યાલય નથી, જેન વિદ્યામઠ નથી કે એકાદ પણ એવો સમર્થ વિદ્યાજવી વિદ્વાન નથી કે જેને લીધે ત્યાં યાત્રીઓ અને જિજ્ઞાસુઓ આકર્ષાઈ આવતા હોય, અને પિતાના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરતા હોય. તીર્થોની પ્રાકૃતિક જડતા અને નૈસર્ગિક રમણુયતામાં કાં તો તપ અને કાં તો વિદ્યા અને કાં તે બન્ને ચેતના પૂરે છે જ્યારે, આજના આપણું તીર્થોમાં તપ અને વિદ્યાને નામે શું છે તે તમે બધા જ જાણે છો મૂર્તિની માન્યતા અને પૂજા આ દેશમાં બહુ જ જૂનાં છે. દેવોની અને પ્રાણુઓની પૂજા પછી, મનુષ્યપૂજાએ કયારે સ્થાન લીધું એ ચોક્કસપણે કહેવું આજે કઠણ છે. છતાં ભગવાન મહાવીર અને બુદ્ધના તપસ્વીજીવન સાથે જ મનુષ્યપૂજા વિશેષ પ્રતિષ્ઠા પામી અને એ બે મહાનપુરુષના Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 24