Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala
View full book text
________________
ભગવાન શ્રી નેમિનાથઃ
: ૨૩ માર્ગ તેઓ બતાવવાના હતા, પરતંત્ર આત્માને કર્મની જે પરાધીનતા છે એ જ તેમને ખટકતી હતી. નેકરને શેઠની પરાધીનતા, પત્નીને પતિની પરાધીનતા, પ્રજાને રાજાનું પાતંત્ર્ય, ચોરને જેલની પરતંત્રતા, વિદ્યાર્થીને શિક્ષકની સોટીની પરાધીનતા, એવી અનેક પરાધીનતાએના નાચ નચાવવાનું કામ આપણું પૂર્વકૃત કર્મો કરે છે; એટલેકર્મના સૈન્યની સામે જ સંગ્રામ માંડવાનું પ્રભુ જીએ નક્કી કરી લીધું; માટે જ તે પ્રભુ પોતાની શક્તિઓને ઉપયોગ બીજા આત્માને રીબાવવામાં કરતા ન હતા, પરંતુ જાતે જ ખમી ખાવાનું પસંદ કરતા.
જ એક દિવસ પ્રભુશ્રી નેમિનાથ ફરવા નીકળ્યા.
- ત્યાં કૃષ્ણજીની આયુધશાળા પાસે આવી પહોંચ્યા. ત્યાં શંખ, ગદા, ધનુષ્ય, વિગેરે ઘણાં શસ્ત્ર પડેલા હતા. કૃષ્ણજી એટલે ત્રણ ખંડને રાણે. તેથી પણ તે વાસુદેવ કહેવાતા. એની રાજસદ્ધિ ઘણું વધી ગઈ હતી. | દરેક ઉત્સર્પિણી કે અવસર્પિણીના કાળમાં ત્રેસઠ “શલાકા” પુરુષ (મહાપુરુષ) થાય છે. તેમાં ચોવીસ તીર્થકરે થાય છે. બાર ચક્રવર્તી થાય છે. વાસુદેવ નવ, બળદેવ નવ અને નારદ પણ નવ થાય છે. આ બધા ય ઉત્તમ આત્માઓ હોય છે. તેમાંની વાસુદેવની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com