Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala
View full book text
________________
૨૪ :
બાળજીવન પ્ર.: ૧ : ૨ : અદ્ધિને ધારણ કરવાવાળા કૃષ્ણજી હતા. તેને શંખ તે જ ફેંકી શકે, બીજા કોઇની તે માટે શક્તિ હોય જ નહિ. પરંતુ શ્રી તીર્થકરના આત્માઓ તે અનંત બળી હાય, એટલે તેના બળ આગળ વાસુદેવનું, ચક્રવર્તીનું, કે દેવેન્દ્રનું બળ કાંઈ પણ ગણત્રીવાળું કહેવાય નહિં. | શ્રી નેમિનાથ ભગવાને તે રમતથી શંખ હાથમાં લીધો, અને વગાડો. અવાજ એ જબરો થયો કે ઘોડાઓ અને હાથીએ બંધન તેડીને ભાગી ગયા. કૃષ્ણજીને ચિંતા થઈ કે “જરૂર મારે કઈ શત્રુ પેદા થો લાગે છે. ” કૃષ્ણનરેશ ત્યાં તુરત આવી પહોંચ્યા. ભગવાનને જોઈ શરમદા થયા, છતાં હૃદયમાં તે ખડખડ હસવા લાગ્યા, “આ તો આપણું ભાઈ જ છે.” પણ શંકા થઈ કે મારું રાજ્ય તો આ નેમજી નહિં પચાવી પાડે ને? આટલા બધા શુરવીર આગળ મારું શું થશે? આવી વિચારશ્રેણી આવવા લાગી. એટલામાં થઈ આકાશવાણ. “એ કુમાર તે બાવીસમાં તીર્થપતિ થવાના છે. એમને કંઈ આ રાજ્ય લેવાનું મન નથી. એ તો મુક્તિપુરીનું રાજ્ય લેવાના છે.” કૃષ્ણજીને મનમાં સંતેષ થયે. હાસ! ઠીક થયું. એમ હોય તે વાંધો નહિ. પછી વિચાર થયો, જેઉં, એમાં બળવાન કેણ છે? પરીક્ષા તે કરીએ, એમ ધારી કહ્યું કેમ આપણે કુસ્તી કરીશું ને?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com