Book Title: Rushabhdev Swami Ane Bhagwan Nemnath
Author(s): Labdhisurishwar Jain Granthmala
Publisher: Labdhisurishwar Jain Granthmala
View full book text
________________
ભગવાન શ્રી નેમિનાથ :
: ૩૩ : હાથ ન લાગ્યા હોય, પણ શું દ્રવ્યદયાના વહેવારૂ ત આ લેકેને હજી જડયા નથી? આટલી મોટી સંખ્યામાં પ્રાણીઓ જોરશેરથી પોકાર કરી રહ્યા છે, પરંતુ તે અવાજ શું કોઈના કાનમાં પડતે જ નહિ હોય? નહિ! નહિ ! જાનૈયા ભલે ન સાંભળે, મારે તે આ પિકાર સાંભળવા જ જોઈએ. એમ વિચાર કરીને સારથીને હુકમ કર્યો “આપણે રથ આ પ્રાણીઓની પાસે લઈ લે.”
જ્યાં પાસે જાય છે ત્યાં તો પશુઓનો કેકારવ વધી ગયે. જાણે કેઈ દૈવી અવતારી પુરુષ તેમની ફરિયાદ સાંભળી ઇન્સાફ આપવા આવતા હોય, તેમ “ મારી ફરિઆદ પહેલા સાંભળે, મારી ફરિઆઇ પહેલા સાંભળે એમ કહેવા એક એકથી ઊંચે થઈ પ્રભુજીની સન્મુખ પોતપોતાની ભાષામાં બકરા, મેંઢા, હરણીયા, વિગેરે વિનવવા લાગ્યા.
ભગવાનના હૃદયમાં દયા વસેલી છે. જીવાત્માઓના ઉદ્ધાર માટે જ આ જન્મ છે. અહીં જન્મીને એ પ્રભુને કાંઈ રાચરચીલે ભેગું કરવાનું, કે પૈસે ટકે એક કરવાનું; પેઢીની પેઢી જોઈ ખુશી થવાનું, કે એશઆરામ ભેગવવા દિવ્ય સહાયબીઓની સામગ્રીઓને ભેગી કરવાનું કામ હતું જ નહિ. તેમણે તરત જ હુકમ કર્યો.
આ બધા ય પશુઓને હમણું ને હમણા જ છોડી મૂકે.” તે સાંભળી બારણું ઉઘડતાની સાથે જ પંખીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com