Book Title: Rajchandra Nirvan Shatabdi Smaranika Author(s): Sahaj Shrut Parab Rajkot Publisher: Sahaj Shrut Parab Rajkot View full book textPage 5
________________ આમુખ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુની નિર્વાણ શતાબ્દી નિમિત્તે આ નાની-શી સ્મરણિકા આપના કરકમળમાં મૂકતાં સપ્રેમ જય પ્રભુ. શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા, શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતજી, ઉપદેશામૃતજી, બોધામૃતજી ત્રણે ભાગ, પ્રજ્ઞાવબોધ વગેરે સદ્ભુતનાં વાંચનની આપને આ તકે વિનંતિ કરું છું. શૈક્ષણિક કારકિર્દી દરમ્યાન અર્થશાસ્ત્ર- Entire Economics સાથે M.A. કર્યું હોવાથી સંસ્કૃત-ગુજરાતી ભાષાકીય ભૂલ જણાય તો ક્ષમ્ય ગણશોજી. ક્યાંયે ઉસૂત્ર પ્રરૂપણા ન થાય તેનો લક્ષ રાખ્યા છતાં ઉપયોગ ચૂકાયો હોય તો, સર્વજ્ઞ પ્રભુ રાજની સાખે, તારક ત્રિપુટી ભગવંતની પાસે, આપ સહુ સુજનોની સમક્ષ ક્ષમા યાચું છું. - પ.પૂ.બ્રહ્મચારીજીની બાર-બાર વર્ષની સંનિધિ પ્રાપ્ત અને તેઓશ્રીની આજ્ઞાવશાત પરમ | કુપાળુદેવ વિષે સૌ પ્રથમ Ph.D. કરનાર,Philosophy of Srimad Rajchandra (English) બા.બ્ર. પ.પૂ.શ્રી શાન્તિભાઇ પટેલે એંસી વર્ષની વયે છેક અમેરિકાથી તેમની લેખિનીનો લાભ એક લેખ પૂરતો પણ આપીને મહતી કૃપા કરી છે. CALIFORNIA-USA ની ભૂમિ પર પણ મને - અમને કૃપાળુદેવ, પ્રભુશ્રીજી, બ્રહ્મચારીજીનું ઓળખાણ કરાવીને અત્યુત્કૃષ્ટ ઉપકાર કર્યો છે. “મોક્ષમાળા’ સર્જનશતાબ્દી ૧૯૮૪માં ગઇ અને “આત્મસિદ્ધિ' રચના શતાબ્દી ૧૯૯૬માં ઊજવાઇ ગઇ અને ચાલુ સાલે ૨૦૦૧માં નિર્વાણ શતાબ્દી ઊજવાઇ રહી છે. એવાં | ઉત્કૃષ્ટ નિમિત્તે થયેલા સ્વાધ્યાયના અર્થ દ્વારા પરમ કૃપાળુદેવને અંજલિ આપવાનો નમ્ર પ્રયાસ ! આ પુસ્તક રૂપે રજૂઆત પામે છે. | પ્રસ્તુત પુસ્તક પ્રકાશનના અર્થસૌજન્ય જેવા સુકૃતના સહભાગી દાતા-દાત્રીઓનો સહૃદયતાપૂર્વક આભાર વેદું , જેમણે નામનાની નામ માત્ર કામના કર્યા વિના કીર્તિની લાલસાની વાસનાને નામશેષ કરી છે, તેમને અંતરથી વંદું છું. | ગેલેક્સી પ્રિન્ટનો આભાર માનવા સાથે અક્ષર ફોટોટાઇપોગ્રાફીવાળા ભાઇશ્રી ભાવિનભાઇ, શ્રી પ્રફુલ્લભાઇ, શ્રી ભુપેનભાઇ, ડૉ.અરુણભાઇ પાઠકનો હાર્દિક ઋણ સ્વીકાર કરું છું જેમણે જરા પણ કંટ ભાવ બતાવ્યા વિના મારા વારંવારના સુધારાવધારા સહન કર્યું જ રાખ્યા છે અને લિપિ અંગે પણ માગ્યા એવા મરોડના ટાઇપ નવા ઉમેરીને કે બદલીને પણ મારી અપેક્ષા સંતોષીને અવિસ્મરણીય સહકાર આપ્યો છે. - જે સાહજિકતાથી કૃપાળુદેવે કોટ ટીંગાડવા આપ્યો હતો તેવી કે તેથી યે વિશેષ સાહજિકતાથી, સ્વસ્થતાથી, પાંચ પાંચ કલાકની પરમ સમાધિસ્થ દશા દાખવીને, શ્રી રાજકોટની ભૂમિને ૩૩ વર્ષ, ૫ માસ ને પ દિનનો દેહનો કોટ અર્પણ કરીને, રવિવારની રાત્રે બે વાગ્યે જન્મેલા રાજપ્રભુએ મંગળવારની બપોરના બે વાગ્યે તા.૯-૪-૧૯૦૧ના રોજ પરમ પંથે સિધાવીને પરમ પુનિત નિર્વાણભૂમિ લેખાવી. “નમસ્કાર હો ! હે પ્રભુ! રાજચંદ્ર ભગવંત; આત્મહિત હું સાધવા, કરું યત્ન ધરી ખંત.” સુધાના વાકઇ, વિનમ્રતાથી વારંવાર વંદું છું. સવિનય આત્મસ્મરણ ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 262