________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ॐ सत्
श्री सद्गुरुदेवाय नमः।
બીજી આવૃત્તિનું પ્રકાશકીય નિવેદન આ શાસ્ત્ર ઘણા લાંબા સમયથી અપ્રાપ્ય હોવાથી અનેક મુમુક્ષુઓની તેના માટે માંગણી ચાલું હતી, પણ પ્રેસની મુશ્કેલીના કારણે તેનું પ્રકાશન શીધ્ર થઈ શકયું નહિ. આજે તેની આ બીજી આવૃત્તિનું પ્રકાશન કરતાં આનંદ અનુભવાય છે.
આ આવૃત્તિની એક વિશિષ્ટતા છે અને તે એ છે કે તેમાં શ્રી જયસેનાચાર્યદેવકૃત તાત્પર્યવૃત્તિ” નામની સંસ્કૃત ટીકા ઉમેરવામાં આવી છે. બ્ર. ભાઈશ્રી ચંદુલાલભાઈએ જયપુરની હસ્તલિખિત પ્રતના આધારે તે ટીકા સુધારી આપી છે.
પં. શ્રી હિંમતલાલભાઈ શાહે પ્રસ્તાવના લખી આપી છે તથા બ્ર. શ્રી ચંદુભાઈએ પૂફ તપાસી આપ્યાં છે તેમ જ પં. શ્રી હિંમતલાલભાઈએ આખરી પ્રફ તપાસી આપ્યાં છે. તે ઉપરાંત તેઓ બંનેએ પ્રકાશન સંબંધમાં કીમતી સૂચનો આપવા સાથે અન્ય અનેક પ્રકારે સહાય કરી છે. તે બદલ તે બંને મહાનુભાવોનો આભાર માનીએ છીએ.
આ શાસ્ત્રના પૃષ્ઠ ૧ થી ૩૩૬ સુધી વલ્લભવિદ્યાનગરમાં ગંગા મુદ્રણાલયના માલિક ભાઈશ્રી રમણલાલભાઈ પટેલ તથા શેષ ભાગ સોનગઢમાં અજિત મુદ્રણાલયના માલિક શ્રી મગનલાલજી જૈને સુંદર રીતે છાપી આપેલ છે તેથી તેમનો આભાર માનીએ છીએ.
આ શાસ્ત્રની પડતર કિંમત લગભગ રૂા. ૧૧-00 થાય છે, પરંતુ સર્વ ધાર્મિક બંધુઓ આ પરમાગમનો વિશેષ લાભ લઈ શકે એ હેતુને લક્ષમાં રાખીને તેની કિંમત માત્ર રૂ. ૫-૫૦ રાખવામાં આવી છે. જે જે મુમુક્ષુઓએ આ શાસ્ત્રના પ્રકાશનાર્થે આર્થિક સહાયતા આપી છે તેમની ઉદારતા બદલ તેમને ધન્યવાદ.
આ પ્રવચનસાર' સર્વજ્ઞ તીર્થંકર પરમાત્માના દિવ્યધ્વનિનો સાર છે. પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે તેના ઉપરનાં અત્યંત ગૂઢ અને માર્મિક પ્રવચનો સાંભળવા મળે છે તેથી આપણે સૌ તેમના અત્યંત ઋણી છીએ અને તેમને હાર્દિક અભિવાદન કરીએ છીએ.
આ શાસ્ત્રમાં દર્શાવેલ ભાવોને યથાર્થપણે સમજી, અંતરમાં તેનું પરિણમન કરી, અતીન્દ્રિય જ્ઞાનની પ્રાપ્તિ દ્વારા અતીન્દ્રિય આનંદને સર્વે જીવો આસ્વાદો એવી આંતરિક ભાવના ભાવીએ છીએ.
શ્રાવણ વદ ૨ વીર સં. ૨૪૯૪
સાહિત્યપ્રકાશન-સમિતિ, શ્રી દિ. જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com