________________
जीवनरेखा.
प्रशमति प्रकरणम्
વીરપ્રભુના શાસનના સ્તંભરૂપે શ્રાવકોમાંના એક સંઘવી સ્વર્ગસ્થ કુલચંદભાઇ કમળશીની સંક્ષિપ્ત જીવનરેખા.
સંઘવી કુલચંદભાઈને જન્મ વિ. સં. ૧૮૮૧ ની સાલમાં જામનગરમાં થયે હતું, ફક્ત ગામઠી નિશાળમાં ગુજરાતી અભ્યાસ કરી પ્રથમ લખતર સ્ટેટમાં નોકરી કરી ઉત્તમ ગુણેથી વધતાં વધતાં એ રાજ્યના મુખ્ય કારભારી થયા અને લખતર ટેટના નામદાર ઠાકોર સાહેબ ઝાલા કરણસિંહજીના ઉદય સાથે તેમને પણ ઉદય થતે ચાલે, પોતાની ચારે પુત્રને કેળવવા લક્ષ આપ્યું, મેટા પુત્ર જગજીવનદાસના પિત્રે હાલ વિદ્યમાન છે, બીજા પુત્ર દલીચંદભાઈના પુત્ર વિદ્યમાન છે.
પરંતુ પિતાના નામ તથા હેદાને દીપાવનાર ત્રીજા પુત્ર નેણશીભાઈ અત્યારે ૬૮ વર્ષની ઉમરના વિદ્યમાન છે, જેમણે પિતાની દીવાનગિરિની જગ્યા આજસુધી શોભાવી રાજ્યની અને પ્રજાની પ્રીતિ મેળવી છે, અત્તે આખી જીંદગી આ રાજ્યની સેવામાં અાપેલી છે.
– લખતરનું દેરાસર – અહીં દેરાસર નહોતું પણ એક ભવ્ય પ્રતિમા આદીશ્વરપ્રભુની સં. ૧૯૦૩ માં નીકળી, તે હાલના દેરાસર પછવાડે એક ઓરડામાં બિરાજમાન હતી, તથા વખારીયા હીરાભાઈ શ્રાવકનું એક ઘર હતું અને નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈની પેઢી હતી, આ કુલચંદભાઈના પ્રયાસથી સં. ૧૯૩૦ ની સાલમાં ટીપ થઈ અને હાલનું શિખરબંધી દેરાસર તૈયાર થયું. ગામના ઉદયથી આજુબાજુના ગામના શ્રાવકે અહીં રહેવા આવ્યા અને સં. ૧૯૩૬ ના શ્રાવણ વદિ ૮ મે કુલચંદભાઈના ખર્ચથી અમદાવાદના ઝવેરી છોટાલાલભાઈ
Jain Education International
For Personal Private Use Only
www.jainelibrary.org